તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Do You Know Who Wore This Dress Of A Fairy Tale Character ?: 15 Efforts To Save 7 Million People From Elephants; Such An Electric Boat Now After The Car

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:પરિકથાના પાત્રનો હોય એવો આ ડ્રેસ કોણે પહેર્યો હતો, જાણો છો?: 15 હાથીથી 70 લાખ લોકોને બચાવવાની મથામણ; કાર પછી હવે આવી ઇલેક્ટ્રિક બોટ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનના શાહી પરિવારમાં પ્રિન્સેસ ડાયેના તેમના સમયમાં ખૂબ ચર્ચામાં રહ્યાં હતાં. તેમના પ્રિન્સ ચાર્લ્સ સાથે 1981માં લગ્ન થયા એ સમયે તેમણે જે જાજરમાન ડ્રેસ પહેર્યો હતો, તેને હાલ લંડનના કેન્સિંગ્ટન પેલેસમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. આ એક્ઝિબિશન ગુરુવારથી શરૂ થયું છે અને એ 2 જાન્યુઆરી 2022 સુધી ચાલશે. આ ડ્રેસમાં ફેરિટેલ ઈમેજ આપવાની કોશિશ કરાઈ હતી. પ્રિન્સેસ ડાયેનાનો આ ડ્રેસ ફેશન ડિઝાઈનર ડેવિડ અને એલિઝાબેથ ઈમેન્યુઅલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં લગ્ન સમયે બદલાવેલો અન્ય ડ્રેસ પણ મૂકવામાં આવ્યો છે. પ્રિન્સેસ ડાયેના અને પ્રિન્સ ચાર્લ્સના લગ્ન પછી 1992માં આ યુગલના સંબંધોમાં તિરાડ પડી અને 1996માં છૂટાછેડા થયા. એ પછી 1997માં પેરિસમાં એક કાર અકસ્માતમાં પ્રિન્સેસ ડાયેનાનું મૃત્યુ થયું હતું.

નેચરલ વર્લ્ડ ફોટોગ્રાફી કોન્ટેસ્ટની વિજેતા તસવીરો

અન્ડરવોટર કેટેગરીમાં ફાઇનલિસ્ટ રહેલી આ તસવીર એન્ટાર્કટિકાની છે. એ અમોસ નાચૌમે લીધી છે. તેઓ જણાવે છે કે લેપર્ડ સીલ માછલીઓ, ઓક્ટોપસ, કરચલાં અને પેંગ્વિન બધું જ ખાય છે. હું માત્ર પ્રાર્થના કરી રહ્યો હતો.

લાઉની બ્લૂ કોર્નર રીફની આ તસવીર અન્ડરવોટર કેટેગરીમાં વિજેતા બની. તે યુંગ-સેન-વૂએ ક્લિક કરી છે. તેમણે જણાવ્યું કે 5 દિવસ સુધી માછલીઓનો ભરોસો જીત્યા બાદ તેઓ આ નજારો કેમેરામાં કેદ કરી શક્યા.
લાઉની બ્લૂ કોર્નર રીફની આ તસવીર અન્ડરવોટર કેટેગરીમાં વિજેતા બની. તે યુંગ-સેન-વૂએ ક્લિક કરી છે. તેમણે જણાવ્યું કે 5 દિવસ સુધી માછલીઓનો ભરોસો જીત્યા બાદ તેઓ આ નજારો કેમેરામાં કેદ કરી શક્યા.
નિકોલસ રેઉસેન્સની આ તસવીર પક્ષીઓની કેટેગરીમાં ફાઇનલિસ્ટ બની છે. ઇક્વાડોરમાં તલવાર જેવી ચાંચવાળા હમિંગબર્ડ મોટી સંખ્યામાં છે. નિકોલસ કહે છે, ‘હમિંગબર્ડના બચ્ચાંની ટ્રેનિંગ મેં નજીકથી જોઇ છે.’
નિકોલસ રેઉસેન્સની આ તસવીર પક્ષીઓની કેટેગરીમાં ફાઇનલિસ્ટ બની છે. ઇક્વાડોરમાં તલવાર જેવી ચાંચવાળા હમિંગબર્ડ મોટી સંખ્યામાં છે. નિકોલસ કહે છે, ‘હમિંગબર્ડના બચ્ચાંની ટ્રેનિંગ મેં નજીકથી જોઇ છે.’

