તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ખાસ:જાપાનની રાજકુમારી સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરશે, 9.10 કરોડનું વળતર પણ ઠુકરાવશે, અમેરિકામાં સેટલ થવાની તૈયારી

ટોક્યો23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવાં લગ્ન પછી શાહી પરિવાર સાથેનો સંબંધ હંમેશા માટે ખતમ મનાય છે
  • શાહી પરિવારની મહિલાઓને આ પૈસા ત્યાં સુધી મળે છે, જ્યારે તે રાજવંશની બહાર લગ્ન કરે છે

જાપાનની રાજકુમારી માકો રાજવંશ બહાર એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એટલું જ નહીં, એવું કરવા બદલ શાહી પરિવાર તરફથી તેણીને મળતું આશરે રૂ. 9.10 કરોડ (13.70 કરોડ યેન)નું વળતર પણ ઠુકરાવવાનો નિર્ણય કર્યો છે.

અહેવાલો પ્રમાણે, 29 વર્ષીય રાજકુમારી માકોએ પોતાના પ્રેમી કોમુરો સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આ લગ્ન પછી તે અમેરિકામાં વસવાની તૈયારી કરી રહી છે. આ લગ્ન ક્યારે થશે તે હજુ નિશ્ચિત નથી. જોકે, એ જરૂર ખબર પડી છે કે શાહી પરિવારે આ લગ્નની મંજૂરી આપી દીધી છે.

રાજકુમારી માકો જાપાનના હાલના રાજા નારુહિતોના ભાઈ રાજકુમાર આકિશિનોની પુત્રી છે. આ પહેલાં તેનાં લગ્નના અહેવાલો સામે આવ્યા પછી વિવાદ થયો હતો. ત્યારે રાજકુમારી માકોનો પ્રેમી કોમુરો થોડા દિવસ માટે અમેરિકા જતા રહ્યો હતો. ત્યાં તે કાયદાનો અભ્યાસ કરતો હતો. રાજકુમારી માકોના પિતા આકિશિનો પણ ઈચ્છે છે કે પહેલા મામલો ઠંડો પડે, પછી લગ્ન થાય.

જોકે, હવે મીડિયા અને સોશિયલ મીડિયામાં મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. અનેક લોકોએ રાજકુમારી માકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. કારણ કે, જાપાનની શાહી પરંપરા અને નિયમો પ્રમાણે જો રાજપરિવારની કોઈ મહિલા રાજવંશ બહાર કોઈ સાથે લગ્ન કરે છે, તો તેને વળતર તરીકે ચોક્કસ રકમ અપાય છે. આ સાથે તેનો રાજવંશ સાથેનો સંબંધ હંમેશા માટે ખતમ મનાય છે.

બ્રિટનના પ્રિન્સ હેરીએ પણ રાજવંશ બહાર લગ્ન કર્યા છે: આ પહેલાં બ્રિટનના પ્રિન્સ હેરીએ પણ 2018માં રાજવંશ બહાર લગ્ન કર્યાં હતાં. અમેરિકન અભિનેત્રી મેગન મર્કલ સાથે તેનાં લગ્નની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી.

રાજકુમારી માકોના ભાઈ હિસાહિતો જાપાનની ગાદીના ઉત્તરાધિકારી છે
જાપાની રાજવંશમાં ફક્ત પુરુષ જ ગાદીનો ઉત્તરાધિકારી હોય છે. જાપાનમાં રાજકુમારી માકોના નાના ભાઈ રાજકુમાર હિસાહિતો (14) પોતાના પિતા આકિશિનોની ગાદીના એકમાત્ર વારસદાર છે. જાપાનના શાહી નિયમો પ્રમાણે, રાજવંશ બહાર લગ્ન કરનારી મહિલાઓના પુત્રોને ગાદીના ઉત્તરાધિકારી નથી મનાતા.

અન્ય સમાચારો પણ છે...