તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:જજે બંદૂકો પરનો બૅન હટાવતાં કહ્યું - તેનાથી હથિયાર રાખવાના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે

ન્યૂયોર્ક10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમેરિકાના એક ફેડરલ જજે કેલિફોર્નિયામાં બંદૂકો પરનો 30 વર્ષ જૂનો બૅન હટાવી દીધો છે. જજે બૅન હટાવતા કહ્યું કે તેનાથી હથિયાર રાખવાના બંધારણીય અધિકારનો ભંગ થાય છે. સાન ડિએગોના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ રોજર બેનિટેજે આદેશમાં કહ્યું કે સૈન્યની શૈલીવાળી ગેરકાયદે રાઇફલોની સરકારની વ્યાખ્યા કેલિફોર્નિયાના કાયદાનું પાલન કરનારાઓને હથિયાર રાખવાથી વંચિત રાખે છે જ્યારે અમેરિકી સુપ્રીમકોર્ટે મોટા ભાગના અન્ય રાજ્યોમાં હથિયાર રાખવાની મંજૂરી આપેલી છે. જજે આ કાયદો કાયમી ધોરણે રદ કરવા આદેશ આપ્યો. જોકે, જજે એટર્ની જનરલ રૉબ બોન્ટાના અનુરોધ પર પોતાના ચુકાદા પર 30 દિવસ માટે રોક પણ લગાવી, જેથી બોન્ટાને અપીલ કરવા માટે સમય મળી શકે.

જજ બેનિટેજે ચુકાદામાં લખ્યું કે, ‘સ્વિસ આર્મી નાઇફની જેમ એઆર-15 રાઇફલ પણ લોકપ્રિય છે. રાજ્યમાં એક બંદૂક નીતિનો વિકલ્પ લાગુ કરો, કેમ કે 30 વર્ષ જૂનો કાયદો સંપૂર્ણપણે નિષ્ફળ છે.’ રાજ્યના ગવર્નર ગેવિન ન્યૂસમે આ ચુકાદાની ટીકા કરતા કહ્યું કે, ‘આ જનસુરક્ષા તથા નિર્દોષ લોકોની જિંદગીઓ માટે જોખમી છે.’ અમેરિકન બાર એસો. (એબીએ) જજ રોજર બેનિટેજને ‘અયોગ્ય રેટિંગ’ આપી ચૂક્યું છે. 2004માં એબીએના અધિકારીઓએ તેમને અભિમાની, ઘમંડી, અધીરા, ક્રોધી, અસભ્ય, અપમાનજનક, બદમાશ અને મતલબી કહ્યા હતા.

1989માં ગોળીબારમાં 5 બાળકના મોત થયા હતા
1989માં એક બંદૂકધારીએ કેલિફોર્નિયાની એક પ્રાઇમરી સ્કૂલમાં 5 બાળકની હત્યા કરી નાખી હતી અને 30 વિદ્યાર્થી-શિક્ષકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. તે ઘટના બાદ રાજ્યમાં બંદૂકો સામે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યા બાદ એક રિપબ્લિકન ગવર્નરે રાજ્યમાં બંદૂકો પર બૅન લાદી દીધો. કેલિફોર્નિયા આવો પ્રતિબંધ લાદનારું અમેરિકાનું પહેલું રાજ્ય હતું. ત્યારથી બંદૂકના અધિકારના હિમાયતીઓ લડત આપી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...