તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફક્ત એક ડોઝ:બ્રિટનની કોવિશિલ્ડ વેક્સિનનો માત્ર એક ડોઝ મોતના ખતરાને 80% સુઘી ઘટાડે છે, સામે આવ્યો નવો ડેટા,

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાના બીજા વેવ બાદ બ્રિટનમાં વેક્સિનેશનને ગતિ આપવામાં આવી છે. - Divya Bhaskar
કોરોનાના બીજા વેવ બાદ બ્રિટનમાં વેક્સિનેશનને ગતિ આપવામાં આવી છે.
  • ઈંગ્લેન્ડમાં 10 માસ બાદ કોરોનાને કારણે એક પણ મોત થયું નથી
  • બ્રિટનમાં એલર્ટ લેવલ 4થી ઘટાડીને 3 કરી દેવાયું છે

કોરોના વાયરસના પગલે ભારતની ચિંતા સતત વધી રહી છે, દેશમાં રોજબરોજ રેકોર્ડબ્રેક સ્તરે કેસ વધી રહ્યાં છે, તો સામે મૃત્યુદર પણ ઉંચો જઈ રહ્યો છે. ભારતમાંથી કોરોનાને મ્હાત આપવાનો અકસીર ઈલાજ વેક્સિનેશન જ છે. કોરોનાના કાળા કેર વચ્ચે બ્રિટનથી એક સારા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનના કોરોના વેક્સિનેશનના વાસ્તવિક આંકડાથી ખ્યાલ આવ્યો છે કે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનનો પહેલો ડોઝ લગાડવાથી મૃત્યુઆંકમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. બ્રિટનમાં અપાતી ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન ભારતમાં કોવિશીલ્ડના નામથી લગાવવામાં આવે છે.

એસ્ટ્રાજેનેકા વેક્સિનના એક ડોઝથી 80 ટકા મોતનો ખતરો ઓછો
બ્રિટનના પબ્લિક હેલ્થના અભ્યાસથી ખ્યાલ આવ્યો છે કે એસ્ટ્રાજેનેકા વેક્સિનના માત્ર એક જ ડોઝથી મોતનો ખતરો 80 ટકા જેટલો ઓછો થઈ જાય છે. જ્યારે અમેરિકાની કંપની ફાઈઝર વેક્સિનના બે ડોઝથી મોતનો ખતરો લગભગ 97 ટકા જેટલી ઘટી જાય છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેકોકે આ આંકડાની પ્રશંસા કરી છે અને કહ્યું કે આ આંકડા તે વાતની પુષ્ટિ આપે છે કે આ મહામારી સામે બચવા માટે વેક્સિન ઘણી જ અસરકારક છે.

વેક્સિનેશનને કારણે 10 હજારથી વધુ લોકોના જીવ બચ્યા
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડનું અનુમાન છે કે વેક્સિનેશનના કારણે અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. બ્રિટનની 1 કરોડ 80 લાખની વસ્તીમાંથી દરેક ત્રીજા વયસ્કે કોરોનાની વેક્સિન લીધી છે. બ્રિટનના આંકડા મુજબ વેક્સિનેશન બાદથી સંક્રમણ, દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવા અને મોતના આંકડાઓમાં ઘણો જ ઘટાડો નોંધાયો છે. કોરોનાના કેસ ઘટતાં બ્રિટનનું એલર્ટ લેવલ પણ 4થી ઘટાડીને 3 કરી દેવાયું છે. આ શાનદાર સફળતા બાદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે સરકાર કોરોના વાયરસને લઈને જાહેર પ્રતિબંધોમાં હવે ઢીલ આપવા પર વિચારી રહી છે. લગભગ મેના અંત સુધીમાં બ્રિટન ફરી અનલોક થવા જઈ રહ્યું છે.

બ્રિટનમાં 1 કરોડ 80 લાખની વસ્તીમાંથી દર ત્રીજા વયસ્કે વેક્સિન લીધી છે
બ્રિટનમાં 1 કરોડ 80 લાખની વસ્તીમાંથી દર ત્રીજા વયસ્કે વેક્સિન લીધી છે

એસ્ટ્રાજેનેકા અને ફાઈઝર વેક્સિન કેટલી અસરકારક છે
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે કહ્યું કે તેઓએ આ આંકડા જાહેર કરતા પહેલાં ઈંગ્લેન્ડમાં 50 હજાર લોકોના દસ્તાવેજની તપાસ કરી હતી. આ લોકોએ ડિસેમ્બરથી એપ્રિલના સમયગાળા વચ્ચે કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાંથી 13 ટકા લોકોએ ફાઈઝરનો એક ડોઝ જ્યારે 8 ટકા લોકોએ એસ્ટ્રાજેનેકાની વેક્સિનનો એક ડોઝ લીધો હતો. આ વિશ્લેષણથી ખ્યાલ આવ્યો કે બંનેમાથી પ્રત્યેક વેક્સિનના માત્ર એક જ ડોઝથી મોતની સંખ્યામાં લગભગ 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકાની વેક્સિન ભારતમાં કોવિશીલ્ડના નામે આપવામાં આવે છે. જેને ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકાની વેક્સિન ભારતમાં કોવિશીલ્ડના નામે આપવામાં આવે છે. જેને ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

જુલાઈ 2020 પછી ઈંગ્લેન્ડમાં કોરોનાને કારણે એક પણ મોત નહીં
વેક્સિનેશન બાદ બ્રિટનમાં કોરોનાનો હાવ ઓછો થઈ ગયો છે જેનો વધુ એક પુરાવો પણ મળ્યો છે. એક સમયે બ્રિટનમાં હાહાકાર મચાવનાર કોરોના હવે નબળો પડ્યો છે અને મૃત્યુદર સૌથી ઓછો થઈ ગયો છે. છેલ્લા 10 મહિના બાદ એટલે 2020ના જુલાઈ બાદ પહેલી વખત બ્રિટનમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. બ્રિટનમાં સોમવારે 2,357 કોરોનાના કેસ નોંધાયા હતા અને 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને નોર્થ આયરલેન્ડમાં એક પણ મોત થયા નથી. બ્રિટનના મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ વેક્સિનેશનને કારણે કોરોનાને હરાવવામાં મદદ મળી છે.કોરોનાને પગલે 27 હજાર 865 લોકોને ગુમાવનાર બ્રિટન હવે વેક્સિનેશનના કારણે ફરી બેઠું થયું છે, ત્યારે જો ભારતમાં પણ વેક્સિનેશનમં ઝડપ લાવે તો કોરોનાથી ઊભું થયેલું સંકટ હળવું કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...