તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાહસ:14 વર્ષની કેટીએ બોટમાં બે મહિનામાં 2900 કિ.મી.નો પ્રવાસ કર્યો, સોલો ટ્રાવેલ કરનારી બ્રિટનની સૌથી નાની યુવતી

લંડન21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ 26 ફૂટ લાંબી હોડીમાં સફર કરી અનોખો રેકોર્ડ બનાવ્યો

દુનિયામાં મોટા ભાગના કિશોરો પોતાનો સમય મોબાઈલ ફોનમાં, રમવામાં કે ઘરમાં વિતાવે છે ત્યારે 14 વર્ષીય કેટી મેકકૈબેએ એકલપંડે હોડીમાં સફરનો વિશ્વવિક્રમ બનાવ્યો છે. તેણે બ્રિટનની ચારેય તરફ 26 ફૂટ લાંબી લાકડાની હોડીમાં 1600 નોટિકલ માઈલ એટલે કે 2900 કિ.મી.નું ચક્કર માર્યું છે.

પહેલાં આ રેકોર્ડ 15 વર્ષના ટિમોથી લૉન્ગના નામે હતો, જે એક વર્ષ પહેલાં જ સર્જાયો હતો. કેટી કહે છે કે આ સફરની શરૂઆત મેં 30 જૂને કરી હતી. આશરે બે મહિનાની આ રોમાંચક સફરમાં મુશ્કેલીઓનો સામનો કરવામાં મને મારા પિતા ડેવિડે મદદ કરી હતી. તેમણે જ મને દરેક મુશ્કેલીનો સામનો કરતા શીખવ્યું છે. સૌથી વધુ મુશ્કેલીઓ રાતના સમયે આવતી.

સ્કોટલેન્ડમાં તો 170 નોટિકલ માઈલ પાર કરવા સતત 32 કલાક લાંબો પ્રવાસ કરવો પડ્યો. ત્યાં 3 મીટર ઊંચા મોજાંથી મારો જીવ પણ જોખમમાં મુકાઈ ગયો હતો. કેટી તેના પિતાનો આભાર માનતા કહે છે કે મારા પિતા હોડી બનાવવાના વ્યવસાયમાં છે. મારાં માતા-પિતાને સમુદ્ર સફરનું ઝનૂન છે. આ જ કારણથી બંનેએ લગ્ન પછી એટલાન્ટિક પાર કરવાની યોજના બનાવી હતી.

આ માટે તેમણે બોટ ટ્રિપનો વ્યવસાય પણ વેચી દીધો હતો. પછી તેમણે 14 હજાર માઈલની સફર પૂરી કરી. તેમના ઝનૂનના કારણે મેં પણ આવુ કંઈક કરવા વિચાર્યું. આ માટે એક વર્ષ મહેનત કરીને એક ભંગાર હોડી ફરી બનાવી. તે 1950માં મોર્ગન જાઈલ્સે બનાવી હતી.

દેખરેખ રાખવા મારા પિતા પાછળ બીજી હોડીમાં હતા
કેટીએ કહ્યું કે મારા પિતા ડેવિડ આ પ્રવાસને લઈને બહુ ચિંતિત હતા. તેથી તેઓ બીજી એક હોડીમાં પાંચ માઈલ દૂર મારી પાછળ રહેતા હતા. હું ગરમીના દિવસોમાં પ્રવાસે નીકળી હતી, જે ઘણું પડકારજનક હતું. ગરમીના દિવસોમાં સમુદ્ર ખૂબ ખતરનાક બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...