તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Kabul Airport Blast Pakistan Connection; Afghanistan News | ISIS Terrorist Claims Responsibility For HKAIA Attacks

કાબુલ બ્લાસ્ટનું પાકિસ્તાન કનેક્શન:ISIS-Kનો ચીફ અસલમ ફારુકી પાકિસ્તાની: સ્વીકારી ચૂક્યો છે લશ્કરથી લિન્ક, તાલિબાનના શાસનમાં જેલમાંથી છૂટ્યો

એક મહિનો પહેલા

કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલાનો પાયો પાકિસ્તાન જ છે. 100થી વધારે લોકોના જીવ લેનાર આ બ્લાસ્ટની જવાબદારી ISIS ખુરાસાન એટલે કે ISIS-Kએ લીધી છે. આ આતંકી સંગઠનનો ચીફ માવલાવી અબ્દુલા ઉર્ફે અસલમ ફારુકી છે. ફારુકી પાકિસ્તાની નાગરિક છે અને ખુરાસાનનો ચીફ બનવાની સફરની શરૂઆત ત્યાંથી જ કરી હતી. લશ્કર અને તહરીક જેવાં પ્રતિબંધિત સંગઠનો સાથે પણ જોડાયો. આ વાત તેણે ત્યારે સ્વીકારી જ્યારે અફઘાની એજન્સીઓએ તેની ધરપકડ કરી, એટલે કે કાબુલ એરપોર્ટ બ્લાસ્ટનું મૂળ પાકિસ્તાનમાં જ છે, જાણો કેવી રીતે...

ISIS-Kએ હુમલા પછી આત્મઘાતીની તસવીર જાહેર કરી
હામિદ કરજઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે કાબુલ એરપોર્ટ પર ગુરુવારે સાંજે બે આત્મઘાતી હુમલા થયા હતા. ત્યાર પછી ISIS-Kએ તેમના એક આત્મઘાતી હુમલાખોરનું નામ અને ફોટો ફોટો જાહેર કર્યો છે. તેનું નામ અબ્દુલ રહમાન અલ લાગોરી હતું. તાલિબાને કહ્યું કે, આ લડાકુએ જ એરપોર્ટમાં સેનાને ગેરમાર્ગે દોરીને અંદર દાખલ થયો હતો.

ટાર્ગેટ હતા અમેરિકન સૈનિક અને સહયોગી
તાલિબાને કહ્યું કે, હુમલામાં અમે અમેરિકન સૈનિકો અને તેમના અફઘાન સહયોગીઓને ટાર્ગેટ બનાવ્યા છે. તે લોકો પણ નિશાના પર હતા જેમની ઓળખ અમે જાસુસ તરીકે કરી છે. અમારા નિશાન પર તાલિબાનો નહતા.

કાબુલમાં ગુરુદ્વારા પર હુમલામાં પણ ISIS-K ચીફ
27 માર્ચ 2020ના રોજ કાબુલ ગુરુદ્વારા પર પણ બ્લાસ્ટ થયા હતા. આ હુમલામાં 26 અફઘાન સિખ અને એક ભારતીય સિખનું મોત થયું હતું. ત્યારપછી 4 એપ્રિલ 2020ના રોજ અફઘાન નેશનલ સિક્યોરિટી ડિરેક્ટરેટ (NDS)ના નાંગરહાર રાજ્યથી ફારુકીની ધરપકડ કરવામાં આવી છે. અફઘાની એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ફારુકીનો હાથ છે.

જલાલાબાદ અને રાવલપિંડી લિન્ક સ્વીકારી
ફારુકીએ પૂછપરછમાં સ્વીકાર્યું છે કે, તે પહેલાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો. જે હક્કાની નેટવર્ક સાથે કાબુલ અને જલાલાબાદથી ઓપરેટ કરતો હતો. તે ISIS-Kમાં આવ્યા પહેલાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલો હતો. ત્યારપછી માવલાવી જિયા-ઉલ-હક ઉર્ફે અબુ ઓમર ખોરાસાની પછી ISIS-K ચીફ બન્યો હતો.
ફારુકી પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વા રાજ્યના ઓરાકજઈ જિલ્લામાં રહે છે. તે મોમાજઈ કબીલા સાથે સંબંધ ધરાવે છે અફઘાનિસ્તાન એજન્સીઓએ તેને 4 પાકિસ્તાની નાગરિક સાથે ધરપકડ કરી છે. ફારુકીએ એજન્સીઓને જણાવ્યું કે, ISIS-Kના મૂળ પાકિસ્તાનમાં રાવલપિંડીમાં છે. ત્યાર પછી તેને બગરામ જેલ મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન હોવા છતાં બીજા કેદીઓની જેમ ફારુકીને પણ છોડી દેવામાં આવ્યો હતો.

પાકિસ્તાન ઈચ્છતું હતું ફારુકી તેને હેન્ડ ઓવર કરાય
ફારુકી વિશે રસપ્રદ વાત એ છે કે, ભારતે જ્યારે તેની પૂછપરછની અપીલ કરી હતી ત્યારે તે નકારી દેવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે અફઘાની રાજદૂતને બોલાવીને ફારુકીને હેન્ડ ઓવર કરવાની માંગણી કરી હતી. માનવામાં આવે છે કે, પાકિસ્તાનને એ વાતનો ડર હતો કે ફારુકી અફઘાન અને બીજી એજન્સીઓની પૂછપરછમાં પાકિસ્તાન સાથેની તેની લિન્ક વિશેની કોઈ માહિતી ના આપી દે.
જોકે તેની આ વિશે કદી પૂછપરછ કરવામાં આવી નથી. અફઘાનિસ્તાને પાકિસ્તાનની માંગણી નકારી દીધી અને કહ્યું કે, ફારુકી પર અફઘાની કાયદા પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...