• Gujarati News
  • International
  • Japanese Government Suggests Companies Give Employees The Option To Work 4 Days A Day So That They Can Maintain A Balance Between Work And Life

ભાસ્કર વિશેષ:જાપાન સરકારનું સૂચન- કંપનીઓ કર્મચારીઓને 4 દિવસ કામ કરવાનો વિકલ્પ આપે, જેથી તેઓ કામ તથા જીવન વચ્ચે સંતુલન જાળવી શકે

ટોક્યો5 મહિનો પહેલા
  • કર્મચારીઓને ઓફિસમાં ઓછો સમય પસાર કરવા પ્રોત્સાહન, અઠવાડિયામાં 4 દિવસ જ કામ અંગે વિચારણા

જાપાન સરકારે કંપનીઓને સૂચન કર્યું છે કે તે કર્મચારીઓને 5ની જગ્યાએ 4 દિવસ કામ કરવાનો વિકલ્પ આપે. તે હેઠળ કર્મચારીઓને પસંદગી કરવાનો અધિકાર અપાશે કે તે કયા 4 દિવસ કામ કરવા ઈચ્છે છે. ખરેખર જાપાન સરકાર લોકોને એટલો સમય આપવા ઈચ્છે છે કે જેનાથી તે નોકરી, પરિવારની જવાબદારીઓ અને નવા સ્કિલ શીખવાની જરૂરિયાત વચ્ચે તાલમેલ બેસાડી શકે. આ મામલે જાપાન સરકારે આર્થિક નીતિ સંબંધિત ગાઈડલાઈન પણ તૈયાર કરી લીધી છે. પણ આ નીતિ અંગે દેશમાં ચર્ચા છંછેડાઈ ચૂકી છે.

કંપનીઓ કર્મચારીઓને 5ની જગ્યાએ 4 દિવસ કામ કરવાનો વિકલ્પ આપે તે બાબતે જાપાન સરકારે સૂચન કર્યું છે.
કંપનીઓ કર્મચારીઓને 5ની જગ્યાએ 4 દિવસ કામ કરવાનો વિકલ્પ આપે તે બાબતે જાપાન સરકારે સૂચન કર્યું છે.

આશા...વધારાની રજાઓ મળવા પર લોકો એકબીજાને મળશે, લગ્ન કરશે અને બાળકો પેદા કરશે
1. અર્થતંત્રમાં સુધારાની આશા

યોજના અંગે જાપાન સરકારને આશા છે કે વધારાની રજાઓ મળતા લોકો ફરવા જશે અને ખર્ચો કરશે, જેનાથી અર્થતંત્ર સુધરશે. રજા મળતાં યુવા કપલ બહાર જશે. એકબીજાને મળશે. લગ્ન કરશે અને બાળકો પેદા કરશે. તેનાથી જાપાનનો ઘટતો જન્મદર સુધરશે. રિસર્ચ ફર્મ ફૂજિત્સુના અર્થશાસ્ત્રી માર્ટિન શુલત્સ કહે છે કે આ પરિવર્તન અંગે સરકાર ગંભીર છે.

રજા મળતાં યુવા કપલ બહાર જશે અને ખર્ચો કરશે તેવી જાપાન સરકારને આશા છે.
રજા મળતાં યુવા કપલ બહાર જશે અને ખર્ચો કરશે તેવી જાપાન સરકારને આશા છે.

2. નવી પદ્ધતિઓ અપનાવાઈ
માર્ટિન શુલ્ત્સ કહે છે કે મહામારી દરમિયાન કંપનીઓએ કાન કરવાની નવી પદ્ધતિઓ અપનાવી છે. તે તેના કર્મચારીઓને ઘર, ઓફિસથી દૂર કોઈ નાની જગ્યાએ કે પછી ગ્રાહકોની નજીકમાં જ કામ કરવા કહી રહી છે જે અનેક કર્મચારીઓ માટે આરામદાયક છે અને તેનાથી પ્રોડક્ટિવિટી વધી રહી છે. શુલ્ત્સ કહે છે કે જાપાનની અમુક કંપનીઓએ સરકારની યોજનાનો લાભ લઈ લીધો છે અને હવે તે પોતાની જગ્યા ઘટાડી રહી છે.

3. યોજનામાં ખામી, આવક ઘટશે
અમુક અર્થશાસ્ત્રી કહે છે કે આ યોજનામાં ખામીઓ છે. જાપાન પહેલાથી જ કર્મચારીઓની અછત સામે ઝઝૂમી રહ્યું છે. એવામાં કર્મચારીઓને એવી પણ ચિંતા છે કે ઓછા દિવસ કામ કરવાથી તેમની આવક પણ ઘટશે. અભ્યાસ કરી રહેલી જુંકોને અનેક કંપનીઓ નોકરીની ઓફર કરી ચૂકી છે પણ તેણે એક નાની કંપની પસંદ કરી છે. જુંકો કહે છે કે મોટી કંપનીઓમાં કામ અને જીવન વચ્ચે સંતુલન બગડે છે.

4. કારોશીથી બચવામાં કારગત
જાપાનમાં સામાન્ય રીતે એવા સમાચાર મળી રહ્યા છે કે વધુ કામ કરવાથી લોકો બીમાર થયા અને પછી તણાવને કારણે કર્મચારીઓએ પોતાનો જીવ આપી દીધો. તેના માટે જાપાની ભાષામાં એક શબ્દ છે કારોશી. તેનો અર્થ છે જરૂર કરતા વધારે કામથી મોત. તેને લઈને શુલ્ત્સ કહે છે કે ગત એક વર્ષમાં લોકોએ નોંધ્યું કે કામ કરવા માટે તેમને 5 દિવસ અને મોડી રાત સુધી ઓફિસમાં હાજર રહેવાની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...