ભાસ્કર વિશેષ:સકારાત્મક તણાવથી આપણું મગજ યુવા રહે અને ઘડપણ સારી રીતે પસાર થાય છે

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સકારાત્મક તણાવની અસર પર થયું રિસર્ચ

ભાગદોડવાળા જીવનમાં દરરોજ નાના-નાના તણાવો સારા હોય છે. તેનાથી મગજ યુવા રહે છે અને વૃદ્વાવસ્થા સારી રીતે પસાર કરવામાં મદદ મળે છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં આ ખુલાસો થયો છે. અગાઉ 1990ના દાયકામાં આ પ્રકારના તણાવને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવતો હતો, પરંતુ પહેલી વાર ફિરદોસ ડાભર નામના એક અમેરિકન મનોચિકિત્સકે ન્યૂયોર્કની રોકફેલર યુનિવર્સિટીના એક સંશોધકની સાથે આ સંદર્ભે રિસર્ચ કર્યું.

નાના-નાના તણાવ આપણી ઇમ્યુન સિસ્ટમ પર સકારાત્મક અસર કરે છે. આધુનિક દુનિયા માટે કેટલાક અંશે તણાવ જરૂરી છે. ઉદાહરણ તરીકે કોઇ એથ્લીટને આગામી દોડને લઇને થોડો તણાવ હોય તે જરૂરી છે. તેનાથી હૃદય અને સ્નાયુઓને મજબૂતી મળે છે અને પરફોર્મન્સ સુધરે છે. આંશિક માનસિક અને શારીરિક તણાવથી લોહીમાં ઇન્ટરલ્યુકિન નામનું રસાયણ બને છે. જે ઇમ્યુન સિસ્ટમને સક્રિય કરે છે જે સંક્રમણ સામે લડવામાં મદદરૂપ બને છે.

વ્યાયામથી મગજનું સંકોચન 4 વર્ષ સુધી ઘટે છે
મગજનો આકાર 40 વર્ષ બાદ એક દાયકામાં લગભગ 5%ના દરે ઘટે છે. 70ની ઉંમર બાદ ઘટાડાનો દર વધે છે. મગજનું આ સંકોચન વ્યાયામ કરતાં વૃદ્વોમાં 4 વર્ષ સુધી ઘટી જાય છે.

અન્ય સમાચારો પણ છે...