તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેસિડેન્ટ પર ઉશ્કેરાયા પ્રેસિડેન્ટ ઈલેક્ટ:બાઈડને કહ્યું- ટ્રમ્પ અમેરિકન ઈતિહાસમાં સૌથી બેજવાબદાર રાષ્ટ્રપતિ; જ્યોર્જિયા રીકાઉન્ટમાં પણ ટ્રમ્પ હાર્યા

વોશિંગ્ટન6 દિવસ પહેલા
ડેલાવેયરના વિલ્મિન્ટનમાં ગુરુવારે રાતે મીડિયા સાથે વાતચીત કરતા જો બાઈડન, આ દરમિયાન તેમણે ચૂંટણી જીત્યા પછી પહેલી વખત ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું

પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડને ચૂંટણી જીત્યા પછી પહેલી વખત હાર ન માનવા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઝાટકણી કાઢી છે. બાઈડને ટ્રમ્પને અમેરિકન ઈતિહાસના સૌથી બેજવાબદાર રાષ્ટ્રપતિ કહ્યાં છે. તેમણે કહ્યું કે, હાર થઈ હોવા છતા જીદે ચડેલા ટ્રમ્પ દેશના લોકતંત્રને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. આ બધાની વચ્ચે જ્યોર્જિયામાં થયેલા રીકાઉન્ટમાં બાઈડને જીત હાંસિલ કરી છે. એક રિપોર્ટ પ્રમાણે, બાઈડનને અત્યાર સુધી કુલ 8 કરોડ પોપ્યુલર વોટ એટલે કે જનતાના મત મળી ચુક્યા છે.

દેશ વિશે ખોટા સંકેત આપી રહ્યાં છે ટ્રમ્પ
ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન બાઈડને ચૂંટણી જીત્યાના પછી પહેલી વખત ટ્રમ્પ પર નિશાન સાધ્યું. જો કે, આ દરમિયાન પણ બાઈડને ખોટા શબ્દોનો ઉપયોગ નહોતો કર્યો, જે અત્યાર સુધી ટ્રમ્પ તેમના વિરુદ્ધ કરતા આવ્યા છે. બાઈડને કહ્યું કે, તાજેતરમાં જે ચૂંટણી યોજાઈ, તેમાં અમેરિકન નાગરિકોએ તેમનું મંતવ્ય દેખાડી દીધું છે. ટ્રમ્પ ચૂંટણી હારી ગયા છે, પણ જે પ્રકારનું વર્તન તે કરી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તે અમેરિકન ઈતિહાસના સૌથી બેજવાબદાર રાષ્ટ્રપતિ સાબિત થઈ રહ્યાં છે. એક દેશ તરીકે અમેરિકાનો દુનિયામાં ખોટો સંકેત જઈ રહ્યો છે.

હવે શું કરી રહ્યાં છે ટ્રમ્પ
બાઈડને સવાલ કર્યો કે, હવે રાષ્ટ્રપતિ શું કરી રહ્યાં છે? જે પ્રકારની વસ્તુઓ સામે આવી રહી છે, તેનાથી સ્પષ્ટ છે કે તે જવાબદારી નથી દેખાડી રહ્યાં. દરેક વસ્તુના અમુક સિદ્ધાત હોય છે, પણ શું તે જે કામોને કરી રહ્યાં છે કે પછી વિચારી રહ્યાં છે શું આપણે તેને કાયદાકીય રીતે યોગ્ય ગણી શકીએ. એક લોકતાંત્રિક દેશ તરીકે આપણી જવાબદારી છે કે આપણે દુનિયાને યોગ્ય સંદેશ આપીએ. એ જણાવીએ કે લોકતંત્ર છે શું અને કેવી રીતે કામ કરે છે.

બાઈડનનો ઈશારો કોની તરફ
રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવ્યાના 17 દિવસ થઈ ચુક્યા છે. બાઈડન પાસે 309 ઈલેક્ટોરલ વોટ્સનું સમર્થન છે. દેખીતું છે કે ચૂંટણી સ્પષ્ટ રીતે બાઈડને જીતી છે. જીત માટે તેમને માત્ર 270 ઈલેક્ટોરલ વોટ્સની જરૂર હતી. તેમ છતા ટ્રમ્પ અને તેમના સમર્થક એક પછી એક રાજ્યમાં ચૂંટણી ગોટાળાનો આરોપ લગાવીને કેસ કરી રહ્યાં છે. તેમણે અત્યાર સુધી બધુ સ્પષ્ટ થઈ ગયું હોવા છતા હાર સ્વીકારી નથી.બાઈડને ગુરુવારે આ જ કાયદાકીય મામલા તરફ ઈશારો કર્યો અને એ સ્પષ્ટ કરી દીધું કે, તેમનું પરિણામ ક્યારેય ટ્રમ્પના પક્ષમાં નહીં હોય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો