તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાસપોર્ટ ઇન્ડેક્સની જાહેરાત:દુનિયાના 193 દેશને વિઝા ઓન અરાઇવલ આપવા મામલે જાપાન ટોચે, 58 દેશ સાથે ભારતનો 90મો રેન્ક

લંડન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સનો તાજો ઈન્ડેક્સ જારી, હંગામી પ્રતિબંધો સામેલ નથી

દુનિયાના સૌથી પ્રવાસ અનુકૂળ પાસપોર્ટની તાજી યાદીમાં જાપાને ફરી એકવાર બાજી મારી લીધી છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ દેશોના પાસપોર્ટ દુનિયાના 193 દેશને વિઝામુક્ત કે વિઝા ઓન અરાઈ‌વલની સુવિધા આપે છે. આ પહેલાં એપ્રિલમાં પણ આ ઈન્ડેક્સ જાહેર થયો હતો. શક્તિશાળી પાસપોર્ટનો અર્થ એ છે કે તે દેશમાં કેટલા વધુ દેશના નાગરિક વિઝા વિના પ્રવેશ કરી શકે છે. આ સુવિધાને વિઝા ઓન અરાઈવલ કહે છે. એ અંતર્ગત દેશમાં પ્રવેશ કરતી વખતે અલગથી વિઝા લેવાની જરૂર નથી પડતી, પરંતુ ત્યાં પહોંચવા સંબંધિત દેશ વિઝા ઉપલબ્ધ કરાવે છે.

આ યાદીમાં હંગામી પ્રતિબંધો સામેલ નથી કરાયા. આ ઈન્ડેક્સમાં પહેલાં 10 દેશનું સ્થાન પાછલી યાદીમાંથી બદલાયું નથી. બીજી તરફ, 191 દેશ સાથે દ. કોરિયા અને જર્મની ત્રીજા ક્રમે છે. નેપાળ-પાકિસ્તાનનું રેન્કિંગ બાંગ્લાદેશથી પણ ઓછું: આ યાદીમાં બાંગ્લાદેશનું રેન્કિંગ છ ક્રમ ઘટ્યું છે. એ 106મા ક્રમે છે. શ્રીલંકા 105મા અને નેપાળ 109મા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન 113મા ક્રમે છે. અફઘાનિસ્તાન આ યાદીમાં સૌથી છેલ્લે છે.

15 વર્ષમાં 19 ક્રમ ઘટ્યું ભારતનું પાસપોર્ટ રેન્કિંગ
આ યાદીમાં ભારત 90મા સ્થાને છે. ભારત 58 દેશના નાગરિકને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે. જોકે છેલ્લાં 15 વર્ષનો ઈતિહાસ જોઈએ તો ભારતનું રેન્કિંગ સતત ઘટ્યું છે. 2006માં તે 71મા ક્રમે હતું, પરંતુ 2021માં તેનું રેન્કિંગ ઘટીને 90 પર આવી ગયું છે.

ટોચના 10 દેશ

દેશવિઝાસુવિધા
1જાપાન193
2સિંગાપોર192
3જાર્મની, દ. કોરિયા191
4ફિનલેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ, સ્પેન190
5ઓસ્ટ્રિયા, ડેનમાર્ક189
6ફ્રાંસ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્વીડન188
7બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, યુકે, યુએસ187
8ચેક રિપબ્લિક, ગ્રીસ, નોર્વે, માલ્ટા186
9ઓસ્ટ્રેલિયા, કેનેડા185
10હંગેરી184
અન્ય સમાચારો પણ છે...