• Gujarati News
  • International
  • King Charles Reportedly Told Prince Harry Meghan Markle Was ‘Not Welcome’ At Balmoral For Elizabeth Last Rites

અંતિમ ઘડીએ મહારાણીને નહીં મળી શકે મેગન:પ્રિન્સ ચાર્લ્સે પુત્ર હેરીને તેની પત્ની વિના આવવા કહ્યું, નજીકના લોકોને જ મળી એન્ટ્રી

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનની મહારાણી એલિઝાબેથના મૃત્યુની જાણ થતાં પ્રિન્સ હેરી એકલા સ્કોટલેન્ડના બાલમોરલ કેસલ પહોંચ્યા છે. પત્ની મેગન માર્કલ સાથે ન હતી. ત્યારથી પ્રશ્નો ઉભા થયા કે મહારાણી એલિઝાબેથની છેલ્લી ક્ષણે મેગન કેમ મળવા ન આવી. ધ સનના અહેવાલ મુજબ, કિંગ ચાર્લ્સ-III ઇચ્છતા ન હતા કે તેમના બીજા પુત્રની પત્ની શાહી પરીવારમાં જોડાય.

મેગનનું સ્વાગત નહીં થાય
રિપોર્ટ મુજબ, ચાર્લ્સે હેરીને કહ્યું હતું કે મેગન માટે આ દુઃખની ઘડીમાં આવવું યોગ્ય નથી. હેરીને કહેવામાં આવ્યું કે તેના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમની પત્ની કેટ પણ બાલમોરલ કેસલ જવાની નથી. ચાર્લ્સે સ્પષ્ટ કર્યું હતું કે મેગનનું સ્વાગત કરવામાં આવશે નહીં.

પ્રિન્સ વિલિયમની પત્ની કેટ બાળકો સાથે ઇંગ્લેન્ડમાં હતી, જ્યારે રાણીની માંદગીના સમાચાર મળ્યા, તે પણ બાલમોરસ કેસલ ગઈ ન હતી.
પ્રિન્સ વિલિયમની પત્ની કેટ બાળકો સાથે ઇંગ્લેન્ડમાં હતી, જ્યારે રાણીની માંદગીના સમાચાર મળ્યા, તે પણ બાલમોરસ કેસલ ગઈ ન હતી.

પ્રિન્સ હેરી એકલા મળવા આવ્યા
ધ સનના અહેવાલ મુજબ, હેરી સ્કોટલેન્ડ જવા માટે એકલો એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યારે પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ એન્ડ્રયુ, પ્રિન્સ એડવર્ડ અને તેમની પત્ની સોફી એક જ કારમાં સાથે એરપોર્ટ પર પહોંચ્યા હતા. કારમાં જગ્યા હતી. જો તેઓ ઇચ્છતા તો તેઓ પ્રિન્સ હેરીને સાથે લઇ જઇ શક્યા હોત. એટલું જ નહીં, પ્રિન્સ હેરીને એક જ પ્લેનમાં સાથે બેસવાની પણ ના પાડી દેવામાં આવી હતી. આ પછી હેરી પ્રાઈવેટ જેટ દ્વારા બાલમોરલ કેસલ પહોંચ્યો હતો. ત્યાં સુધીમાં રાણી એલિઝાબેથનું નિધન થઈ ગયું હતું. આ પછી તે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા લંડન પહોંચ્યો હતો.

હેરી પત્ની માટે શાહી પરિવારથી અલગ થયો
પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ ડાયનાનો નાનો પુત્ર પ્રિન્સ હેરીએ પત્ત્ની મેગન સાથે 9 જાન્યુઆરી 2020ના રોજ શાહી પરિવારથી છૂટો પડ્યો. ત્યારબાદ તે બંને બ્રિટનથી અમેરિકા જતાં રહ્યાં. પ્રિન્સ હેરી અને મેગને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, શાહી પરિવારથી અલગ થવું ખૂબ જ મુશ્કેલ અનુભવ હતો. બીજી તરફ, હેરીની માતા પ્રિન્સેસ ડાયનાને પણ આવો જ અનુભવ થયો હતો.

પ્રિન્સ હેરી અને મેગને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, શાહી પરિવાર ઇચ્છતો ન હતો કે તેમનો પુત્ર આર્ચી પ્રિન્સ બને. કારણ કે જન્મ પહેલા તેમને ડર હતો કે તેનો રંગ કાળો તો નહીં હોય.
પ્રિન્સ હેરી અને મેગને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, શાહી પરિવાર ઇચ્છતો ન હતો કે તેમનો પુત્ર આર્ચી પ્રિન્સ બને. કારણ કે જન્મ પહેલા તેમને ડર હતો કે તેનો રંગ કાળો તો નહીં હોય.

હેરીએ કહ્યું કે, હું વિચારી પણ નથી શકતો કે, તેની માતાની હાલત કેટલી ખરાબ હશે. હેરીની પત્ત્ની મેગન ફિલ્મ સ્ટારની સાથે નોન-બ્રિટિશ પણ હતી. તેની જીવનશૈલીના કારણે મેગનને શાહી પરિવારના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ કારણસર હેરી તેના પરિવારથી દૂર થઈ ગયો.

અન્ય સમાચારો પણ છે...