તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઈડેનના જીવનનો સંઘર્ષ:1972માં જો બાઈડેને સેનેટર તરીકે પહેલીવાર હોસ્પિટલમાં શપથ લીધા

વોશિંગટન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
35 વર્ષ સુધી રોજ બાઈડેને આ ટ્રેનમાં મુસાફરી કરી અને તેનું નામ એમટ્રેક ટ્રેન પડી ગયું.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની તસવીર લગભગ નક્કી થઇ ચૂકી છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છે. વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક રાજ્યોમાં પાછળ રહી ગયા. જેના પછી જો બાઈડેનના ઔપચારિક વિજયની માત્ર જાહેરાત જ બાકી છે. બાઈડેન દુનિયાના સૌથી શક્તિશાળી દેશ મનાતા અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે તો દુનિયાની નજરો પણ તેમના પર ટકી ગઈ છે. દરેક વ્યક્તિ તેમની નીતિઓ વિશે જાણવા માગે છે. એવામાં જો બાઈડેનની રાજકીય સફર કેવી રીતે અને તેમણે અત્યાર સુધી કેવી રીતે પાંચ દાયકાના સંઘર્ષ પછી આ સત્તા પ્રાપ્ત કરી છે. તેના પર એક નજર કરો...

બાઈડેન અને ટ્રેન...35 વર્ષ સુધી રોજ બાઈડેને ટ્રેનમાં મુસાફરી કરી અને તેનું નામ એમટ્રેક ટ્રેન પડી ગયું
જો બાઈડેનને તેમના સમર્થક અને વિરોધી બંને જ એમટ્રેક બાઈડેન કહીને પોકારતા હતા. જેનું એક કારણ હતું. 1973માં જ્યારે જો બાઈડેન સેનેટર બન્યા ત્યારે તેમની પત્ની અને દીકરી મૃત્યુ પામ્યાં હતા અને બે દીકરા ઘવાયા હતા. જ્યારે બાઈડેન એમટ્રેક નામની ટ્રેન સેવાથી પોતાના ઘરથી વોશિંગ્ટનની મુસાફરી કરતા હતા. દિવસે ઓફિસ અને રાત્રે ફરીવાર ઘરે આવતા હતા જેથી બાળકો પાસે રહી શકે. આશરે 35 વર્ષ સુધી રોજ બાઈડેને આ ટ્રેનમાં મુસાફરી કરી અને તેનું નામ એમટ્રેક ટ્રેન પડી ગયું. અનેકવાર ચૂંટણી કેમ્પેન દરમિયાન તેમણે ફરી આ ટ્રેનમાં સફર કરી.

પહેલીવાર હોસ્પિટલમાં શપથ...સત્તામાં આગળ વધ્યા અને સ્વજનોને ગુમાવતા રહ્યાં
જો બાઈડેને શરૂઆત કાઉન્ટીથી કરી. પછી સેનેટર, ઉપરાષ્ટ્રપતિ અને હવે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તેમના અંગત જીવનમાં અનેકવાર મુશ્કેલીઓ આવી. બાઈડેને 1966માં નીલા હન્ટર સાથે લગ્ન કર્યા પણ 6 વર્ષ પછી 1972માં એક અકસ્માતમાં પત્ની અને એક વર્ષની દીકરી ગુમાવી દીધી. જોકે તેમનો દીકરો ખરાબ રીતે ઘવાયો હતો. બાઈડેને સેનેટર તરીકે પહેલીવાર શપથ પણ હોસ્પિટલમાં લીધા હતા. તેના પછી 2015માં જો બાઈડેનના દીકરા બિઉ બાઈડેનનું કેન્સરને લીધે મોત નીપજ્યું.

1972માં પહેલીવાર રાજકારણમાં આવ્યા, વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી
77 વર્ષીય જો બાઈડેન આશરે 50 વર્ષથી અમેરિકાના રાજકારણમાં સક્રિય છે. બાઈડેન એક વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. જેના પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1972માં તે પહેલીવાર ચૂંટણી રાજકારણમા આવ્યા અને ડેલાવેયરની ન્યૂ કાઉન્ટીથી ચૂંટાયા. બાઇડેન અહીંથી સતત 2009 સુધી સેનેટર ચૂંટાયા. આ વર્ષે જ તેઓ બરાક ઓબામાની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા જેના લીધે સેનેટરનું પદ છોડવું પડ્યું હતું.

3 વખત નસીબ અજમાવ્યું... અગાઉ બે વારના પ્રયાસોમાં કંઇકને કંઈક થતું રહ્યું
જો બાઈડેને તેમની રાજકીય કારકિર્દીમાં ત્રણ વખત રાષ્ટ્રપતિ બનવાની રેસમાં નસીબ અજમાવ્યું પણ અગાઉ બે વારના પ્રયાસોમાં કંઈક ને કંઇક થતું રહ્યું. સૌથી પહેલાં બાઈડેને 1987માં રાષ્ટ્રપતિ પદ માટે નસીબ અજમાવ્યું. 1988માં યોજાનાર ચૂંટણી માટે જ્યારે જો બાઈડેને પ્રચાર શરૂ કર્યો તો ભાષણ ચોરીનો આરોપ લાગ્યો. 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ કેમ્પેનની શરૂઆત કરી પણ 2015માં દીકરાના મૃત્યુ બાદ તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો અને ત્રીજી વખત 2020માં સફળ રહ્યાં.

ઓબામાએ જો બાઈડેનને ‘બ્રધર વાઈસ પ્રેસિડેન્ટ’ તરીકેની ઉપાધિ આપી હતી
2008માં પણ જો બાઈડેને ડેમોક્રેટ્સ તરફથી રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો પણ પછી તેમણે બરાક ઓબામાને ટેકો જાહેર કર્યો. જેના પછી તે ઓબામા સરકારમાં ઉપરાષ્ટ્રપતિ બન્યાં. આશરે આઠ વર્ષ સુધી આ પદે રહ્યાં બાદ જો બાઈડેને અંદાજે 50 દેશોની મુલાકાત લીધી. બરાક ઓબામાએ જો બાઈડેનને “બ્રધર વાઈસ પ્રેસિડેન્ટ’ તરીકેની ઉપાધિ આપી હતી.

વ્હાઈટ હાઉસમાંથી ઘૂસણખોરોને બહાર હાંકી કઢાશે: ટીમ બાઈડેન
અમેરિકી પ્રમુખની ચૂંટણી રોમાંચક બની ગઈ છે. ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર 279 બેઠક જીતી ચૂક્યા છે. એ રીતે તેમને 306 બેઠક મળી શકે તેમ છે. બહુમતી માટે 270 બેઠક જરૂરી છે. જોકે હાલના પ્રમુખ ટ્રમ્પ પોતાના વિજયના દાવા પર અડગ છે. જોકે ત્યારપછી બાઈડેન અને તેની ટીમનું વલણ વધુ કડક બની ગયું છે. બાઈડેનની પ્રચાર ટીમના પ્રવક્તા એન્ડ્રીવ બેટ્સે કહ્યું કે આ ચૂંટણીનો નિર્ણય અમેરિકી જનતા કરશે. અમેરિકી વહીવટી તંત્ર વ્હાઈટ હાઉસમાંથી ઘૂસણખોરોને બહાર કાઢવા સક્ષમ છે. બેટ્સનો ઇશારો ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની ટીમ તરફ હતો. બાઈડેને શુક્રવારે રાત્રે પોતાની ટીમને સંબોધતા કહ્યું કે તેમની રાજનીતિનો હેતુ દેશ માટે કામ કરવાનો છે. અમે સંઘર્ષ ઇચ્છતા નથી. સમસ્યાનો ઉકેલ લાવવા માંગીએ છીએ.

બાઈડેનની પ્રાથમિકતા
બાઈડેને રોગચાળા પર નિયંત્રણ અને આર્થિક મોરચાને પોતાની પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે કહ્યું કે જો જીતશે તો પ્રથમ દિવસથી જ રોગચાળાને નિયંત્રિત કરવા એક યોજના લાગુ કરશે. જેથી અનેક જિંદગી બચી જશે. દેશમાં 2 કરોડ લોકો બેકાર છે. આ માટે પણ તેમની આર્થિક યોજના તૈયાર છે.

મોદી-ટ્રમ્પની જાણીતી દોસ્તી બાદ બાઇડેન સરકાર સાથે સુમેળ સાધવા ભારત સજ્જ
રોમાંચક ચૂંટણી મુકાબલાના અંતે ડેમોક્રેટ જો બાઇડેન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખપદે ચૂંટાઇ આવ્યા છે ત્યારે વિદાયમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગજાહેર દોસ્તી બાદ નવા વહીવટીતંત્ર સાથે સુમેળ સાધવા ભારત પણ સજ્જ છે. અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત તરનજીત સિંઘ સંધુ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો સાથે બેઠકો કરી રહ્યા છે. અગાઉ ઓબામાના વહીવટીતંત્રમાં નિર્ણાયક રહી ચૂકેલા ભારતીય મૂળના બે લોકો- વિવેક એચ. મૂર્તિ અને રાજીવ ‘રાજ’ શાહ સાથે પણ ભારતીય દૂતાવાસ સંપર્કમાં છે.

મૂર્તિએ બાઇડેનના ચૂંટણીપ્રચારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તેમને બાઇડેનના વહીવટીતંત્રમાં પણ સ્થાન મળવાની શક્યતા છે જ્યારે રાજીવ શાહ જરૂર પડ્યે નવા વહીવટીતંત્રમાં ભારતલક્ષી ઇનિશ્યેટિવ્સને પુશ કરવા માટે સક્ષમ ગણાય છે. નોંધનીય છે કે, સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અંગે ડેમોક્રેટ્સે તીખી પ્રતિક્રિયા આપી હતી. ગત વર્ષે હ્યુસ્ટનમાં હાઉડી મોદી ઇવેન્ટમાં વડાપ્રધાન મોદીએ આપેલા ‘અબકી બાર, ટ્રમ્પ સરકાર’ના નારાની પણ ડેમોક્રેટિક પાર્ટીએ ટીકા કરી હતી. જોકે, કોરોના મહામારી, ચીનવિરોધી લાગણી અને ચીન સરહદે તંગદિલી વચ્ચે સ્થિતિ બદલાઇ છે. ભારત અને અમેરિકા બંને માટે પરસ્પર વ્યૂહાત્મક ભાગીદારી સૌથી વધુ મહત્ત્વની બની ગઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો