તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Kamala Harris, The First Woman Vice President Of The United States Of America Of Indian Descent, Said: "Dream With Ambition, Move Forward With Confidence, Go On The Road That Is Not Easy."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ ભાષણ:અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ ભારતીય મૂળના કમલા હેરિસે કહ્યું- મહત્ત્વકાંક્ષાની સાથે સ્વપ્ન જુઓ, વિશ્વાસથી આગળ વધો, સરળ ન હોય એ રસ્તા પર જાવ

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
જીત બાદ પ્રથમ ભાષણ આપી રહેલા કમલા હેરિસ તથા કમલા હેરિસે તેમની માતા સાથેની તસવીર મધર્સ ડે પર પોસ્ટ કરી હતી.

ભારતીય માતાના અમેરિકી સંતાન કમલા હેરિસ પ્રથમ એવા મહિલા છે જે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેવા ટોચના પદ પર પહોંચ્યા છે આ ઈતિહાસ રચ્યા પછી હવે તેમણે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના ભવિષ્યને ઘડવાનું નક્કી કર્યું છે. તેનો સંકેત ચૂંટણી પરિણામની સ્થિતિ સ્પષ્ટ થયા પછી તેમને આપેલા પ્રથમ ભાષણમાં મળ્યો. તેમણે કહ્યું...

સાંસદ જ્હોન લેવિસે દુનિયા છોડતા પહેલા લખ્યું હતું કે લોકતંત્ર કોઈ અવસ્થા નથી. આ એક સતત પ્રક્રિયા છે. તેનો અર્થ એ હતો કે લોકતંત્રમાં કોઈ ગેરંટી નથી. તેના માટે લડવાની આપણી જેટલી ઈચ્છા હશે તેટલો જ તે મજબૂત થશે. લોકતંત્ર આપણી પાસે સંઘર્ષ માંગે છે. બલિદાન માંગે છે. આ પ્રક્રિયામાં એક આનંદ પણ છે અને પ્રગતિ પણ. કારણકે આપણે બધા ભવિષ્ય બનાવવાની તાકાત રાખીએ છીએ.

હું આજે એ મહિલાને યાદ કરી રહી છું જે મારા અહીં સુધી પહોંચવા માટે સૌથી વધુ જવાબદાર છે. મારી માતા શ્યામલા. શ્યામલા ગોપાલન હેરિસ. તે હંમેશાં મારા દિલમાં રહે છે. તે જ્યારે ભારતથી અહીં આવી ત્યારે માત્ર 19 વર્ષની હતી. તેમણે આવી કોઈ ઘટના (કે તેમની પુત્રી ઉપરાષ્ટ્રપતિ બનશે) વિશે વિચાર્યું પણ નહીં હોય પરંતુ તે દિલથી માનતી હતી કે અમેરિકામાં આવું જરૂર થઈ શકે છે. આથી આજે હું તેના વિશે વિચારી રહી છું. હું તેના જેવી તમામ અશ્વેત મહિલાઓ વિશે વિચારી રહી છું. એશિયાઈ, લેટિન, મૂળ અમેરિકી અને શ્વેત પણ કે જેમની અનેક પેઢીઓ અમેરિકી ઈતિહાસમાં ખપી ગઈ. જેમના સમાનતા, આઝાદી અને ન્યાય માટેના સતત સંઘર્ષ પછી આજે આ પળ આવી શકે છે. અશ્વેત મહિલાઓને તો ઘણીવાર અવગણવામાં આવે છે. પરંતુ તેમણે હંમેશાં સાબિત કર્યું છે કે તે આપણા લોકતંત્રની કરોડરજ્જુ છે. આજે એ તમામ મહિલાઓના સંઘર્ષ, તેમના વિચાર, તેમના મજબૂત ઈરાદાના પ્રતિબિંબરૂપે તમારી સામે છું. તેમના ખભા પર સવાર છું. હું આ પદ પર પહેલી મહિલા જરૂર છું.

પરંતુ છેલ્લી નથી. આજે દરેક બાળકી જોઈ રહી છે કે આ સંભાવનાઓનો દેશ છે. હું દરેક બાળક પછી તે છોકરો હોય કે છોકરી તેમને કહેવા માગું છું કે આપણા દેશે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહત્ત્વકાંક્ષાઓ સાથે સપનું જુઓ, દૃઢતાથી આગળ વધો અને પોતાને એવી રીતે જુઓ કે જાણે તમને કોઈ જોઈ શક્યું નથી. અમે દરેક ડગલે તમારો ઉત્સાહ વધારીશું. તમારા માટે તાલી પાડીશું. હું અમેરિકાના લોકોને કહેવા માંગું છું કે તમે કોને મત આપ્યો એનો કોઈ અર્થ નથી. હું તમારા તમામના ઉપરાષ્ટ્રપતિ અને જો રાષ્ટ્રપતિ તરીકે હંમેશા, રોજ તમારા માટે પ્રમાણિક રહીશું. તમે અને તમારા પરિવારજનો માટે વિચારીશું. કારણકે હવે ખરેખર યોગ્ય કામ થયું છે. જરૂરી કામ થયું છે. મહેનતનું કામ થયું છે. સારું કામ થયું છે. રોગચાળાને હરાવવા અને લોકોની જિંદગી બચાવવાનું કામ. આપણા અર્થતંત્રને મજબૂત કરવાનું કામ. સમાજમાંથી રંગભેદ દૂર કરવાનું કામ, પર્યાવરણને પડકારવાનું કામ. દેશને એકસૂત્રમાં બાંધવાનું કામ. પોતાના દેશની આત્મા પર લાગેલા ઘા ભરવાનું કામ...

...આગળનો રસ્તો નિશ્ચિતપણે સરળ નહીં હોય, પરંતુ અમેરિકા તૈયાર છે, હું અને બાઈડેન પણ... મારા માટે આજે સન્માનની વાત છે કે અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બાઈડેનને હું તમારી સમક્ષ રૂબરૂ કરાવી રહી છું ... હું જાણું છું કે સમય પડકારભર્યો હતો. ખાસ કરીને વીતેલા કેટલાક મહિના. દુઃખ, તકલીફ, ચિંતા, સંઘર્ષ આપણે સૌએ જોયો છે. પરંતુ અમે તમારું સાહસ, તમારી ફ્લેક્સિબિલિટી અને તમારી ઉદારતા પણ જોઈ. ચાર વર્ષથી તમે ન્યાય માટે સંઘર્ષ કર્યો. જીવન અને આ ધરતી માટે તમે સંગઠિત થયા. ત્યારપછી તમે મતદાન કર્યું અને સ્પષ્ટ સંદેશ આપ્યો. તમે આશા ચૂંટી. એકતા, શાલીનતા, વિજ્ઞાન અને હા, સત્યને ચૂંટ્યું.

નવા અમેરિકાનો ઉમંગ... 77 વર્ષના બાઈડેન દોડીને મંચ પર આવ્યા, યુવાનોએ ઉષ્માથી સ્વાગત કર્યું
જો બાઈડેને કહ્યું- હું એવો રાષ્ટ્રપતિ બનીશ કે જે લોકોના ઘા ભરે, લોકોને વહેંચવાનું નહીં પણ જોડવાનું કામ કરીશ, હું સમજી શકું છું કે ટ્રમ્પના ટેકેદારો નિરાશ છે, હું પણ ઘણીવાર નિરાશ થયો છું, પરંતુ આપણે એકબીજા સાથે કામ કરવાનું છે. તો જ આગળ વધી શકીશું-

અમેરિકા 5 લાખ ભારતીયોને નાગરિકત્વ આપશે
દાયકાઓથી અમેરિકામાં યોગ્ય દસ્તાવેજ વગર રહેતા ઈમિગ્રન્ટ્સ માટે બાઈડેન વહીવટીતંત્ર એક યોજના શરૂ કરવાનું છે. અમેરિકામાં એક કરોડથી પણ વધુ એવા લોકો છે કે જેઓ ટેકનિકલ કારણોસર ત્યાંનું નાગરિકત્વ મેળવી શક્યા નથી. તેમાં પાંચ લાખ ભારતીય છે. બાઈડેન વહીવટીતંત્ર દર વર્ષે 95 હજાર રેફ્યુજીને શરણ આપે છે. ટ્રમ્પ સરકાર આની વિરુદ્ધમાં હતી. ઈમિગ્રન્ટનો ઝુકાવ બાઈડેન તરફ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો