અમેઝિંગ પ્રોજેક્ટ:જાપાનમાં પાણીની અંદર શહેર વસાવાશે, સમુદ્રમાં અન્ડરવોટર સિટી બનાવવાનું આયોજન

ટોક્યો12 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાપાન એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જે અંતર્ગત સમુદ્રમાં અન્ડરવોટર સિટી બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટને ‘ઓશન સ્પાઇરલ’ નામ અપાયું છે. દુનિયાભરમાં મોટા ઘણા અત્યાધુનિક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ કરી ચૂકેલી મલ્ટિનેશનલ આર્કિટેક્ચર કંપની શિમિજુ કોર્પોરેશનની અન્ડરવોટર સિટી વસાવવાની મહત્વાકાંક્ષી યોજના છે. હાલ તેનો કન્સેપ્ટ વીડિયો જારી કરાયો છે.

આ સંપૂર્ણપણે પાણીમાં હોય તેવું વિશ્વનું પહેલું શહેર બની શકે છે. ખાસ વાત એ છે કે આ શહેરમાં લોકો સામાન્ય જીવન જીવી શકશે. સમુદ્રમાં રહેવા માટે ઘર, ફરવા માટે હોટલ્સ-મોલ હશે. તેમાં ઘણી બધી સુવિધાઓ પણ મળશે. પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર છે અને ટૂંક સમયમાં તેના પર કામ શરૂ કરાશે. શહેર સંપૂર્ણપણ કોંક્રિટથી બનાવાશે.

થર્મલ એનર્જીથી ઊર્જા ઉત્પન્ન થશે
આ સ્પાઇરલ બિલ્ડિંગ ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝનનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરશે. બિલ્ડિંગની અંદર એક ટાવર હશે, જ્યાં આ પ્રોસેસ થશે. પીવાના પાણીનું ઉત્પાદન રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન પ્રોસેસ દ્વારા કરાશે. આ એવું ઉપકરણ છે કે જે દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

આ ખાસ સુવિધાઓ હશે

  • 5 હજાર લોકો વસવાટ કરી શકશે.
  • બિલ્ડિંગ ભૂકંપ અને સુનામી રહિત હશે.
  • સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી બિલ્ડિંગ હશે.
  • 200 મી. નીચે બ્લૂ ગાર્ડન બનાવાશે.
  • ઘર, મોલ, બિઝનેસ, ઓફિસ, હોટલ અને ટ્રાન્સપોર્ટના સાધનો પણ હશે.
  • અહીં વીજળી, પાણી અને ઓક્સીજન સપ્લાયના પ્લાન્ટ લગાવાશે.
  • અન્ડરવોટર સિટી કોંક્રિટથી અને 3 ઝોનમાં બનશે.
અન્ય સમાચારો પણ છે...