ક્રિકેટના જગતમાં શ્રીલંકાને ખ્યાતિ અપાવનાર વિશ્વકપ વિજેતા ક્રિકેટરો પણ અત્યારે દેશ ઉપર આવી પડેલા સંકટને લઈ માર્ગો ઉપર ઉતર્યાં છે. રાજધાની કોલંબોના પોશ વિસ્તાર ગોલફેસ ગ્રીનમાં વિરોધ પ્રદર્શનકર્તાઓ વચ્ચે પહોંચેલા ભૂતપુર્વ ક્રિકેટર દમ્મિકા પ્રસાદે 24 કલાક ઉપવાસ રાખ્યા છે તો તેમનું સમર્થન આપવા માટે સનથ જયસુર્યા પણ પહોંચી ગયા હતા. ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં બન્નેએ કહ્યું કે શ્રીલંકાને સંકટમાંથી બહાર લાવવામાં ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે.
ભાસ્કરે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે દમ્મિકા પ્રસાદ અને સનથ જયસુર્યા સાથે વાતચીત કરી હતી. અત્રે પ્રસ્તુત છે જયસુર્યા સાથે કરેલી વાતચીતના કેટલાક અંશો...
પ્રશ્નઃ શ્રીલંકા મુશ્કેલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિને તમે કેવી રીતે જોઈ રહ્યા છો?
જવાબઃ કમનસીબે સ્થિતિ એટલી સારી નથી. શ્રીલંકામાં અમે ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. મે અગાઉ ક્યારેય લોકોને આ રીતે એકજૂટ થયેલા જોયા નથી. આ વિરોધ પ્રદર્શન અહિંસક છે. તે વિશ્વ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. લોકો પરિવર્તન ઈચ્છે છે. માટે સૌ એકજૂટ થઈ અહીં આવી રહ્યા છે. લોકો ઈચ્છે છે કે સત્તા પર રહેલા લોકો તેમની વાત સાંભળે. ફક્ત વિરોધ પ્રદર્શન કરી રહ્ય છીએ.
પ્રશ્નઃ શ્રીલંકાની ક્રિકેટ ટીમ ચર્ચામાં રહી છે. હવે ક્રિકેટર પણ આ વિરોધમાં આવી ગયા છે. તો શું તેનાથી વિરોધ વધારે મોટો થઈ જશે?
જવાબઃ આ વિરોધમાં ફક્ત ક્રિકેટર જ ભાગ લઈ રહ્યા છે એવું નથી, પણ રમત-જગતના તમામ લોકો ભાગ લઈ રહ્યા છે અને સરકારમાં રહેલા લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મને લાગે છે કે તેમણે આ લોકોની વાત સાંભવી જોઈએ. આ જ તો પરિસ્થિતિનો ઉકેલ મેળવવાનો ઉત્તમ માર્ગ છે.
પ્રશ્નઃ પ્રજા રાષ્ટ્રપતિનું રાજીનામું માગી રહી છે, જો તેઓ રાજીનામું નહીં આપે તો આગામી સમયમાં કયાં ઘટના ક્રમ બની શકે છે?
જવાબઃ જો તેઓ રાજીનામું નથી આપતા તો આ તેમનો નિર્ણય છે. લોકો પ્રદર્શન કરી રહ્યા છે, તેઓ સરકારને કંઈક કહી રહ્યા છે. આ વાતનો ઉકેલ એટલો જ છે કે તેમની વાત સાંભળવામાં આવે.
પ્રશ્નઃ તમે વિશ્વમાં જાણીતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રહ્યા છો. તમે વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાથી શ્રીલંકાની ગ્લોબલ ઈમેજને અસર થઈ શકે છે. આ અંગે તમારું શું કહેવું છે?
જવાબઃ અમે સૌ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છીએ. પણ અમે પ્રદર્શનમાં ફક્ત એટલા માટે જ સામેલ થઈ રહ્યા છીએ કે સરકાર અમારી વાતને સાંભળે.
પ્રશ્નઃ ભારતના લોકોને તમે શું કહેવા માગો છો?
જવાબઃ ભારતીય લોકો માટે અમારો ફક્ત એક જ સંદેશ છે. અમે તેમના આભારી છીએ. અમે હંમેશા ભારતીયોનો આભાર વ્યક્ત કરી છીએ.
સરકારના વિરોધમાં દિગ્ગજ ક્રિકેટર
શ્રીલંકામાં અનેક ક્રિકેટર ખુલ્લીને સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. તેમા ભૂતપુર્વ કેપ્ટન અર્જુના રણાતુંગા, કુમાર સંગાકારા, મહેલા જયવર્ધને, રોશન મહાનામા અને માર્વન અટ્ટાપટ્ટુએ પણ વિરોધ પ્રદર્શનકર્તાઓનું સમર્થન કર્યું છે. અર્જુન રણાતુંગા તો ભારતમાં IPL રમી રહેલા શ્રીલંકન ખેલાડીઓને દેશમાં પરત આવી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પણ અપીલ કરી છે.
હવે વાંચો ભૂતપુર્વ ઝડપી બોલર દમ્મિકા પ્રસાદ સાથેની વાતચીત...
શ્રીલંકા માટે ટેસ્ટ, વનડે અને T-20 ટુર્નામેન્ટ રમી ચુકેલા ભૂતપુર્વ ઝડપી બોલર દમ્મિકા પ્રસાદે વિરોધ પ્રદર્શનની જગ્યાએ જ ઉપવાસ કર્યો છે. તેણે ચોવ્વીસ કલાક સુધી કંઈ જ ખાધુ ન હતું. દમ્મિકા પ્રસાદ ત્રણ વર્ષ અગાઉ ઈસ્ટર નિમિતે થયેલા હુમલામાં માર્યાં ગયેલા લોકો માટે ન્યાય માગી રહ્યા છે.
પ્રશ્નઃ તમે આ સત્યાગ્રહ ખાતે શા માટે છો?
જવાબઃ આ મારી ફરજ છે. હું સવારે સાત વાગ્યાથી ભૂખ્યો છું અને ચોવ્વીસ કલાક બાદ મારો ઉપવાસ પૂરો કરીશ. સ્પષ્ટપણે અમે સૌ ઈસ્ટર હુમલા માટે ન્યાય ઈચ્છીએ છીએ. જોકે અત્યારે અમે આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. જે પણ લોકો અહીં છે તેઓ ન્યાય માગી રહ્યા છે અને તેઓ ઈચ્છે છે કે સંપૂર્ણ પારદર્શિતાથી ન્યાય થાય. હું આ માટે જ અહીં આવ્યો છું. હું આ સત્યાગ્રહનો નિર્ણય કર્યો છે કારણ કે હું મારા દેશના લોકોની સાથે છું. હું ઈચ્છું છું કે તેમની સાથે ન્યાય થાય.
પ્રશ્નઃ શ્રીલંકાની વર્તમાન સ્થિતિને તમે કેવી જોઈ રહ્યા છો?
જવાબઃ વર્તમાન સ્થિતિ તમે સ્પષ્ટ જોઈ શકો છો. માટે અહીં એટલી ભૂડ છે. લોકો આટલી મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે. હું મસજી શકું છું કે સ્થિતિની વર્તમાન બાબતની કપ્લના કરી શકાય છે.
પ્રશ્નઃ જો રાષ્ટ્રપતિ રાજીનામું નહીં આપે તો શું થઈ શકે છે?
જવાબઃ હું જાણતો નથી કે તેઓ રાજીનામું આપશે કે નહીં. હું ફક્ત આ વિરોધ કરી રહેલા લોકોનો સાથ આપવા આવ્યું છું, કારણ કે તેમણે હંમેશા મારો સાથ આપ્યો છે.
પ્રશ્નઃ શું તમે આ સત્યાગ્રહને આગળ વધારશો?
જવાબઃ અત્યારે હું આ અંગે વિચાર કરતો નથી, અમે જોશું કે સ્થિતિ કેવી રહે છે. અમે યોગ્ય સમયે નિર્ણય લેશું અને આ સંકટના ઉકેલ માટે રાહ જોશું.
પ્રશ્નઃ શું અન્ય ક્રિકેટર પણ તમારો સાથ આપી રહ્યા છે?
જવાબઃ અમારા વિશ્વ કપ વિજેતા કેપ્ટન અર્જુના રણાતુંગાએ સમર્થન કર્યું છે. અન્ય ઘણા ક્રિકેટર પણ અહીં આવ્યા છે. સનથ જયસુર્યા પણ સમર્થન આપવા આવ્યા છે. અમે અહીં સામાન્ય લોકો માટે કામ કરી રહ્યા છીએ. અમે તેમના અધિકાર માગી રહ્યા છીએ.
પ્રશ્નઃ ભારતના લોકોને શું કહેવા માગો છો?
જવાબઃ અમે એક સારા ભવિષ્યને ઈચ્છીએ છીએ. અમે અમારી નવી પેઢી માટે વધારે સારું ભવિષ્ય ઈચ્છીએ છીએ. અમારે આ માટે યોગ્ય સમર્થનની જરૂર છે. સમગ્ર દેશમાં લોકો પરેશાન છે. આ આર્થિક સંકટમાં ભારતે અમારી મદદ કરી છે. આગળ વધવા માટે અમને વધારે મદદની જરૂર છે.
શ્રીલંકામાં પેટ્રો પ્રોડક્ટ્સની રાશનિંગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.