મોદીએ અડધી રાતે પૂછ્યું હતું- જાગો છો:જયશંકરે ઓપરેશન અફઘાનિસ્તાનની યાદો શેર કરી, PMએ કહ્યું હતુ- મદદ મળી જાય તો ફોન કરજો

એક દિવસ પહેલા

વિદેશ મંત્રી એસ જયશંકર યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ની બેઠકમાં ભાગ લેવા માટે યુએસએના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને બહાર કાઢવાના ઓપરેશન દેવી શક્તિની કેટલીક યાદો શેર કરી હતી.

જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના કામ પ્રત્યેની સંવેદનશીલતા અને સમર્પણનો ઉલ્લેખ કરતો કિસ્સે સંભળાવ્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું- અડધી રાત થઈ ગઈ હતી, મને વડાપ્રધાન મોદીનો ફોન આવ્યો. તેમનો પહેલો પ્રશ્ન હતો, "જાગો છો શું. મેં તેમને કહ્યું કે ભારતીયો સુધી પહોંચાડવામાં આવી રહેલી મદદ રસ્તામાં છે. તે પછી વડાપ્રધાને મને કહ્યું કે જ્યારે તે મદદ પહોંચી જાય ત્યારે મને ફોન કરજો." જયશંકરે કહ્યું કે તેમનો આ ગુણ જ તેમને અન્યોથી અલગ પાડે છે.

જયશંકર મોદીના પુસ્તક પર ચર્ચા કરી રહ્યા હતા
જયશંકર ન્યૂયોર્કમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં 'મોદી @ 20: ડ્રીમ્સ મીટ ડિલિવરી' પુસ્તક પર ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઓપરેશન દેવી શક્તિનો ઉલ્લેખ કર્યો. આ ઓપરેશન હેઠળ અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. તાલિબાનોએ 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યા બાદ કેટલાક ભારતીયો ત્યાં ફસાયા હતા. ભારત સરકાર તેમને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહી હતી.

ઈન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સિલે 'મોદી @20: ડ્રીમ્સ મીટ ડિલિવરી' પુસ્તકની ચર્ચા કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ઈન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સિલે 'મોદી @20: ડ્રીમ્સ મીટ ડિલિવરી' પુસ્તકની ચર્ચા કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

UNGAનું 77મું સત્ર અમેરિકામાં યોજાઈ રહ્યું છે
આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાના ન્યુયોર્કમાં ચાલી રહેલા UNGAના 77માં સત્રમાં ભાગ લીધો છે. તેઓ અહીં 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા યુએનને આપેલા 5-S ફોર્મ્યુલા પર વિગતવાર વાત કરશે. પીએમ મોદીના મતે 5-S ફોર્મ્યુલાના તત્વો સન્માન (Respect), સંવાદ (Dialogue), સહયોગ (Cooperation), શાંતિ (Peace) અને સમૃદ્ધિ (Prosperity) છે.

UNGA શું છે?
જનરલ એસેમ્બલી એ સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય અંગોમાંથી એક છે. સંયુક્ત રાષ્ટ્રના તમામ 193 સભ્યો સમાન અધિકારો અને જવાબદારીની સાથે તેનો એક ભાગ છે. યુએનનું બજેટ, સુરક્ષા પરિષદનું સભ્યપદ, અસ્થાયી સભ્યોની નિમણૂક જેવા તમામ કામ જનરલ એસેમ્બલીની જવાબદારી છે.

અફઘાનિસ્તાનથી 650થી વધુ લોકો ભારત પહોંચ્યા હતા

ભારત ઓપરેશન દેવી શક્તિ હેઠળ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાયા હતા. તે દરમિયાન આ તસવીર સૌથી વધુ ચર્ચામાં રહી હતી. જેમાં કાબુલ એરપોર્ટ પર શીખો પોતાના માથા પર ગુરુ ગ્રંથ સાહિબ ધારણ કરતા જોવા મળ્યા હતા. - ફાઇલ ફોટો
ભારત ઓપરેશન દેવી શક્તિ હેઠળ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાયા હતા. તે દરમિયાન આ તસવીર સૌથી વધુ ચર્ચામાં રહી હતી. જેમાં કાબુલ એરપોર્ટ પર શીખો પોતાના માથા પર ગુરુ ગ્રંથ સાહિબ ધારણ કરતા જોવા મળ્યા હતા. - ફાઇલ ફોટો

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા પછી, 10 ડિસેમ્બરના રોજ ત્યાં ફસાયેલા ભારતીયોને પરત લેવા માટે ભારત સરકારની પ્રથમ વિશેષ ફ્લાઇટ કાબુલથી નવી દિલ્હી પહોંચી હતી. આ ઓપરેશનને દેવી શક્તિ નામ આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત અફઘાનિસ્તાનમાંથી 650થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ લોકોમાં અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ/શીખ લઘુમતી સમુદાયના લોકો પણ હતા. અફઘાનિસ્તાનમાં પડકારરૂપ માનવતાવાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પણ તબીબી પુરવઠો સહિત માનવતાવાદી સહાય મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...