રણનીતિ:કિમ જોંગ ઉને જાસૂસોની જાળ બિછાવી દીધી, લેફ્ટ પાર્ટીઓની સહાયથી એજન્ડાને આગળ વધાર્યો

ટોક્યો6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ કોરિયાની આક્રમક કાર્યવાહીમાં જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો

ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનનું સપનું દક્ષિણ કોરિયાની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને ઊથલાવી દેવાનું અને તેને પોતાના દેશમાં સામેલ કરવાનું છે. આ સપનાને પૂર્ણ કરવા માટે કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયામાં રાજકીય સ્તર પર સમર્થકો એકત્રિત કરવાની સાથેસાથે જાસૂસો અને હત્યારાઓની જાળ બિછાવી દીધી છે.

દક્ષિણ કોરિયાએ હાલમાં જ મોટી કાર્યવાહી કરીને આ જાસૂસીનો પર્દાફાશ કર્યો છે. ઇન્ટેલિજન્સ અને પોલીસે સિયોલમાં બળવાખોર શ્રમિક યુનિયન કોરિયન કન્ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન (કેસીટીયુ)ના હેડક્વાર્ટર પર દરોડા પાડ્યા છે. કેસીટીયુના એક નેતાની સામે પણ કાર્યવાહી કરાઇ છે. યુનિયન ઉત્તર કોરિયાના રાજકીય એજન્ડાને આગળ વધારવાની કામગીરીમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે. આ નેતા જેજુ આઇલેન્ડના હતા.

અધિકારીઓનું કહેવું છે કે શંકાસ્પદે 2017માં કમ્બોડિયાની યાત્રા કરી હતી, જ્યાં તેમની મુલાકાત ઉત્તર કોરિયાની જાસૂસી એજન્સીના અધિકારીઓ સાથે થઇ હતી. આ અધિકારીને લોકોની ભરતી કરીને નેટવર્ક ઊભાં કરવાની , ગુપ્ત સંદેશા મોકલવાની અને મેળવવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, સાત વર્ષ સુધી તેમની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવા પુરાવા એકત્રિત કરાયા છે.

હજારોની સંખ્યામાં કિમના જાસૂસ હોવાની આશંકા
કોરિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિબરલ ડેમોક્રેસી મુજબ 2011-17ની વચ્ચે જાસૂસીના 26 કેસ પકડી પાડવામાં આવ્યા હતા. 2017થી 2020 વચ્ચે માત્ર ત્રણ કેસ સામે આવ્યા હતા. એક અધિકારીના કહેવા મુજબ 50 હજાર એજન્ટ કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...