અમેરિકા:ટ્રમ્પના સમર્થકોની જીવલેણ ધમકીના પગલે પત્રકાર જિમે બોડીગાર્ડ રાખવો પડ્યો, વેધક સવાલ પૂછનારા દાતેની ટ્રમ્પ ઉપેક્ષા કરે છે

ન્યૂયોર્કએક વર્ષ પહેલાલેખક: મોહમ્મદ અલી
  • કૉપી લિંક
CNNના પત્રકાર જિમ અકોસ્ટા. - Divya Bhaskar
CNNના પત્રકાર જિમ અકોસ્ટા.
  • અમેરિકાના એવા 3 પત્રકાર કે જેમના સવાલ પર ટ્રમ્પની બોલતી બંધ, ઘણી વાર ખટપટ થઇ
  • વ્હાઇટ હાઉસના આ સંવાદદાતાઓથી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અસહજ થઇ જાય છે, ઘણી વાર પ્રેસ બ્રીફિંગ પણ અધૂરું છોડી ચૂક્યા છે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ મીડિયા સાથે બગડેલા સંબંધો માટે યાદગાર બનતો જઇ રહ્યો છે. પત્રકારોના વેધક સવાલોના કારણે ટ્રમ્પ ઘણી વાર પ્રેસ બ્રીફિંગ છોડીને જતા પણ રહ્યા છે. સીએનએનના જિમ અકોસ્ટાને ટ્રમ્પના સમર્થકો તરફથી મારી નાખવાની ધમકીઓ મળી તો તેમણે બોડીગાર્ડ રાખવો પડ્યો. સીએનએન મેનેજમેન્ટે ટ્રમ્પની રેલી કવર કરનારા તમામ સ્ટાફ માટે બોડીગાર્ડ રાખ્યા. આવા જ 3 પત્રકાર સાથે ભાસ્કરે વાત કરી...

ગુસ્સો આવ્યો તો ટ્રમ્પે CNNને ‘લોકોનું દુશ્મન’ ગણાવ્યું
સીએનએનના પત્રકાર જિમ અકોસ્ટાએ 2018માં ટ્રમ્પને પૂછ્યું હતું કે તેમણે અમુક લોકોનાં વસાહતી જૂથને શા માટે આક્રમણકારી ગણાવ્યું હતું? ટ્રમ્પે અસહમત થતાં જિમ અને સીએનએનને ‘લોકોના દુશ્મન’ કહ્યા. ત્યાર બાદ જિમને ટ્રમ્પના સમર્થકો તરફથી ધમકીઓ પણ મળતી રહી.

ટ્રમ્પને લાગે છે કે મારા કારણે તેમની છબિને નુકસાન થયું છે
‘હફિંગ્ટન પોસ્ટ’ના શિરીષ દાતેએ ટ્રમ્પને પૂછ્યું હતું- તમે જેટલું ખોટું બોલ્યા છો તે બદલ સાડા ત્રણ વર્ષ બાદ પસ્તાવો છે? ટ્રમ્પે જવાબ આપ્યા વિના જ મોઢું ફેરવી લીધું. દાતે કહે છે- તેમને લાગે છે કે મારી બુક ‘ધ યુઝફુલ ઇડિયટ: હાઉ ડોનાલ્ડ ટ્રમ્પ કિલ્ડ ધ રિપબ્લિકન...થી તેમની છબિ ખરાબ થઇ છે.

ટ્રમ્પ સત્યથી કતરાય છે, કોરોનાના મુકાબલા માટેની તેમની રીત ખોટી
‘ફોક્સ ન્યૂઝ’ના ક્રિસ વૉલેસે જુલાઇમાં ટ્રમ્પનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તેઓ સતત સવાલો પૂછી રહ્યા હતા અને ટ્રમ્પ જવાબ આપી શકતા નહોતા. ક્રિસ કહે છે, ટ્રમ્પ હાલ ડૉ. ફૉસી જેવા મોટા સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે લડી રહ્યા છે. આ મહામારી સામે લડવાની યોગ્ય રીત નથી.

અન્ય સમાચારો પણ છે...