અફઘાનિસ્તાન:બાળકો બ બુલેટનો બ, લ લેન્ડમાઇનનો લ શીખી રહ્યાં છે...

કાબુલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યાને 100 દિવસ થવાના છે ત્યારે દક્ષિણ હેલમંડ પ્રાંતમાં નાદ-એ-અલી સહિત ઘણાં ગામ એવાં છે કે જ્યાં બાળકો ભણવાના બદલે જીવ બચાવવાની તાલીમ લઇ રહ્યાં છે. તેમને હથિયારો, મિસાઇલ સેલ અને લેન્ડ માઇન્સની ઓળખ કરતા શીખવવામાં આવે છે.

તાલિબાનનો છેવટ સુધી મુકાબલો અહીંના લોકોએ જ કર્યો. તાલિબાન હાવી થયું તો જીવ બચાવવા સ્થાનિકો ગામ છોડીને સપરિવાર ભાગી ગયા હતા. હવે તેઓ પાછા ફર્યા છે. ગામની સ્કૂલો અને ઘરો મોર્ટાર અને ગોળીઓથી વીંધાયેલાં છે. મકાનો ખંડેર બની ગયાં છે.

લોકોએ મજબૂરીવશ આ ખંડેરોમાં રહેવું પડે છે. તેમને શંકા છે કે મેદાનોમાં અને રસ્તામાં તાલિબાન આતંકીઓએ લેન્ડ માઇન્સ બિછાવી હશે. તેથી તેઓ લેન્ડ માઇન્સ અને જમીનમાં દટાયેલા વિસ્ફોટકોના અવશેષો શોધી રહ્યા છે.

બાળકો અને મહિલાઓ આ લેન્ડ માઇન્સની ઝપટમાં ન આવે તે માટે તેમને માહિતી અપાઇ રહી છે. જેટલા વિસ્તારોમાં સર્ચિંગ થઇ ચૂક્યું છે તેમને સફેદ-લાલ પથ્થરોથી ચિહનિત કરાઇ રહ્યા છે. સફેદનો અર્થ છે- તે જગ્યા સુરક્ષિત છે જ્યારે લાલ નિશાન જે-તે સ્થળે વિસ્ફોટક સુરંગો હોવાનો સંકેત આપે છે. 1988થી આ સુરંગો અને ન ફૂટેલા વિસ્ફોટકોથી 41 હજાર લોકોનાં મોત થઇ ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...