ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાની ઘટનાઓ પછી ખાલિસ્તાન સમર્થકોઓ ભારતીય પર હુમલાની ધમકી આપી છે. આ બધુ ઓવા સમયે થઈ રહ્યો છે, જ્યારે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પીઓમ ઓન્થની અલ્બનીઝે ભારતના પ્રવાસ દરમિયાન ખાતરી આપી હતી કે, હિંદુ મંદિરો પર હુમલો કરનારા માટે ઓસ્ટ્રેલિયામાં કોઈ જગ્યા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ અલ્બનીઝ સામે મંદિર પર થઈ રહેલા હુમલાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરમાં ખાલિસ્તાન સમર્થકોઓ બુધવારે ખાલિસ્તાન રિમમ્બરેન્સ રેલી કરવા અને બ્રિસ્બેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના ઘેરાવની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય પત્રકારોને ધમકી આપતા પોસ્ટર લગાવ્યા છે. ખાલિસ્તાન સમર્થકોઓ 19 માર્ચના રોજ બ્રિસ્બેનમાં રેફરેન્ડમની પણ જાહેરાત કરી છે.
ભારતીય પર હુમલાની ધમકી પાછળ SJFનો હાથ
ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર હુમલાની ધમકી પાછળ SJFનો હાથ છે. ભારતમાં આતંકવાદી તરીકે જાહેર આ સંગઠનના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુએ એક વીડિયો પણ બહાર પાડ્યો છે. તેમાં ભારતીય ઉચ્ચાયુક્ત મનપ્રીત વોહરા સહિત ભારતીય પત્રકાર જિતાર્થ જય ભારદ્વાજ, અમિત સરવાલ અને પલ્લવી જૈનને પણ ધમકી આપી છે.
પોલીસ કાર્યવાહી નથી કરી રહી
ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલો અને રેફરેન્ડમ દરમિયાન ભારતીયો પર હુમલાની ઘટનાઓની પોલીસને ફરિયાદ કરવામાં આવે છે, છતાંય કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. સૂત્રોનું કહેવું છે કે, પોલીસ કેસ તો દાખલ કરી લે છે, પરંતુ રાજકીય દબાણના કારણે કોઈની ધરપકડ નથી કરતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.