તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિમ જોંગ ઉનની બહેન પણ બની ક્રૂર:સિનિયર અધિકારીને ગોળી મારી ઠાર કર્યો, કહ્યું- વિરોધ કરશો તો આ જ પરિણામ આવશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિમ યો જોંગના નિર્ણયોનો પણ હવે વિરોધ શરૂ થયો છે. - Divya Bhaskar
કિમ યો જોંગના નિર્ણયોનો પણ હવે વિરોધ શરૂ થયો છે.
  • કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે દેશમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે

નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉનની બહેન ક્રૂરતાના મામલે તેમના ભાઈને પણ પાછળ છોડતી દેખાઈ રહી છે. અમેરિકાને જાહેરમાં ધમકી આપનાર કિમ યો જોંગે તેમના દેશમાં સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવનાર લોકોનું મોઢું બંધ કરવા માટે ખૂબ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. કિમ યો જોંગે દેશમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત કિમ યો જોંગે એક સિનિયર અધિકારીને ગોળી મારીને ઠાર કરવાનો આદેશ આપ્યો છે. આ ક્રૂર નિર્ણયને કારણે દેશમાં ડરનું વાતાવરણ ઊભું થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કિમ યો જોંગે સરકારી એજન્સીઓમાં સફાઈ અભિયાન અંતર્ગત ઘણા સિનિયર અધિકારીઓને ગોળી મારવાનો આદેશ આપ્યો છે.

રેડિયો ફ્રી એશિયા (RFA)એ બે નોર્થ કોરિયાઈ અધિકારી તરફથી કહ્યું હતું કે દેશમાં આ સમયે એક સિનિયર અધિકારીને ગોળીથી ઠાર કરવાનો મુદ્દો ચર્ચામાં છે. જોકે પ્યોંગયાંગમાં મારવામાં આવેલા આ અધિકારીની હજી સુધી ઓળખ કરવામાં આવી નથી. જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે કિમ જોંગ ઉનની બહેનના કહેવાથી જ આ અધિકારીને ગોળી મારવામાં આવી છે.

કિમ યો જોંગે અત્યારે સરકારી એજન્સીઓમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે.
કિમ યો જોંગે અત્યારે સરકારી એજન્સીઓમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે.

ગયા વર્ષે પણ ગોળીઓથી ઠાર કરવામાં આવ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે નવેમ્બરમાં પણ કિમ યો જોંગે આવો જ ક્રૂર આદેશ આપ્યો હતો. સોનાની દાણચોરી વિશેની માહિતી સેન્ટ્રલ પાર્ટીને આપવામાં આવી હતી. ત્યાર પછી ડિસેમ્બરમાં સીમા સેનાના 10 સુરક્ષા અધિકારીને ગોળીઓથી ઠાર કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત નવ લોકોને આજીવન કેદની સજા આપવામાં આવી છે.

વિરોધના સૂર દબાવવાના પ્રયત્નો
કિમ યો જોંગ તેમની સત્તાને પડકાર આપતા અધિકારીઓની માહિતી ભેગી કરી રહી છે. તેણે તેના ભાઈને પણ જણાવી દીધું છે કે જે પણ વિરોધ કરશે તેને ઠાર કરી દેવામાં આવશે. જોકે આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે કિમ જોંગ ઉનની બહેનના નિર્ણયોનો પણ વિરોધ વધી રહ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે કિમ યો જોંગના આદેશ પર પાર્ટી દરેક અધિકારીઓની સમીક્ષા કરી રહી છે, જેથી વિરોધનો ખ્યાલ આવે. ઘણા અધિકારીઓને મૃત્યુની સજા આપવાની સાથે સાથે ઘણા અધિકારીઓને જેલમાં પણ નાખવામાં આવ્યા છે.

કિમ જોંગ ઉનની પત્ની ગાયબ હોવા વિશે પણ તાનાશાહ પર જ શંકા કરવામાં આવી રહી છે.
કિમ જોંગ ઉનની પત્ની ગાયબ હોવા વિશે પણ તાનાશાહ પર જ શંકા કરવામાં આવી રહી છે.

કિમ જોંગ ઉનની પત્ની એક વર્ષથી ગાયબ
એક્સપ્રેસ ડોટ કો ડોટ યુકેના રિપોર્ટ પ્રમાણે, કિમ જોંગ ઉનની પત્ની રી સોલ-જૂ છેલ્લીવાર 25 જાન્યુઆરી 2020માં જોવા મળી હતી. આ તારીખે તે ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગમાં લૂનર ન્યૂ યરના પર્ફોર્મન્સ દરમિયાન તેના પતિ કિમ જોંગની બાજુમાં જોવા મળી હતી. ત્યાર પછીથી તે કોઈપણ કાર્યક્રમમાં જોવા મળી નથી. રી સોલ જૂને તેની મરજીથી ક્યાંય આવવા-જવાની છૂટ નથી, એટલે સુધી કે તેની એકલીની ઓફિશિયલ ટ્રિપ પણ ના બરાબર જ હોય છે. તે હંમેશા કિમ જોંગ ઉનની સાથે જ જોવા મળે છે. રી સોલ ક્યાં જશે અને ક્યાં નહીં એ પણ પહેલેથી જ નક્કી હોય છે.

નોર્થ કોરિયામાં ઘણી વખત તાનાશાહી જેવાં પગલાં લેવાયાં છે.
નોર્થ કોરિયામાં ઘણી વખત તાનાશાહી જેવાં પગલાં લેવાયાં છે.

કોરોનાના નિયમ તોડનાર સામે પણ લેવાતાં તાલીબાની પગલાં
રેડિયો ફ્રી એશિયાના દાવા પ્રમાણે, ડેલી મેલમાં લખવામાં આવ્યું હતું કે કોરોનાના નિયમોનું ફરજિયાતપણે પાલન કરાવવા માટે 28 નવેમ્બરે કિમ જોંગ ઉનના આદેશથી ઉત્તર કોરિયાની સેનાની એક વ્યક્તિને જાહેરમાં ગોળી મારીને ઠાર કરી દેવામાં આવી હતી. આરોપી મૃતકે કોરોનાના નિયમો તોડીને ચીનથી સામાન લાવતો પકડાઈ ગયો હતો. નોંધનીય છે કે ઉત્તર કોરિયાએ તેમની સીમા માર્ચ 2020થી જ ઓફિશિયલી બંધ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...