2021ના બિગ પિક્ચર નેચરલ વર્લ્ડ ફોટોગ્રાફી કોન્ટેસ્ટના વિજેતાઓની જાહેરાત થઇ ચૂકી છે. ઓનલાઇન મેગેઝિન બાયોગ્રાફિક્સ તથા કેલિફોર્નિયા એકેડમી ઑફ સાયન્સ સાથે મળીને દર વર્ષે આ કોન્ટેસ્ટનું આયોજન કરે છે. આ વર્ષે એન્ટ્રી તરીકે એવી તસવીરો મગાવાઇ હતી કે જે પૃથ્વીની જૈવ વિવિધતા તથા પ્રાકૃતિક વિશ્વ માટે વધતા જોખમો દર્શાવતી હોય.

15 જંગલી હાથીઓને શહેરમાં આવતા રોકવા મથામણ

ચીનના એક શહેરના લોકો હાલ ભયભીત છે. ના, એ લોકો કોરોનાથી નહીં પણ 15 જંગલી હાથીથી ડરી રહ્યા છે. ચીનનું એક શહેર છે કુનમિંગ, જેની વસતિ 70 લાખ છે. ચીનના એક નેચર રિઝર્વમાંથી નાસીને 500 કિમીનું અંતર કાપીને 15 જંગલી હાથીનું એક ઝૂંડ આ શહેરની સાવ નજીક પહોંચી ગયું છે. ચીનના અધિકારીઓ હવે માણસો સાથે આ પ્રાણીઓને પણ હેમખેમ રાખવાની મથામણ કરી રહ્યા છે. આ તમામ જંગલી હાથીઓ તેના માર્ગમાં જે કંઈ આવે તેની તોડફોડ કરી રહ્યા છે. અનેક જગ્યાએ ટ્રાફિકજામની સ્થિતિ સર્જી તો કેટલાકના ઘરની બારીઓમાંથી સૂંઢ નાખીને ખાંખાંખોળા પણ આ હાથીઓ કરી રહ્યા છે.

ઈલેક્ટ્રિક કારને મળશે હવે હરીફ

ઈલેક્ટ્રિક બોટ બનાવતી કંપની એડવાન્સ્ડ સોલ્યુશન્સ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ઓફ ઈનોવેશન સ્ટીફન વાન ડિક.
ઈલેક્ટ્રિક બોટ બનાવતી કંપની એડવાન્સ્ડ સોલ્યુશન્સ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ઓફ ઈનોવેશન સ્ટીફન વાન ડિક.

ઈલેક્ટ્રિક કારની વાતો તો છેલ્લા ઘણા સમયથી જોરશોરથી ચાલી રહી છે અને હવે ઈલેક્ટ્રિક કાર બજારમાં પણ પ્રવેશવા લાગી છે, પરંતુ હવે ઈલેક્ટ્રિક કારને પણ હરીફાઈનો સામનો કરવાનો છે, કેમ કે હવે ઈલેક્ટ્રિક બોટ પણ આવી ગઈ છે. એમ્સ્ટરડમમાં ઈલેક્ટ્રિક બોટથી જળમાર્ગે સફર કરી શકાય છે. અહીં 100 કિમીનો જળમાર્ગ છે, જેમાં એડવાન્સ્ડ સોલ્યુશન્સ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ઈલેક્ટ્રિક બોટ ઉતારવામાં આવી છે. જોકે હજુ આ ઈલેક્ટ્રિક બોટનું પ્રોટોટાઈપ હોવાનું કંપનીના ડિરેક્ટર ઓફ ઈનોવેશન સ્ટીફન વાન ડિકે કહ્યું હતું.