• Gujarati News
  • International
  • Japan: Government School Std. 10th And 12th Graders Back In English, Having Difficulty Speaking More Than 50%

ભાસ્કર વિશેષ:જાપાન: સરકારી સ્કૂલોના ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાછળ, 50%થી વધુને બોલવામાં પણ મુશ્કેલી

ટોક્યો2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાપાનમાં અંગ્રેજી ભાષામાં નિપુણતા યુરોપિયન માપદંડોથી મપાય છે

એશિયાના સૌથી વિકસિત દેશ જાપાનની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના જ્ઞાનમાં પાછળ છે. દાયકાઓ સુધી જાપાન અંગ્રેજી અનુવાદકો માટે પશ્વિમી દેશો પર નિર્ભર રહ્યું. જાપાનમાં ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ અંગ્રેજી પ્રત્યે ઉત્સુક રહ્યા. આ વચ્ચે સરકારે 2018માં સ્કૂલોમાં અંગ્રેજી પર વિશેષ ભાર મૂક્યો.

જાપાની શિક્ષણ મંત્રાલયના હાલના સરવેમાં અંગ્રેજીમાં કુશળતાને લઇને ચોંકાવનારા પરિણામો મળ્યા છે. સરવે અનુસાર ધો.10માં 47% વિદ્યાર્થીઓ જ વ્યાવહારિક અંગ્રેજીમાં પરીક્ષા પાસ કરીને પ્રમાણપત્ર મેળવી શક્યા છે. ધો.12ના માત્ર 46% વિદ્યાર્થીઓ જ અંગ્રેજી પરીક્ષા પાસ કરવા માટે લાયક છે. જાપાન સરકારે વર્ષ 2022 સુધી 50% વિદ્યાર્થીઓમાં અંગ્રેજીના બોલચાલમાં ઉપયોગનો લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું.

2018માં બનાવાયેલી યોજનામાં જાપાન સરકારને વૈશ્વિક સ્તરના કર્મચારીઓ તૈયાર કરવાની મંજૂરી કેબિનેટ દ્વારા મળી. મંજૂરી મળ્યા બાદ જાપાન સરકારે ઓછામાં ઓછા 50% વિદ્યાર્થીઓને યુરોપના માપદંડ અનુસાર અંગ્રેજીમાં નિપુણ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું.

યુરોપની માપદંડ સિસ્ટમ એક છ સ્તરની રચના છે જેનાથી ધો. 10 અને12ના વિદ્યાર્થીઓની અંગ્રેજીમાં નિપુણતાને ચકાસવામાં આવે છે. જો કે, ગત સરવેની તુલનામાં આ આંકડાઓમાં સુધારો થઇ રહ્યો છે. ધો.10ના આંકડાઓમાં 3% તેમજ ધો.12ના આંકડાઓમાં 2.5%નો વધારો થયો છે. જાપાન સરકાર અંગ્રેજી અનુવાદકો પરની નિર્ભરતાને ઘટાડવા માંગે છે.

ધો.10ના 41% પ્રોફેસરો જ પરીક્ષામાં પાસ થયા
સરવેમાં અંગ્રેજી શીખવતા લોકોની ક્ષમતાનું પણ આકલન કરાયું. ધો.10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોમાંથી 41% જ યુરોપિયન માપદંડો અનુસાર અંગ્રેજી પરીક્ષામાં પાસ થઇ શક્યા. ધો.12ના વિદ્યાર્થીઓને ભણાવતા 75% શિક્ષકો પરીક્ષામાં પાસ થયા.

અન્ય સમાચારો પણ છે...