• Gujarati News
  • International
  • Jennifer, Daughter Of Billionaire Bill Gates, Married Niall Nasser Of Egypt; Find Out Who Niall Nasser Is

બિલ ગેટ્સના જમાઈ:માઈક્રોસોફ્ટના ફાઉન્ડરની દીકરી જેનિફરે ઈજિપ્તના નાયલ નાસર સાથે લગ્ન કર્યા; જાણો કોણ છે નાયલ નાસર

એક મહિનો પહેલા
  • નાયલ નાસર પ્રોફેશનલ ઘોડેસવાર છે
  • બંને સ્પોર્ટ્સના કારણે જ એકબીજાની નજીક આવ્યા હતાં

માઈક્રોસોફ્ટના ફાઉન્ડર અને અરબોપતિ બિલ ગેટ્સની સૌથી મોટી દીકરી જેનિફર ગેટ્સે લગ્ન કરી લીધા છે. જેનિફરે પોતાના 30 વર્ષિય ફિયાન્સ નાયલ નાસર સાથે લગ્ન કર્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં જ બંન્નેએ સગાઈ કરી હતી. જેનિફર અને નાસરના લગ્નની ખુશીમાં શનિવાર બપોરે ન્યૂયોર્કમાં એક રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

લગ્નમાં બિલ ગેટ્સની સાથે જેનિફરની મા મેલિંડા પણ પહોંચી હતી. બિલ ગેટ્સ અને મેલિંડા આ વર્ષે જ એકબીજાથી અલગ થયા હતાં. નાસર અને જેનિફરે વર્ષ 2017માં પહેલીવાર પોતાના સંબંધને જાહેરમાં સ્વિકાર્યો હતો. જેનિફર પણ પોતાના પાર્ટનરની જેમ ઘોડેસવાર છે અને તેમણે એકવાર જણાવ્યું હતું કે તેઓ સ્પોર્ટ્સના લીધે જ એકબીજાના નજીક આવ્યા હતાં.

કોણ છે નાયલ નાસર
બિલ ગેટ્સ અને તેમની દીકરી જેનિફર વિશે તો ઘણુંબધું જાણતા હશે, પરંતુ દુનિયાના ધનીક વ્યક્તિના જમાઈ નાયલ નાસર વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. શિકાગોમાં રહેનારા નાસરના માતા-પિતા ઈજીપ્તથી છે. નાસરના જીવનનો શરુઆતનો તબક્કો કુવૈતમાં પસાર થયો છે. જ્યાં તેમના માતા-પિતા એક આર્કિટેક્ચર અને ડિઝાઈન ફર્મના માલિક છે. નાસરનો એક ભાઈ પણ છે, જેનું નામ શરાફ છે.

નાસર હાલ કેલિફોર્નિયામાં રહે છે અને ઈજિપ્તના એક પ્રોફેશનલ ઘોડેસવાર છે. તે અત્યારસુધી ઘણી મોટી હરિફાઈઓમાં ભાગ લઈ ચૂક્યા છે. નાસરે 2013, 2014 અને 2017માં ઈન્ટરનેશનલ ફેડરેશન ફોર ઈક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ (FEI) વિશ્વ કપ ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું. તેઓ FEI વર્લ્ડ ઈક્વેસ્ટ્રિયન ગેમ્સ (2014)માં પણ ભાગ લઈ ચૂક્યા છે.

અંગ્રેજી, ફ્રેન્ચ અને અરબી ભાષા બોલનારા નાસર પોતાની પત્ની જેનિફરની જેમ સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએટ છે. જેનિફરે જ્યાં 2018માં હ્યુમન બાયોલોજીમાં ડિગ્રી હાંસલ કરી હતી. ત્યાં જ નાસર 2013માં ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ થયા હતાં. એક પ્રોફેસનલ સ્પોર્ટ્સ પર્સનાલિટી હોવા સિવાય નાસર બિઝનેસમેન પણ છે જે નાસર સ્ટેબલ્સ LLC નામની કંપની ચલાવે છે. સૈન ડિએગો કાઉન્ડ (કેલિફોર્નિયા) સ્થિત આ કંપનીની સ્થાપના 2014માં થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...