તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઈડનની ટીમમાં ભારતવંશી:ફર્સ્ટ લેડી જિલ બાઈડનની પોલિસી એડવાઈઝર બનશે ભારતીય મૂળના માલા અડિગા, અગાઉ ઓબામાની ટીમમાં પણ સામેલ હતાં

5 દિવસ પહેલા
માલા 2008માં બરાક ઓબામા એડ્મિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા રહ્યા હતા

પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડને વ્હાઈટ હાઉસ માટે અમુક નિમણૂક કરી લીધી છે. ભારતીય મૂળના અમેરિકન માલા અડિગાને પ્રેસિડન્ટ ઈલેક્ટના પત્ની જિલ બાઈડનના પોલિસી ડાઈરેક્ટર બનાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, માલા રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન બાઈડન અને કમલા હેરિસની સાથે જ હતાય આ દરમિયાન માલાએ કેમ્પેન પોલિસી એડ્વાઈઝર તરીકે કામ કર્યું હતું. માલા એકેડેમિક સ્ટ્રેટજિસ્ટ છે. તે ઉપરાંત તેમને ફોરેન પોલિસી વિશે પણ ઘણી માહિતી છે. બરાક ઓબામાના બીજા કાર્યકાળમાં માલા એડ્વાઈઝર તરીકે કામ કરી ચૂકી છે.

મહત્વની ભૂમિકા રેહશે
જિલ બાઈડને સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ વ્હાઈટ હાઉસમાં આવ્યા પછી એટલે કે ફર્સ્ટ લેડી બન્યા પછી પણ તેમનું પ્રોફેસર તરીકેનું કામ ચાલુ જ રાખશે. એટલે કે ફર્સ્ડ લેડી બન્યા પછી પણ તેઓ નોકરી કરતા રહેશે. તેથી માલાની જવાબદારી વધારે રહેશે, કારણ કે જિલ નોકરીમાં વ્યસ્ત રહેશે. માલાના બાઈડન પરિવાર સાથે જૂના સંબંધો છે. તેઓ બાઈડન ફાઉન્ડેશનમાં હાયર એજ્યુકેશન અને મિલિટ્રી ફેમિલી વિંગના ડિરેક્ટર પણ છે. જોકે નવી નિમણૂક પછી તેમને ફાઉન્ડેશનનું પદ છોડવું પડશે. કારણકે જિલની ટીમનો હિસ્સો બન્યા પછી તેમણે ફેડરલ એડમિનિસ્ટ્રેશનથી હટવું પડશે.

ઓબામાના સમયમાં પણ વ્હાઈટ હાઉસમાં રહ્યા
માલા 2008માં બરાક ઓબામા એડ્મિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા રહ્યા હતા. આ દરમિયાન તેઓ એજ્યુકેશન સેક્રેટરી હતા. તે ઉપરાંત સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે કે વિદેશ વિભાગની જવાબદારી પણ થોડો સમય નીભાવી હતી. મહિલાઓ સાથે જોડાયેલા વૈશ્વિક મામલે બનેલી કમિટીમાં તેમણે મહત્વની ભૂમિકા નીભાવી હતી.

અડિગા નેશનલ સિક્યુરિટીમાં હ્યુમન રાઈટ્સ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કરી ચૂક્યા છે. માલા ઈલિનોઈસમાં રહે છે અને તેમણે મિનેસોટા કોલેજથી પબ્લિક હેલ્થ અને શિકાગો લો સ્કૂલથી હ્યુમન રાઈટ્સમાં સફળતા મેળવી હતી.

હજી અમુક લોકોની નિમણૂક કરાશે
માનવામાં આવે છે કે, બાઈડનની ટ્રાન્ઝિશન ટીમ ટૂંક સમયમાં જ અન્ય નિમણૂક જાહેર કરશે. સોમવાર અથવા મંગળવારે અન્ય અપોઈન્ટ્સમેન્ટની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે, તેમાં પણ અમુક ભારતીય ઓફિસર હોઈ શકે છે. ડૉ. વિવેક મૂર્તિને બાઈડનના સ્પેશિયલ એડ્વાઈઢર હેલ્થ બનાવવામાં આવી શકે છે. તે ઉપરાંત તેમને ફેડરલ હેલ્થ સેક્રેટરીની ભૂમિકા સોંપવામાં આવે તેવી પણ શક્યતા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો