• Gujarati News
  • International
  • The First In person QUAD Meeting Will Take Place In The United States On September 24; Biden Will Host The Prime Ministers Of India, Australia And Japan

કોરોનાકાળમાં મોદીનો બીજો વિદેશ પ્રવાસ:QUADની બેઠકમાં 24 સપ્ટેમ્બરે અમેરિકા જશે વડાપ્રધાન મોદી, 25એ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભાષણ આપશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • સમિટમાં 12 માર્ચના રોજ થયેલી ક્વાડની વરચ્યુઅલ બેઠકમાં નક્કી કરવામાં આવેલા એજન્ડા પર વાત કરવામાં આવશે

ક્વાડ દેશ હવે ચીનની વિરુદ્ધ એક થવાની શરૂઆત થઈ ગઈ છે. અમેરિકામાં 24 સપ્ટેમ્બરે ક્વાડની પ્રથમ ઈન-પર્સન(જેમાં નેતા હાજર રહેશે) સમિટ થવા જઈ રહી છે. વોશિંગ્ટનમાં થનારી આ સમિટનું હોસ્ટિંગ પ્રથમ વખત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કરશે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરીસન અને જાપાનના PM યોશિહિદે સુગા પણ સામેલ થશે. મોદી 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભાષણ આપશે.

સમિટમાં 12 માર્ચના રોજ થયેલી ક્વાડની વરચ્યુઅલ બેઠકમાં નક્કી કરવામાં આવેલા એજન્ડા પર વાત કરવામાં આવશે. આ સિવાય કોવિડ-19, જળવાયુ પરિવર્તન, નવી ટેક્નિક, સાઈબરસ્પેસ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને મુક્ત રાખવા જેવા મુદ્દા પર સહયોગ વધારવા પર ભાર મુકવામાં આવશે. ગ્રુપની રચના 2007માં થઈ હતી. જોકે પ્રથમ વખત ચાર દેશ એક સાથે ઈન પર્સન બેઠક કરવા જઈ રહ્યાં છે. કોરોનાકાળમાં વડાપ્રધાન મોદીનો આ બીજો વિદેશ પ્રવાસ છે.

6 પોઈન્ટમાં સમજો, ગત બેઠકમાં શું થયું હતું
1. ચીન પર ચર્ચા કરશે ક્વાડ દેશ

ગત ક્વાડ બેઠક 12 માર્ચ 2021ના રોજ વરચ્યુઅલી થઈ હતી. આ ક્વાડની પ્રથમ બેઠક હતી. તેમાં ચીનને ઘણા મુદ્દા પર ઘેરવાની રણનીતિ બનાવવામાં આવી હતી. ચીનની વેક્સિન પોલીસીને કાઉન્ટર કરવા માટે અમેરિકાએ ગરીબ દેશોને વેક્સિન સપ્લાઈ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી.

2. વેક્સિન પ્રોડક્શન વધારવા પર બની હતી સહમતિ
ચાર દેશોએ વેક્સિન બનાવવાના પોતાના સંશાધનો આપવા બાબતે સહમતિ વ્યક્ત કરી હતી. તેનો અર્થ એ છે કે ચારેય દેશોની પાસે વેક્સિન બનાવવાની જે ક્ષમતા છે, તેને વધારવામાં આવશે.

3. બેઠકમાં PM મોદીએ શું કહ્યું હતું
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ અમારી પ્રાથમિકતામાં સૌથી ઉપર છે. અમે મુલ્યોને આગળ વધારવા, ધર્મનિરપેક્ષ, સ્થિર અને સમુદ્ધ ઈન્ડો પેસેફિક માટે મળીને કામ કરીશું. હું આ પોઝિટિવ વિઝનને ભારતના પ્રાચીન દર્શન વસુધૈવ કુટુમ્બકમના વિસ્તારના રૂપમાં જોવું છે.

4. બાઈડને કહ્યું હતું- નવી મિકેનિઝમ લાવીશું
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે US ઈન્ડો પેસેફિકમાં તમામ સહયોગીઓની સાથે કામ કરવા માટે કટિબદ્ધ છીએ. તેમણે કહ્યું હતું કે અમેરિક ક્લાઈમેટ ચેન્જના પડકારોને નિવારવા માટે પરસ્પર સહયોગ વધારવા માટે એક નવી મિકેનિઝમ લાવવા જઈ રહ્યું છે.

5. ઓસ્ટ્રેલિયાઈ PMએ નમસ્તેથી શરૂ કર્યું હતું ભાષણ
ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને નમસ્તેની સાથે પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે 21મી સદીમાં ઈન્ડો-પેસિફિક એરિયા જ વિશ્વના નસીબનો નિર્ણય કરશે. તેના માટે રીજનના ઘણા દેશોની સાથે આવીને કામ કરશે.

6. જાપાનના PMએ કહ્યું હતું- ક્વાડ સાથે ભાવનાત્મક જોડાણ
આ બેઠકમાં જાપાનના વડાપ્રધાન યેશિહિદે સુગાએ કહ્યું કે ક્વાડને લઈને હું ઈમોશનલ છું. અમારું કમિટમેન્ટ ફ્રી હિન્દ-પ્રશાંત ક્ષેત્રને લઈને છે. અમે આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છીએ છીએ. તેના માટે ચાર દેશોનો સાથ જરૂરી છે.