• Gujarati News
  • International
  • Japan Laid Such A Network Of Trains That Vehicles Fell Off The Tracks, Hence 3000 Deaths In Road Accidents Last Year, 1.5 Lakh In India.

ભાસ્કર વિશેષ:જાપાને ટ્રેનોનું એવું નેટવર્ક બિછાવ્યું કે માર્ગો પરથી વાહનો ઘટી ગયાં, એટલા માટે માર્ગ અકસ્માતમાં ગત વર્ષે 3000 મૃત્યુ, ભારતમાં 1.5 લાખ

ટોક્યોએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાપાનમાં 61% લોકો પાસે કાર છે, ભારતમાં ફક્ત 8% પરિવારો પાસે

ભારતમાં 2021માં માર્ગ અકસ્માતમાં 1,55,622 મૃત્યુ થયાં જ્યારે જાપાનમાં ફક્ત 3000. દર વર્ષે જીડીપીનો 3થી 5% હિસ્સો માર્ગ અકસ્માતનો સામનો કરવા પાછળ ખર્ચાઈ રહ્યો છે. એવામાં આપણે જાપાનથી શીખવાની જરૂર છે. 1970ના દાયકા સુધી જાપાનમાં માર્ગ અકસ્માત સૌથી મોટી સમસ્યાઓ પૈકી એક હતી.

ટોક્યો યુનિવર્સિટીના પ્રો.તાક્શી ઓગુચી કહે છે કે પરિવાર સહિત બુલેટ ટ્રેનની સફર કારથી મોંઘી હતી પણ સિસ્ટમ એટલી મજબૂત હતી કે લોકોએ કારમાં મુસાફરી ઘટાડી દીધી. જાપાનમાં 61% લોકો પાસે કાર છે પણ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી પસંદ કરે છે. ભારતમાં ફક્ત 8% પરિવારો પાસે કાર છે.

1964માં બુલેટ ટ્રેન આવી, રેલવે ટ્રેક પર ટ્રાફિક ડાઇવર્ટ કર્યો
જાપાને ટ્રેનોની જાળ પાથરી. 1964માં બુલેટ ટ્રેનનું આગમન થયું. 10 લાખથી વધુ વસતીવાળાં તમામ 12 શહેરોને બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી સાથે જોડ્યાં. ગતિ અને સિસ્ટમ તથા સુવિધાઓ એટલી મજબૂત હતી કે રોડ ટ્રાફિક ટ્રેન પર ડાઈવર્ટ થવા લાગ્યો. ટોક્યો અને ઓસાકાનું 535 કિ.મી.નું અંતર ફક્ત અઢી કલાકમાં કપાઈ જતું હતું. બાય રોડ દ્વારા 6 કલાક થતા હતા. મોટાં શહેરોમાં મેટ્રો શરૂ કરી. એકલા ટોક્યોમાં 285 મેટ્રો સ્ટેશન છે.

માર્ગો પર પાર્કિંગ બંધ કર્યું, ગેરેજ સર્ટિફિકેટ ફરજિયાત
જાપાને રોડ પર પાર્કિંગ પર સંપૂર્ણપણે બેન મૂકી દીધો. દરેક કારમાલિક પાસે ગેરેજ સર્ટિ. ફરજિયાત કરાયું. તે હેઠળ જણાવવું પડે છે કે તેમના ઘર કે કોઈ ગેરેજમાં કાર પાર્ક કરવા માટે નક્કી જગ્યા છે. કાર પાર્કિંગ માટે જગ્યા લેવી ખર્ચાળ હતું. માર્ગો પર કાર પાર્ક કરે તો દંડ ફટકારાતો. લોકોએ કાર ખરીદી ઘટાડી. ખાલી માર્ગો પર પગપાળા ચાલવું સરળ બન્યું.

શહેરોમાં નાની ગાડીઓ લોન્ચ કરી, સબસિડી આપી અને ઝડપ નક્કી કરી
ભારતમાં જ્યાં મોટી મોટી ગાડીઓ વિકાસ અને વગનો માપદંડ છે ત્યાં દુર્ઘટના ઘટાડવા માટે જાપાને તેને ત્યાં નાની નાની ગાડીઓને પ્રાથમિકતા આપી. આ ગાડીઓ પર સબસિડી આપી. શહેરોની અંદર ચાલવા માટે તૈયાર કરાયેલી આ ગાડીઓની ઝડપ 40 કિ.મી. / કલાક અને લેન નક્કી કરી. શેરીઓમાં કાર ચલાવતી વખતે 19 કિ.મી./કલાકથી વધુ ઝડપ રાખી શકાતી નથી. આ ગાડીઓ લોકો હાઈવે પર નથી ચલાવતા. તેનાથી દુર્ઘટના ઓછી થઈ.

અન્ય સમાચારો પણ છે...