તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Joe Biden, 77, Will Be The Next President, Defeating Trump By Winning Pennsylvania; Kamala Harris Will Become The First Woman Vice President

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિતરોં... .મિત્ર હારી ગયા ...:અંતે અમેરિકાને બાઈડન મળ્યા, ભારતને કમલા હેરિસ મળ્યા; ટ્રમ્પનો ખેલ ખતમ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. 77 વર્ષના બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે. NYT મુજબ, પેન્સિલવેનિયામાં જીતની સાથે જ તેઓએ બહુમતી માટે જરૂરી ઈલેક્ટોરલ વોટ મેળવી લીધા છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ જો બાઈડનને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા અંગે અભિનંદન આપ્યા છે.

બાઈડનને અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ વોટ મળી ગયા છે. આજથી પહેલાં કોઈ પણ રાષ્ટ્રપતિને આટલા વધુ વોટ નથી મળ્યા. એરિઝોનામાં બાઈડનની પાસે 20,000થી વધુ વોટની સરસાઈ છે. જ્યોર્જિયામાં તેઓ 7 હજારથી વધુ વોટથી આગળ છે. જો કે હજુ 4 રાજ્યોમાં કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. તો નોર્થ કેરોલિના અને અલાસ્કામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યાં છે. બાઈડનની પાસે 279 ઈલેક્ટોરલ વોટ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ બનવા માટે 270નો આંકડો જરૂરી છે.

બાઈડનનું ટ્વીટ- હું તમામનો રાષ્ટ્રપતિ બનીશ

બાઈડને ટ્વીટ કર્યું, 'અમેરિકા, હું સન્માનિત થયો છું કે તમે મને આપણાં મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો છે. આપણું આગળનું કામ મુશ્કેલ હશે, પરંતુ હું તમને વાયદો કરું છું કે હું તમામ અમેરિકન્સનો રાષ્ટ્રપતિ બનીશ. પછી તમે મને વોટ આપ્યો હોય કે ન આપ્યો હોય.'

બાઈડન પાસે 273 ઈલેક્ટોરલ વોટ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ બનવા માટે 270નો આંકડો જોઈએ. કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ બનશે.

ટ્રમ્પ હાર માનવા માટે તૈયાર નથી

તો બીજી બાજુ ટ્રમ્પે દાવો કર્યો કે, 'હું પણ મોટા અંતરથી ચૂંટણી જીતી ગયો છું.'

વડાપ્રધાન મોદીએ બાઈડનને અભિનંદન આપ્યા

મોદીએ કહ્યું કે- તમને આ શાનદાર જીત બદલ હું અભિનંદન આપવા માંગુ છું. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યાં તે દરમિયાન તમે ભારત-અમેરિકાના સંબંધને મજબૂત બનાવવા માટે અતુલનીય કામ કર્યું. હું તમારી સાથે મળીને બંને દેશોના સંબંધોને નવી ઉંચાઈએ પર લઈ જવા માટે તૈયાર છું.

અમેરિકાની જનતા બાઈડનની જીતનો જશ્ન મનાવ્યો

ટ્રમ્પને કહ્યું-ગુસ્સો થૂંકી દો, આપણે વિરોધીઓ હોય શકીએ છીએ, પરંતુ દુશ્મન નહીં

શુક્રવારે બાઇડને વિલ્મિંગ્ટન ખાતે પોતાના સમર્થકોને કરેલા ઔપચારિક સંબોધનમાં તેમણે પ્રમુખ તરીકેનો ચાર્જ લેવા પોતે તૈયાર હોવાના સંકેતો આપતાં કહ્યું હતું કે 'કોરોના સંક્રમણને ખાળવું એ મારી સૌપ્રથમ અગ્રિમતા બની રહેશે. આ માટેનો મારો પ્લાન હું બહુ ઝડપથી દેશ સમક્ષ મૂકીશ અને શપથવિધિની રાહ જોયા વગર એનો અમલ કરાવીશ. દેશ હાલ બે અંતિમવાદી વિચારધારા વચ્ચે વહેંચાઈ ગયો છે એ પણ મારા મતે ગંભીર બાબત છે, પરંતુ ચૂંટણીપ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે એ સ્વીકારીને સૌએ અમેરિકાને મજબૂત બનાવવાના લક્ષ્ય માટે કાર્યરત થઈ જવાનું છે. વિચારધારા વચ્ચેનો ભેદ ભૂંસવો એ પણ મારી પ્રાથમિકતા રહેશે.' ટ્રમ્પનું નામ લીધા વગર બાયડને કહ્યું હતું કે ગુસ્સો થૂંકી દો, આપણે વિરોધીઓ હોય શકીએ છીએ, પરંતુ દુશ્મન નહીં. આપણે બધા અમેરિકન છીએ.

4 દિવસ મત ગણતરી ચાલી ત્યાર પછી બાઈડનનું નામ ફાઈનલ થયું
3 નવેમ્બરના રોજ વોટિંગ પછી પરિણામ સ્પષ્ટ થયું ન હતું. 4 દિવસ મત ગણતરી ચાલી પછી બાઈડનના નામ ફાઈનલ થયું હતું. ચિત્ર સ્પષ્ટ થયા સુધી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં ગોટાળો થયો હોવાનો આરોપ લગાવી રહ્યા હતા.

ટ્રમ્પે 3 ટ્વિટ કર્યા

આ પણ વાંચોઃ જો ટ્રમ્પ હાર્યા પછી પણ વ્હાઇટ હાઉસ છોડવાનો ઈન્કાર કરી દેશે તો જાણો શું થશે

આ પણ વાંચોઃ બાઇડનને 56% અને ટ્રમ્પને 43% મહિલાઓના વોટ મળ્યા

અમેરિકામાં શું બદલાશે...

બાઇડેને અગાઉ કહ્યું હતું કે તેઓ કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં ભરશે અને આ તેમની પ્રાથમિકતા છે. સાથે જ તેમણે દેશના 2 કરોડ બેરોજગારો માટે આર્થિક પેકેજ જાહેર કરવાનું વચન આપી ચૂક્યા છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ મોટા બદલાવના સંકેતો છે.

ભારતને શું ફાયદો થશે...

બાઇડેન અગાઉ ભારતને અમેરિકાનું સૌથી મોટો પાર્ટનર દેશ ગણાવી ચૂક્યા છે. પ્રમુખ બન્યા બાદ તેઓ ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર લાવશે. ખાસ કરીને સિટિઝનશિપની રાહ જોતા હજારો ભારતીયોને લાભ મળી શકે એમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો