ક્લાઇમેટ ચેન્જ પૂરી દુનિયા માટે સૌથી મોટો પડકાર બન્યો છે ત્યારે જાપાનનું એક ટાઉન વિશ્વ સમક્ષ એક ઉદાહરણરૂપ છે. જાપાનની કામિકત્સુ મ્યુનિસિપાલિટી 2003માં જાપાનનું પહેલું ઝીરો વેસ્ટવાળું ક્ષેત્ર જાહેર થઇ ચૂક્યું છે. તેને 2030 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનાવવાનું લક્ષ્ય છે, જેની પ્રાપ્તિ માટે 80% કામ પૂરું પણ થઇ ચૂક્યું છે.
સ્થાનિક લોકો અહીંના ઉદ્યોગ-ધંધા સાથે મળીને તેમને રિસાઇકલ થઇ શકે તેવી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે, જેનો ઉદ્દેશ કચરો ઉત્પન્ન થતો અને સળગાવાતો રોકવાનો છે. કામિકત્સુની હોટલ્સ પણ જરૂર હોય તે વસ્તુઓનો જ ઉપયોગ કરવા પર ભાર મૂકે છે. મોટા ઉદ્યોગપતિથી માંડીને સામાન્ય વ્યક્તિનો પણ એવો પ્રયાસ રહે છે કે ભોજનનો ઓછામાં ઓછો બગાડ થાય.
પ્લેટમાં સજાવટ માટે વપરાતી પત્તીઓ પણ નજીકમાંથી જ લવાય છે, જે એશિયાના અન્ય દેશોમાં પણ સસ્ટેનેબલ ડેકોરેશન ગૂડ્સ તરીકે મોકલાય છે. કામિકત્સુના લોકોને ક્યાંય બહાર જવું હોય તો શૅરિંગમાં જ કાર યુઝ કરે છે. અહીંની ઝીરો વેસ્ટની પદ્ધતિઓ મોટા શહેરોમાં પણ અપનાવાઇ છે. શહેરની રીસાઇક્લિંગ ફેસિલિટીમાં કચરો 45 કેટેગરીમાં વિભાજિત થાય છે, જેમાં કાગળની વસ્તુઓને અલગ પાડવાની જ કુલ 9 રીત છે.
લોકોને જણાવાય છે કે રિસાઇક્લિંગથી કેટલા નાણાં બચશે?
લોકોને પ્રોત્સાહિત કરવા એક રીસાઇક્લિંગ સિસ્ટમ પણ છે. તેમાં વસ્તુઓની ઇકો ફ્રેન્ડલી વસ્તુઓથી અદલાબદલી કરી શકાય છે. રીસાઇકલ થઇ શકે તેવી વસ્તુઓથી બનાવેલા ચિત્રો પણ છે, જેના દ્વારા શહેરના કેટલા નાણા બચશે તેની માહિતી અપાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.