તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Amazon CEO Jeff Bezos Will Go Into Space On July 20, Making Him The World's First Billionaire To Experience This.

અવકાશ ક્ષેત્રે નવું સાહસ:એમેઝોનના CEO જેફ બેઝોસ 20 જુલાઈના રોજ અંતરિક્ષમાં જશે, આ અનુભવ કરનારા તેઓ વિશ્વના પ્રથમ અબજપતિ વ્યક્તિ બનશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • બ્લૂ ઓરિજીને કેટલાક દિવસ અગાઉ માહિતી આપી હતી કે અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીથી 100 કિમી દૂર અંતરિક્ષમાં લઈ જશે

એમેઝોનના સંસ્થાપક અને અબજપતિ જેફ બેઝોસ જુલાઈ મહિનામાં બ્લૂ ઓરિજિનના ન્યૂ શેપર્ડની પહેલી ઉડ્ડાનમાં અંતરિક્ષમાં જશે. જેફ બેઝોસે જાહેરાત કરી છે કે 20 જુલાઈના રોજ તેઓ ભાઈ સાથે અંતરિક્ષમાં જવા રવાના થશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ પોતાની સ્પેસ કંપની પણ ધરાવે છે, જેનું નામ બ્લુ ઓરિજીન (Blue Origin) છે. જેફ બેઝોસના મતે તેમની કંપની દ્વારા મોકલવામાં આવી રહેલા સમાનવ સ્પેસ ફ્લાઈટનો હિસ્સો બનશે. રસપ્રદ વાત એ છે કે એમેઝોનના CEO તરીકે પદ છોડ્યાના 15 દિવસ બાદ જેફ બેઝોસ અંતરિક્ષમાં જવા રવાના થશે.

જેફ બેઝોસે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે હું પાંચ વર્ષની ઉંમરથી જ સ્પેસમાં ટ્રાવેલ કરવાનું સપનું જોતો હતો. તેમણે એમ પણ કહ્યું કે 20 જુલાઈના રોજ તેમના ભાઈ સાથે એક નવા એડવેન્ચર માટે નિકળશે. મે મહિનામાં બ્લુ ઓરિજીને એક મોટી જાહેરાત કરી હતી કે તે એક નવી ફ્લાઈટ રજૂ કરશે અને તે અંતર્ગત દરેક ફ્લાઈટમાં 6 લોકોને લઈ જવા માટે સક્ષમ હશે.

જેફ સ્પેસમાં જનારા પ્રથમ અબજપતિ હશે. આ જાહેરાત ખૂબ જ આશ્ચર્યજનક છે. કારણ કે સામાન્ય રીતે ટેલ્સાના સ્થાપક એલન મસ્ક અવાર-નવાર સ્પેસ તથા માર્સ પર જવા માટે વાત કરતા હોય છે. પણ હવે જેફ બેઝોસે આ રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહ્યા છે.

જેફ બેઝોસે સ્પેસક્રાફ્ટનું નામ NS-14 આપ્યું છે
જેફબેઝોસ પોતાની કંપનીના બ્લૂ ઓરિજિનના એરક્રાફ્ટમાં અંતરિક્ષ યાત્રા કરશે. તેમની કંપનીનું સ્પેસક્રાફ્ટ ન્યૂ શેપર્ડ સ્પેસ ટુરિઝમ રોકેડ (New Shepard Space Torism Rocket) 14 વખત સફળ પરીક્ષણ કરી ચુક્યું છે. આ સંજોગોમાં બેઝોસે આ સ્પેસક્રાફ્ટને NS-14 નામ આપ્યું છે. કંપનીએ ટેસ્ટિંગ સમયે બૂસ્ટર તથા અપગ્રેડેડ કેપ્સૂલનું પણ પરીક્ષણ કર્યું હતું.

પૃથ્વીથી 100 કિમી અંતરિક્ષમાં જશે
બ્લૂ ઓરિજીને કેટલાક દિવસ અગાઉ માહિતી આપી હતી કે અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીથી 100 કિમી દૂર અંતરિક્ષમાં લઈ જશે. આ સાથે લોકોને ચાર દિવસનો અંતરિક્ષનો અનુભવ પણ કરાવવાની ખાતરી આપી હતી. આ માટે કંપની યોગ્ય તાલીમ પણ આપશે,જે ટેક્સાસમાં કંપનીની લોંચ સાઈટ પર આપવામાં આવશે. કેપ્સુલ 6 યાત્રીઓને પૃથ્વીથી 100 કિમી ઉપર સબ-ઓર્બિટલ સ્પેસમાં લઈ જવા માટે ડિઝાઈન કરવામાં આવેલું છે. જ્યાં યાત્રીઓ ગુરુત્વાકર્ષણનો વગરની સ્થિતિનો અનુભવ કરશે. યાત્રીને લઈ જનારી આ કેપ્શુલમાં બોઈંગ 747 કરતાં 3 ગણા મોટા 6 ઓબ્ઝર્વેશન વિંડો હશે.