રશિયા-યુક્રેન યુદ્ધ અપડેટ્સ:વિક્ટ્રી ડે પર પુતિને કહ્યું- NATO રશિયા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું; એટલે યુક્રેન પર હુમલો કર્યો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા આજે પોતાનો 77મો વિજય દિવસ મનાવી રહ્યું છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે પશ્ચિમી દેશ ક્રીમિયા સહિત રશિયા પર આક્રમણની તૈયારી કરી રહ્યા હતા એટલા માટે યુક્રેન પર હુમલો કરવો જરુરી બની ગયો હતો.

વિક્ટ્રી ડે પર લોકોને સંબોધિત કરતા પુતિને કહ્યું- નાટો આપણી સરહદ પર જોખમ ઉભુ કરવા માંગતુ હતું. રશિયન સેના યુક્રેનમાં પોતાની માતૃભૂમીની રક્ષા કરી રહી છે. રશિયન સેનાએ પશ્ચિમી દેશોની નીતિઓ વિરુદ્ધ યોગ્ય સમય પર અને આવશ્યક જવાબી કાર્યવાહી કરી છે.

પુતિને રશિયન જનતાને સંબોધિત કરતા તેમની અંદર દેશભક્તિની ભાવના ભરવાનો પ્રયત્ન કર્યો
પુતિને રશિયન જનતાને સંબોધિત કરતા તેમની અંદર દેશભક્તિની ભાવના ભરવાનો પ્રયત્ન કર્યો
સંબોધન દરમિયાન પુતિને યુક્રેનના જંગની સરખામણી સોવિયત સંઘના સેકેન્ડ વર્લ્ડ વોર સાથે કરી.
સંબોધન દરમિયાન પુતિને યુક્રેનના જંગની સરખામણી સોવિયત સંઘના સેકેન્ડ વર્લ્ડ વોર સાથે કરી.
વિક્ટ્રી ડે પરેડ દરમિયાન રશિયાએ શક્તિ પ્રદર્શન કર્યું
વિક્ટ્રી ડે પરેડ દરમિયાન રશિયાએ શક્તિ પ્રદર્શન કર્યું
રશિયા આમ તો દરેક વર્ષે વિક્ટ્રી ડે પરેડનું આયોજન કરે છે પરંતુ આ વર્ષે યુક્રેનની જંગને જોતા તે ખૂબજ ખાસ માનવામાં આવી રહી છે.
રશિયા આમ તો દરેક વર્ષે વિક્ટ્રી ડે પરેડનું આયોજન કરે છે પરંતુ આ વર્ષે યુક્રેનની જંગને જોતા તે ખૂબજ ખાસ માનવામાં આવી રહી છે.
રશિયાએ સેકેન્ડ વર્લ્ડ વોરમાં 9 મે એટલે કે આજે જ હિટલરની નાઝી સેનાને હરાવી હતી.
રશિયાએ સેકેન્ડ વર્લ્ડ વોરમાં 9 મે એટલે કે આજે જ હિટલરની નાઝી સેનાને હરાવી હતી.

યુક્રેન પહોંચ્યા કેનેડાના PM
​​​​​​
​યુક્રેન યુદ્ધ વચ્ચે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગત રોજ અચાનક યુક્રેનની મુલાકાત લીધી અને રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ રાજધાની કિવમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. ટ્રુડોએ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૌથી નીચલા સ્તરના યુદ્ધ અપરાધો માટે જવાબદાર છે. તેની જવાબદેહી નિશ્ચિત હોવી જોઈએ. સામેથી રશિયન હુમલાની ક્રૂરતા મેં પહેલીવાર જોઈ છે.

આ અગાઉ જસ્ટિન ટ્રુડોએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે હું ક્રિસ્ટિયા ફ્રિલેન્ડ (કેનેડાના નાયબ વડાપ્રધાન) અને મેલાની ઝોલિયૂ (કેનેડાના વિદેશમંત્રી) સાથે યુક્રેનમાં છું. અમે અહીં યુક્રેન અને તેમના લોકો પ્રતિ અમારુ સમર્થન જાહેર કરવા આવ્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માટે અમારો સંદેશ છે કે કેનેડા હંમેશા યુક્રેન સાથે ઉભું છે.

યુક્રેની શહેર ઈરપિન પણ પહોંચ્યા ટ્રુડો
કેનેડાના વડાપ્રધાને યુક્રેન યુદ્ધને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વાત પણ કરી હતી. આ સિવાય ટ્રુડોએ ઈરપિન શહેરની મુલાકાત પણ કરી હતી. આ શહેર રશિયન હુમલામાં ખરાબ રીતે બરબાદ થઈ ચૂક્યું છે. ઈરપિનના મેયર ઓલેક્ઝેડર માર્કુશિને કહ્યું કે PM ટ્રુડો એ જોવા આવ્યા હતા કે કેવી રીતે રશિયન સૈનિકોએ અમારા શહેરમાં તબાહી મચાવી છે.

ઈરપિન યુક્રેનના એવા શહેરમાં સામેલ છે જ્યાં રશિયાએ સૌથી વધુ તબાહી મચાવી છે
ઈરપિન યુક્રેનના એવા શહેરમાં સામેલ છે જ્યાં રશિયાએ સૌથી વધુ તબાહી મચાવી છે

ક્રોએશિયાના PM અને જર્મન સાંસદ પ્રેસિડન્ટ પણ યુક્રેન પહોંચ્યા
રાજધાની કીવમાં રશિયન હુમલા ઓછા થયા બાદ વિદેશી નેતાઓની મુલાકાતનો સિલસિલો યથાવત છે. કેનેડાઈ PM પહેલા ક્રોએશિયાના પ્રધાનમંત્રી લેડી પ્લેંકોવિક અને જર્મન સંસદના પ્રેસિડન્ટ બારબેલ બેસે પણ કીવ પહોંચીને ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી.

ક્રોએશિયાના PM સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને ઝેલેન્સ્કીએ ફરી એક વાર યુરોપિયન યૂનિયનમાં યુક્રેનની એન્ટ્રી પર વાત કહી
ક્રોએશિયાના PM સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને ઝેલેન્સ્કીએ ફરી એક વાર યુરોપિયન યૂનિયનમાં યુક્રેનની એન્ટ્રી પર વાત કહી

ઝેલેન્સ્કીએ ફરીથી યુરોપિયન યુનિયનમાં પ્રવેશની વાતનો પુનરોચ્ચાર કર્યો,
ક્રોએશિયન પીએમને મળ્યા બાદ ઝેલેન્સકીએ કહ્યું- યુક્રેન અને ક્રોએશિયા એક જ ભાષા બોલે છે. અમે રશિયા પર પ્રતિબંધોનું દબાણ વધારવા અને હુમલાથી નાશ પામેલા શહેરોમાં સામાન્ય જીવનને પુનઃસ્થાપિત કરવા અંગે ચર્ચા કરી. યુરોપિયન યુનિયનમાં યુક્રેનના પ્રવેશ અંગે પણ વાત કરી હતી.

અમેરિકાના ફર્સ્ટ લેડીએ યુક્રેનની ફર્સ્ટ લેડી સાથે મુલાકાત કરી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની પત્ની જીલ બિડેન રવિવારે અચાનક યુક્રેન આવી પહોંચ્યા હતા. અહીં તેઓ યુક્રેનની પ્રથમ મહિલા ઓલેના ઝેલેન્સ્કાને મળ્યા હતા. 'ન્યૂયોર્ક ટાઈમ્સ' અનુસાર, ઝેલેન્સ્કા અને જીલ ઉઝહોરોડ શહેરમાં મળ્યા હતા. ફેબ્રુઆરીમાં રશિયન હુમલા બાદ ઝેલેન્સ્કા પ્રથમ વખત દેખાયા છે. તેમણે કહ્યું- અમે જાણીએ છીએ કે અમેરિકાની પ્રથમ મહિલાનું અહીં હોવું આપણા દેશ માટે કેટલું મહત્વપૂર્ણ છે.

અન્ય સમાચારો પણ છે...