તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Japanese Airline Is Getting Married In Parked Planes At The Airport, Allowing 30 Guests; Cost Rs 10 Lakh.

વિમાન મેરેજ હૉલ બન્યાં:જાપાની એરલાઇન એરપોર્ટ પર પાર્ક વિમાનોમાં લગ્ન કરાવી રહી છે, 30 મહેમાનને મંજૂરી; ખર્ચ 10 લાખ રૂ.

ટોક્યો19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલ નિપ્પોન એરવેઝ પાસે 239 વિમાન છે, 90% પાર્કિંગમાં
  • ગયા મહિને થયેલાં અને આ મહિને થનારાં લગ્નોથી નુકસાન ભરપાઇ થવાની આશા

જાપાનની સૌથી મોટી એરલાઇન ઓલ નિપ્પોન એરવેઝે વિમાનોને મેરેજ હૉલમાં ફેરવી દીધાં છે. એરપોર્ટ પર પાર્ક કરાયેલાં વિમાનોમાં 30 મહેમાનની હાજરીમાં લગ્નો થઇ રહ્યાં છે. એરલાઇન વિમાનોમાં લાઇવ મ્યુઝિક સાથે ખાણી-પીણીની તમામ સુવિધાઓ પણ આપી રહી છે.

બસ આવાં લગ્ન માટે 15.6 લાખ યેન (અંદાજે 10 લાખ રૂ.) ચૂકવવાના હોય છે. ઓલ નિપ્પોન એરવેઝના કાફલામાં નાના-મોટાં 239 વિમાન છે. કોરોનાના કારણે 90% વિમાનો એરપોર્ટ પર જ પડ્યાં રહ્યાં છે, જેનાથી એરલાઇનને રોજ કરોડોનું નુકસાન થઇ રહ્યું હતું. તેનાથી બચવા એરલાઇને રસ્તો કાઢ્યો અને વિમાનોમાં લગ્ન કરાવવાનો પ્રોગ્રામ લૉન્ચ કરી દીધો.

એરલાઇનના અધિકારી મામી મુરાકામીએ જણાવ્યું કે જાપાનમાં મે-જૂનમાં લગ્નગાળો હોય છે. આ બે મહિના દરમિયાન દેશમાં લાખો લગ્ન થાય છે પણ કોરોનાને કારણે મોટા ભાગનાં મેરેજ ગાર્ડન બંધ છે. જે ખૂલ્યા છે ત્યાં ભારે ભીડ થાય છે. કંપનીએ આ પ્રોગ્રામ ખાસ તો એવાં યુગલો માટે લૉન્ચ કર્યો છે કે જેઓ ભીડથી બચવા માગે છે અને સાથે જ કોરોનાકાળમાં પોતાના જીવનને આશ્ચર્ય અને રોમાંચથી ભરવા માગે છે. એરલાઇનને આશા છે કે આ પ્રોગ્રામથી કોરોનાકાળમાં બંધ વિમાનોથી થયેલું નુકસાન ભરપાઇ થઇ શકશે.

સાડાત્રણ કલાકમાં લગ્ન; નવદંપતીને આકાશની સફર પણ
એક લગ્ન સાડાત્રણ કલાકનાં હોય છે, જેમાં ખાણી-પીણી, રિસેપ્શન અને મ્યુઝિક કોન્સર્ટ જેવી સુવિધાઓ સામેલ છે. નવદંપતીને તથા મહેમાનોને કંપની આકાશની સફર પણ કરાવે છે. તે દરમિયાન વિમાનમાં 1 પાઇલટ, 2 ક્રૂ મેમ્બર પણ હોય છે. કંપની 7 દિવસમાં 20થી વધુ લગ્નો કરાવી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...