ભોજન કરાવતી વ્યક્તિનાં અંતિમ દર્શને પહોંચ્યા કપિરાજ:મૃતકનું માથું ચૂમ્યું, હાથ પકડીને ઉઠાવવાનો કર્યો પ્રયાસ, શ્વાસ પણ ચેક કરતો રહ્યો!, જુઓ VIDEO

એક મહિનો પહેલા

માણસ અને જાનવરનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. જ્યારે બંને એકબીજાને દિલથી પસંદ કરવા લાગે છે તો તેમના માટે પોતાનો જીવ પણ આપી શકે છે. માણસના મનમાં ભલે કોઈ ચાલાકી કે ખરાબ વિચાર આવે, પરંતુ જાનવરોની અંદર એવું ક્યારે નથી થતું. જો તમે તેમને ખાવાનું આપશો તો એ તમને બધું જ માની લેશે. આ વાતનો પુરાવો હાલમાં જ શ્રીલંકાના બટ્ટિલકોઆમાં જોવા મળ્યો. શ્રીલંકામાં એક અંતિમસંસ્કારનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક વાનર પાર્થિવ શરીરની પાસે બેઠેલો નજરે આવી રહ્યો છે.

મૃતકના માથાને ચૂમ્યું, શ્વાસ પણ ચેક કરતો રહ્યો!

આ વીડિયો ઘણો ભાવુક કરી દેનારો છે. આ વીડિયોમાં એક વાનર અંતિમસંસ્કારમાં પાર્થિવ શરીર પાસે બેસેલો છે અને તેને ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. જાનવરનો પ્રેમ તે લોકો પ્રત્યે ખૂબ હોય છે, જે તેમને ભોજન આપે છે, પછી ભલે તે તેમના માલિક હોય કે પછી અજાણ્યા થઈને ખાવાનું આપવાનું કામ કરે છે. આ વાનરે પણ એવું જ કર્યું. વાનર મૃતકની પાસે જઈને બેસી ગયો હતો. બાદમાં વાનર અનેક વખત મૃતકના ચહેરા પર હાથ લગાવે છે. તેના માથાને ચૂમે છે. મૃતદેહ પરના સફેદ કપડાં અને ફૂલ-માળા હટાવવાનો પણ પ્રયાસ કરે છે. શ્વાસ પણ ચેક કરતો હોય એવું લાગી રહ્યું હતું.

વાનરને ભોજન આપનારી વ્યક્તિનું મોત

આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, અનેક મીડિયા પ્લેટફોર્મ્સે પણ આની પોસ્ટ કરી છે. ચાલો... તમને આ વીડિયોનું બેકગ્રાઉન્ડ જણાવી દઈએ. માહિતી અનુસાર, આ વીડિયો શ્રીલંકાનો છે. અહીં બાટ્ટીકોલોઆના રહેવાસી 56 વર્ષના પીથંબરમ રાજનનું નિધન 17 ઓક્ટોબરે થઇ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. પીથંબરમ હંમેશાં એક વાનરને ભોજન આપતા હતા. જ્યારે તે વાનરે તેમને મૃત જોયા તો તેની પ્રતિક્રિયા ઘણી ચોંકાવનારી હતી, જેને જોઇને લોકો પણ અચંબામાં પડી ગયા અને ભાવુક પણ.

પાર્થિવ શરીરની પાસે બેસી ગયો વાનર

વીડિયોમાં વાનર પાર્થિવ શરીરની પાસે બેસેલો છે અને તેમને સ્પર્શી રહ્યો છે. એવું લાગી રહ્યું છે જાણે તે તેને ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વાનર ખૂબ ધ્યાનથી આ મૃત વ્યક્તિને જોઈ રહ્યો છે. ત્યાં હાજર લોકો પણ વિચારમાં પડી ગયા અને એનો વીડિયો પણ બનાવી રહ્યા છે. પરિવારે જણાવ્યું કે વાનર ઘણા સમય સુધી વ્યક્તિની પાસેથી હટવાનું નામ નહોતો લતો. જ્યારે એને ખબર પડી ગઇ કે તે શ્વાસ નથી લઇ રહ્યા, ત્યારે તે ત્યાંથી હટ્યો.

અન્ય સમાચારો પણ છે...