તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકાની ચૂૂંટણીમાં વોટોની ચિંતા:બાઈડેન અને કમલાએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી, બાઈડેન કહ્યું- અસત્ય સામે સત્યની જીત થાય

વોશિંગ્ટન4 દિવસ પહેલા
ફોટો આ વર્ષની 12 ઓગસ્ટનો છે. ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ જો બાઈડેને(ડાબી તરફ)કમલા હેરિસ(જમણી તરફ)ને વાઈસ પ્રેસિડેન્ટ જાહેર કર્યા હતા. (ફાઈલ ફોટો)
  • અમેરિકામાં લગભગ 20 લાખ હિન્દુ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીઓ ચૂંટણીમાં તેમને આકર્ષવાની કોશિશ કરી રહી છે
  • અમેરિકાની કુલ વસ્તીમાં હિન્દુ 1 ટકા છે, તે દેશનો ચોથો મોટો ધર્મ છે
  • ટ્રમ્પનો વાયદો - કોરોનાની જે સારવાર મળી તે સંપૂર્ણ અમેરિકાને મફત આપીશું

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હિન્દુ વોટર્સને લલચાવવાની કોશિશ ચાલુ છે. ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્શિયલ અને વાઈસ પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટે શનિવારે હિન્દુઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ જો બાઈડેને ટ્વિટ કર્યું હિન્દુઓનો તહેવાર શરૂ થઈ ગયો છે. અમેરિકા અને વિશ્વમાં આ તહેવારની ઉજવણી કરી રહેલા લોકોને હું અને મારી પત્ની(જિલ બાઈડેન) શુભેચ્છા પાઠવીએ છીએ. એક વખત ફરી અસત્ય સામે સત્યનો વિજય થાય. તમામને નવી તકો મળે અને નવી શરૂઆત થાય.

કમલા હેરિસે ટ્વિટ કર્યું હું અને મારા પતિ(ડગલસ એમહોફ) નવરાત્રિ મનાવી રહેલા હિન્દુ અમેરિકન મિત્રો અને ભાઈઓને શુભેચ્છા પાઠવીએ છીએ. આશા છે કે આ તહેવાર આપણને બધાને પોતાની કમ્યુનિટીને આગળ વધારવા માટે પ્રેરિત કરશે. આપણે એક એવુ અમેરિકા બનાવી શકીશું, જેમાં બધા એક સમાન હોય.

અમેરિકામાં લગભગ 20 લાખ હિન્દુ
અમેરિકામાં લગભગ 20 લાખ હિન્દુ રહે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમનો હિસ્સો બંને અગ્રણી પાર્ટીઓ રિપબ્લિકન અને ડેમોક્રેટિક માટે મહત્વનો છે. બંને પાર્ટીઓ હિન્દુ વોટર્સને આકર્ષવામાં પડી છે. અમેરિકન ઈન્ડિયન લોકોને પોતાના પક્ષમાં કરવાની કોશિશ પહેલેથી કરવામાં આવે છે. અમેરિકામાં હિન્દુ ધર્મના લોકોની સંખ્યા કુલ વસ્તીના એક ટકા છે. તે દેશનો ચોથો સૌથી મોટો ધર્મ છે.

ટ્રમ્પ પણ હિન્દુ વોટર્સને આકર્ષવાની કોશિશમાં
હિન્દુઓને લલચાવવાની કોશિશમાં હાલના રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પણ પાછળ નથી. તેમણે 14 ઓગસ્ટે જ હિન્દુ વોઈસીસ ફોર ટ્રમ્પ કેમ્પેનની જાહેરાત કરી હતી. પ્રચાર અભિયાનને લોન્ચ કર્યા પછી ટ્રમ્પે કહ્યું હતું કે અમે અમેરિકાના વિકાસમાં લાખો હિન્દુઓએ આપેલા યોગદાનનું સન્માન કરીએ છીએ. અમેરિકામાં હિન્દુ અને જૈન ધર્મ સહિત બીજા ધર્મના લોકો પર સતત હુમલાઓ થતા હોય છે. તેને ખત્મ કરવાની માંગ લોકો લાંબા સમયથી કરી રહ્યાં છે.

ટ્રમ્પનો વાયદો - કોરોનાની જે સારવાર મળી તે સંપૂર્ણ અમેરિકાને મફત આપીશું
ડોનાલ્ડ ટ્રમ્પે બધા અમેરિકીઓને કોરોના વાઈરસની એન્ટીબોડી સારવાર મફત ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પને પણ એન્ટીબોડી ટ્રીટમેન્ટ મળી હતી. તેમણે એક ચૂંટણી સભાને સંબોધતાં કહ્યું કે જે સારવાર મને મળી હતી હું અમેરિકાના દરેક નાગરિકને તે સારવાર મફતમાં ઉપલબ્ધ કરાવીશ.કોરોનાથી થયેલી રિકવરીનો ચૂંટણી લાભ ખાટવાનો પ્રયાસ કરતાં તેમણે આ આ ચૂંટણીને ટ્રમ્પ સુપર રિકવરી અને બાઈડેન ડિપ્રેશન વચ્ચેનો એક વિકલ્પ બતાવી દીધો છે.

કમલા હેરિસને સ્વસ્થ રહેવાની શુભેચ્છા પાઠવી
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેનના સહયોગી કોરોના ચેપગ્રસ્ત થઈ ગયા છે. આ કારણે ઉપરાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે તેમની ચૂંટણી રેલીઓ કરી છે. તે પછી ટ્રમ્પે હેરિસના સારા સ્વાસ્થ્ય અંગે કામના કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે મને આશા છે કે કમલા હેરિસ સારી સ્થિતિમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો