તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Jennifer Arcuri Claims Boris Johnson Has Been In A Love Affair Since He Was Mayor Of London, Having Had A Physical Relationship Several Times.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UKના પ્રધાનમંત્રીનું પ્રેમ પ્રકરણ:જેનિફર આર્કુરીએ દાવો કર્યો- બોરિસ જોનસન લંડનના મેયર હતા ત્યારથી પ્રેમ સંબંધ રહ્યો છે, શારીરિક સંબંધ બનાવેલા, ટોપલેસ પિક્ચર્સ મોકલેલા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોરિસ જોનસનના અમેરિકાની બિઝનેસમેન જેનિફ આર્કુરી સાથે પ્રેમ સંબંધ - Divya Bhaskar
બોરિસ જોનસનના અમેરિકાની બિઝનેસમેન જેનિફ આર્કુરી સાથે પ્રેમ સંબંધ

ઉદ્યોગપતિ જેનિફર આર્કુરીએ સૌ પ્રથમ વખત જાહેરમાં સ્વીકાર કર્યો છે કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ રહ્યા છે. 35 વર્ષિય આર્કુરીએ દાવો કર્યો હતો કે વર્ષ 2012થી વર્ષ 2016 દરમિયાન જ્યારે જોનસન લંડનના મેયર રહ્યા હત્યાં ત્યારે તેમની વચ્ચે રોમાન્સ હતો અને તેમની વચ્ચેના આ પ્રેમ સંબંધ વચ્ચે પણ તેમણે ચાર બાળકોની માતા તેમની અગાઉની પત્ની મેરિના સાથે લગ્ન સંબંધ હતા. આ સાથે આર્કુરીએ એવો પણ દાવો કર્યો છે કે તેઓ સપ્તાહમાં એક વખત મળતા હતા અને શારીરિક પણ બાંધતા હતા.

લંડન પેરાલિમ્પિક્સના ઉદઘાટન પૂર્વે શારીરિક સંબંધ બનાવ્યા હતા
આર્કુરીએ સનડે મિરરને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે વર્ષ 2012ના લંડન પેરાલિમ્પિક્સના ઉદઘાટન સમયે મેરિના અને પ્રિસિસ એની વચ્ચે બેઠા હતા તેના થોડા કલાક અગાઉ તેમણે લંડનમાં તેના ફ્લેટ પર જાતિય સુખ માણ્યું હતું. જાહેરમાં ચુંબન કરવા અંગે પ્રધાનમંત્રીએ ચિંતાજનક બાબતને એમ કહીને નકારી દીધી હતી કે આ મારું શહેર છે, મને કોઈ જ ચિંતા નથી.

છૂપાવવા જેવું કંઈ ન હોય તો માહિતી જાહેર કરવા માંગ
આર્કુરીએ જણાવ્યું હતું કે તેણે 56 વર્ષિય પ્રધાનમંત્રીને ટોપલેસ પિક્ચર્સ પણ મોકલ્યા હતા.હવે અમેરિકી ઉદ્યોગપતિ આર્કુરી સાથેના સંબંધોને લઈ કંઈ છૂપાવવા જેવું ન હોય તો બોરિસ જોનસને આ અંગેની માહિતી જાહેર કરવાની પણ બ્રિટનના રાજકારણમાંથી માંગ થવા લાગી છે.

આ અગાઉ રાજકીય વિવાદ ત્યારે થયો હતો કે જ્યારે બે વર્ષ અગાઉ પ્રધાનમંત્રી જોનસનના વડપણ હેઠળના ત્રણ સભ્યના વેપાર પ્રતિનિધિ મંડળમાં એર્કુરીને સ્થાન મળ્યું હતું. આ સંજોગોમાં તેમના પ્રવાસ અંગે જે તપાસ કરવાન જાહેરાત થઈ હતી, જેમાં તેમણે કંઈ પણ ખોટું કર્યાંનો ઈન્કાર કર્યો હતો. આર્કુરીએ દાવો કહ્યો હતો કે તેને લંડન ટેક-સીન ઈકોસિસ્ટમના સભ્ય તરીકે ટ્રેડ ટ્રીપ્સ પર આમંત્રણ મળ્યું હતું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો