તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USના નવા રાષ્ટ્રપતિ વિશે A to Z:જો બાઈડન પાસે હાલ આશરે 66.58 કરોડની સંપત્તિ, બેવાર લગ્ન કર્યા અને અગાઉ બે વાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની સ્પર્ધામાં ઉતર્યા હતા

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જો બાઈડન તેમના 30મા જન્મ દિવસ નિમિતે કેક કાપતા દેખાય છે

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પરિણામો છેવટે સ્પષ્ટ થઈ ગયા છે અને જો બાઈડને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ ચૂંટણીમાં પાછળ છોડી દીધા છે. તેઓ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. અગાઉ બે વખત વર્ષ 1988 અને 2008માં તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સફળતા હાંસલ કરી શક્યા ન હતા. પણ છેવટે તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજય મેળવવામાં સફળ રહ્યા છે. અમેરિકાના રાજકારણમાં બાઈડન ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે વોશિંગ્ટનમાં આશરે પચ્ચાસ વર્ષનો સમય પસાર કર્યો છે. તેમ જ વ્હાઈટ હાઉસમાં બરાક ઓબામાના શાસનકાળમાં તેઓ વર્ષ 2009થી 2017 સુધી વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. આ સમયમાં તેઓ એક ઉત્તમ નેતા તરીકેના ટેસ્ટમાંથી પસાર થઈ ચુક્યા છે.વ્યક્તિગત જીવન જોઈએ તો તેમણે બે વખત લગ્ન કરેલા અને વર્ષ 2020માં છેલ્લી માહિતી પ્રમાણે તેઓ આશરે 66.58 કરોડ રૂપિયા (9 મિલિયન ડોલર) સંપત્તિ ધરાવે છે.

બાઈડન વર્ષ 1972માં ડેલવેરમાં ડેમોક્રેટીક કન્વેન્શનમાં ભાગ લેતી વખતે તેમના દિકરા બ્યુ (ડાબી બાજુ) અને હંટર સાથે દેખાય છે. તેમની પત્ની નિલિયા પણ સાથે છે.
બાઈડન વર્ષ 1972માં ડેલવેરમાં ડેમોક્રેટીક કન્વેન્શનમાં ભાગ લેતી વખતે તેમના દિકરા બ્યુ (ડાબી બાજુ) અને હંટર સાથે દેખાય છે. તેમની પત્ની નિલિયા પણ સાથે છે.

તેમને જન્મ વર્ષ 1942માં પેન્સિલવેનિયામાં એક કેથોલિક પરિવારમાં થયો હતો. વર્ષ 1972માં પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા હતા અને સ્ટેટ ઓફ ડેલવેર માટે એક સેનેટર તરીકે છ મુદતથી સેવા આપેલી છે. તેમણે વર્ષ 1968માં સાઈરાક્યુસ યુનિવર્સિટીમાંથી કાયદામાં ડિગ્રી હાંસલ કરી હતી.

બાઈડન અમેરિકાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટર સાથે ફંડ એકત્રિત કરવાના કાર્યક્રમમાં સાથે હતા
બાઈડન અમેરિકાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટર સાથે ફંડ એકત્રિત કરવાના કાર્યક્રમમાં સાથે હતા

કોણ છે..બાઈડન..
જોસેફ રોબિનેટ બાઈડન એક અમેરિકી રાજનેતા છે અને સેનેટની ચૂંટણી જીતનારા તેઓ સૌથી નાની ઉંમરના વ્યક્તિ હતા, તેમણે વર્ષ 1972માં સેનેટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા જોસેફ બાઈડન ભઠ્ઠીઓની સફાઈનું કામ કરવા ઉપરાંત જૂની કારોનું વેચાણ કરતા હતા. તેમની માતા કૈથરીન યુઝેનિયા જીન ફિનેગન એક ગ્રૃહિણી હતા. આ ઉપરાંત વર્ષ 2009થી વર્ષ 2017 દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે કામગીરી સંભાળી હતી. તેઓ અમેરિકાના 47માં ઉપરાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ હાંસલ કરી ચુક્યા છે. વર્ષ 2020માં તેઓ ડેમોક્રેટીક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા.

બાઈડન નવેમ્બર,1972માં તેમના 30મા જન્મ દિવસ નિમિતે કેક કાપતા નજરે પડે છે
બાઈડન નવેમ્બર,1972માં તેમના 30મા જન્મ દિવસ નિમિતે કેક કાપતા નજરે પડે છે

વર્ષ 1968માં બાઈડને સિરેક્યુઝ યુનિવર્સિટી કોલેજ ઓફ લોમાંથી કાયદાની ડિગ્રી હાંસલ કરી હતી ત્યારબાદ તેઓ વર્ષ 1969માં ડેલાવેયર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો જ્યાં તેમણે ઈતિહાસ, પોલિટીકલ સાયન્સના અભ્યાસ ઉપરાંત ફૂટબોલની રમતમાં પણ રસ દર્શાવ્યો હતો. ત્યારબાદ તેમનો રાજકારણમાં રસ દાખવવા લાગ્યા. તેમણે જ્યુરિસ ડોક્ટરની ડિગ્રી મેળવી હતી.

વર્ષ 1987માં બાઈડન વર્ષ 1988ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની સ્પર્ધામાં ઉતર્યા હતા. પણ પ્લેગીરિઝમ અને તેમના શૈક્ષણિક રેકોર્ડના ખોટા દાવાને લીધે ત્રણ મહિના બાદ આ સ્પર્ધામાંથી નિકળી ગયા હતા
વર્ષ 1987માં બાઈડન વર્ષ 1988ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની સ્પર્ધામાં ઉતર્યા હતા. પણ પ્લેગીરિઝમ અને તેમના શૈક્ષણિક રેકોર્ડના ખોટા દાવાને લીધે ત્રણ મહિના બાદ આ સ્પર્ધામાંથી નિકળી ગયા હતા

જો બાઈડનનું રાજકીય કેરિયર
વર્ષ 1968માં અભ્યાસ કરતી વખતે તેઓ ડેમોક્રેટીક પાર્ટીના સભ્ય પણ બન્યા હતા. તેમણે વર્ષ 1970માં ન્યૂ કેસલ કાઉન્ટીના કાઉન્સિલર બન્યા હતા. વર્ષ 1972માં તેમણે સેનેટની ચૂંટણીમાં વિજય મેળવ્યો અને સૌથી યુવા સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 3 જાન્યુઆરી, 1973ના રોજ 30 વર્ષની ઉંમરે સંયુક્ત રાજ્યના સેનેટ પદના શપથ લીધા હતા ત્યારબાદ વર્ષ 2009 સુધી તેઓ સતત સેનેટમાં સેવા આપતા આવ્યા છે. બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા તે સમયે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા તે અગાઉ 15 જાન્યુઆરી 2009ના રોજ સેનેટના પદ પરથી રાજીનામુ આપ્યુ હતું.બે વખત વર્ષ 1988 અને 2008માં તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સફળતા હાંસલ કરી શક્યા ન હતા.

બાઈડન જાન્યુઆરી, 2009માં તેમના બીજા પત્ની જિલ સાથે ઉપ રાષ્ટ્રપતિ પદના શપથ લેતા દેખાય છે. તેમણે સેનેટમાંથી રાજીનામુ આપી દીધુ હતું
બાઈડન જાન્યુઆરી, 2009માં તેમના બીજા પત્ની જિલ સાથે ઉપ રાષ્ટ્રપતિ પદના શપથ લેતા દેખાય છે. તેમણે સેનેટમાંથી રાજીનામુ આપી દીધુ હતું

જો બાઈડનની નેટવર્થ
અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા જો બાઈડનની વર્તમાન સમયમાં નેટવર્થ આશરે 9 મિલિયન ડોલર છે, જે વર્ષ 2019ની તુલનામાં ઘણી વધી છે.

માર્ચ,2009માં ઓબામા કેર મંજૂર કર્યાં બાદ બાઈડન અને ઓબામા ખુશ મુદ્રામાં પસાર થતા દેખાય છે. અમેરિકામાં ઓબામા કેર યોજના ચાર દાયકામાં સૌથી મોટી હેલ્થ કેર ગેરન્ટી હતી.
માર્ચ,2009માં ઓબામા કેર મંજૂર કર્યાં બાદ બાઈડન અને ઓબામા ખુશ મુદ્રામાં પસાર થતા દેખાય છે. અમેરિકામાં ઓબામા કેર યોજના ચાર દાયકામાં સૌથી મોટી હેલ્થ કેર ગેરન્ટી હતી.

બાઈડનને લગતી કેટલીક અત્યંત મહત્વની બાબત

  • અમેરિકાના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરના સેનેટર બન્યા કે જ્યારે તેમણે વર્ષ 1972માં ડેલાવેયરથી US સેનેટર તરીકે ચૂંટાયા
  • જો બાઈડન અગાઉ વર્ષ 1988 અને 2008માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં ઉતર્યા હતા, પણ સફળતા મળી ન હતી
  • જો બાઈડન વર્ષમાં 1972માં સેનેટમાં ચૂંટાઈ આવ્યા, ત્યારબાદ વર્ષ 1978, 1984, 1990, 1996, 2002 અને વર્ષ 2008માં ફરી ચૂંટાઈ આવ્યા હતા.
  • જો બાઈડને વર્ષ 2020માં રાષ્ટ્રપતિ પદ માટે અભિયાન 25 એપ્રિલ,2019થી શરૂ કર્યું, વર્ષ 2020ના ડેમોક્રેટીક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે તેમના નામની પસંદગી થઈ હતી.
  • વર્ષ 2015માં બાઈડનના મોટા દિકરા બ્યૂનું અવસાન થયુ હતું. તેમને બ્રેઈન કેન્સર થયુ હતું.
  • બાઈડને તેમના જીવનમાં બે વખત લગ્ન કર્યા છે.
  • બાઈડને વર્ષ 1966માં નીલિયા હંટર સાથે લગ્ન કર્યા હતા અને બે સંતાન પણ થયા હતા. પણ કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયુ હતુ. બાદમાં તેમણે બીજા લગ્ન કર્યા હતા. બીજી પત્નીનું નામ જિલ બાઈડન છે.
મે,2011માં ઓસામા બિન લાદેન સામે હાથ ધરેલા મિશન સમયે બાઈડન ઓબામા તથા રાષ્ટ્રીય સુરક્ષા ટીમના સભ્યો સાથે બેઠેલા દેખાય છે.
મે,2011માં ઓસામા બિન લાદેન સામે હાથ ધરેલા મિશન સમયે બાઈડન ઓબામા તથા રાષ્ટ્રીય સુરક્ષા ટીમના સભ્યો સાથે બેઠેલા દેખાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો