કેરળમાં મંગળવારે પેરાગ્લાઇડિંગ દરમિયાન એક દુર્ઘટના ટળી. તિરૂવનંતપુરમના વર્કલામાં પેરાગ્લાઇડિંગ કરતી સમયે એક મહિલા(28) અને તેનો પુરૂષ ટ્રેનર (50) એક 50 ફૂટ ઊંચા ઇલેક્ટ્રિક પોલમાં ફસાઇ ગયાં. બે કલાકની જહેમત બાદ બંનેને નીચે ઉતારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બંને સુરક્ષિત છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જોઈ શકાય છે કે બંને પેરાગ્લાઈડિંગ કરી રહ્યા છે. ઉતરતી વખતે તેનું પેરાશૂટ ઈલેક્ટ્રીક પોલ સાથે ગુંચવાઈ ગયું. પોલની ટોચ પર ઘણી હાઈ-વોલ્ટેજ લાઈટો છે અને બંને પેરાગ્લાઈડર 50 ફૂટથી વધુ ઊંચા પોલ પર લટકી રહ્યાં છે. મળતી માહિતી મુજબ, આ ઘટના વર્કલાના પાપનાસમ બીચ પર બની હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બંને પેરાગ્લાઇડિંગ કરી રહ્યા છે. લેન્ડિંગ દરમિયાન તેમનું પેરાશૂટ વીજળીના એક થાંભલામાં અટકી ગયું. થાંભલા ઉપર અનેક હાઈ-વોલ્ટેજ લાઇટ લાઇટ લાગેલી છે અને બંને પેરાગ્લાઇડર લગભગ 50 ફૂટથી વધારે ઊંચા પોલ ઉપર લટકેલાં છે. જાણકારી પ્રમાણે, ઘટના વર્કલામાં પાપનાશમ વચ્ચેની છે.
બે કલાક સુધી પોલ ઉપર લટકેલાં રહ્યા
ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા પ્રમાણે, બંનેને રેસ્ક્યૂ કરવા માટે ઘટના સ્થળે ફાયર ડિપાર્ટમેન્ટની ગાડીઓ પહોંચી હતી, પરંતુ તેમના સુધી પહોંચવા માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસે તેટલી લાંબી સીડી હતી નહીં. આ જ કારણ છે કે બંને લગભગ 2 કલાક સુધી પોલ ઉપર લટકેલાં રહ્યાં.
પોલીસે જણાવ્યું કે સાવધાની માટે પોલની નીચે ગાદલા અને જાળીઓ રાખવામાં આવ્યા હતાં. આકરી કોશિશ પછી મહિલા અને પેરાગ્લાઇડિંગ ટ્રેનરને બચાવી લેવામાં આવ્યા છે. બંનેને વર્કલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ હાલ ઠીક છે.
પહેલાં પણ પેરાગ્લાઇડિંગ દરમિયાન દુર્ઘટનાઓ બની ચૂકી છે
આવું પહેલીવાર નથી કે જ્યારે પેરાગ્લાઇડિંગ દરમિયાન દુર્ઘટના બની હોય. ગયા વર્ષે 24 કલાકની અંદર પેરાગ્લાઇડિંગની બે અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોનું મોત થઈ ગયું હતું. ગુજરાતના મહેસાણા જિલ્લામાં પેરાગ્લાઇડિંગ દરમિયાન દક્ષિણ કોરિયાના એક 50 વર્ષના વ્યક્તિનું નીચે પડવાથી મોત થયું હતું. ત્યાં જ, મહારાષ્ટ્રના એક 30 વર્ષના ટૂરિસ્ટનું હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લાના ડોભી વિસ્તારમાં પેરાગ્લાઇડિંગ દરમિયાન મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.