ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આજે એક હિંદુ મંદિર પર હુમલો થયો છે. જેમાં ખાલિસ્તાનીઓએ BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરીને તોડફોડ કરી હતી. 'ધ ઓસ્ટ્રેલિયા ટુડે'ના જણાવ્યા પ્રમાણે આ ઘટના આજે સવારે બની છે.
મંદિરો પર હિંદુ વિરોધી લખાણો લખ્યા
'ધ ઓસ્ટ્રેલિયન ટુડે'ના જણાવ્યા પ્રમાણે સ્વામિનારાયણ મંદિરને નુક્સાન પહોંચાડ્યું હતું. આ પછી મંદિરોના દિવાલ પર હિંદુ વિરોધ લખાણો લખ્યા હતા. આ ઉપરાંત ખાલિસ્તાનીઓએ આતંકવાદી ભિંડરવાલાને શહીદ ગણાવીને તેને હીરો ગણાવ્યો હતો.
મકરંદ ભગવતે કહ્યું- પગલાં લેવાશે
હિંદુ કાઉન્સિલ ઑફ ઓસ્ટ્રેલિયા, વિક્ટોરિયાના અધ્યક્ષ મકરંદ ભગવતે 'ધ ઓસ્ટ્રેલિયન ટુડે'ને કહ્યું હતું કે આવા તત્વોની સામે પગલાં લેવાશે. અમે આ કાર્યને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અમે આને વિક્ટોરિયલ મલ્ટી કલ્ચરલ કમિશન અને મલ્ટી કલ્ચરલ પાસે આ મુદ્દાને ઊઠાવિશું. કારણ કે આ પ્રકારની ઘટના ખૂબ જ આઘાતજનક છે.
સ્વામિનારાયણ સંસ્થા, ઓસ્ટ્રેલિયાએ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું
ઓસ્ટ્રેલિયામાં સ્વામિનારાયણ સંસ્થાએ આ હુમલા વિશે સ્ટેટમેન્ટ આપ્યું છે. જેમાં તેઓએ લખ્યું હતું કે 'અમે મંદિર બહાર લખાયેલા ભારત વિરોધી લખાણોને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.' તો વિક્ટોરિયા સરકારના મેમ્બર ઑફ મિલ પાર્ક અને મિનિસ્ટર લીલી ડિ'એમ્બ્રોસિઓએ કહ્યું હતું કે આવા હુમલાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.