તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ચીનમાં જેક મા ગોલ્ફ રમતા દેખાયા , દાવો- એન્ટ ગ્રૂપ અને સરકાર વચ્ચે સહમતિ સધાઈ, હવે સંપત્તિ જપ્ત નહીં થાય

બેઈજિંગ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અલીબાબા ગ્રૂપના કો-ફાઉન્ડર 23 દિવસ પછી ફરી નજરે પડ્યા

ઈ-કોમર્સ કંપની અલીબાબાના કો-ફાઉન્ડર અને દુનિયાના 25મા સૌથી અમીર શખસ જેક મા ફરી એકવાર દેખાયા છે. તેઓ 23 દિવસ પછી ફરી નજરે પડ્યા છે. તેમના સમાચાર આપનારા શખસે નામ નહીં આપવાની શરતે કહ્યું કે, તે ચેનના હેનાના પ્રાંતમાં આવેલા ધ સન વેલી ગોલ્ફ રિસોર્ટમાં ગોલ્ફ રમતા દેખાયા હતા. 27 હોલ કોર્સ ધરાવતો આ રિસોર્ટ સુંદરતા અને શાનદાર નજારા માટે વિખ્યાત છે. આ રિસોર્ટના એક ઓબ્ઝર્વરે જણાવ્યું કે, જેક મા નવાસવા ખેલાડીની જેમ રમતા હતા. આ પહેલાં 20 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં તેઓ દેખાયા હતા. તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.

આ દરમિયાન અલીબાબાના શેર બુધવારે 1.5% સુધી વધ્યા હતા. તે છેલ્લા દસ અઠવાડિયાનો સૌથી મોટો ઉછાળો હતો. મીડિયા અહેવાલો પ્રમાણે, જેક મા જેલ જવા કે સંપત્તિ જપ્ત જેવી કાર્યવાહીથી બચી ગયા છે. તેમની કંપની એન્ટ ગ્રૂપ અને ચીનના અધિકારીઓ વચ્ચે સહમતિ સધાઈ ગઈ છે. ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે.

આ સંમતિના સંકેત તેના પરથી પણ મળે છે કે, સોફ્ટબેન્ક ગ્રૂપના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરતા સોફ્ટબેન્ક ગ્રૂપ કોર્પના સ્થાપક માસાયોશી સોને આ અઠવાડિયે કહ્યું હતું કે તેઓ જેક માના સંપર્કમાં છે. સોન લાંબા સમય સુધી જેકના મિત્ર અને અલીબાબાના રોકાણકારો પૈકીના એક છે.

સરકારની ટીકા કરતા મુશ્કેલીઓ વધી હતી, આઈપીઓ પણ ના લાવી શક્યા
56 વર્ષીય જેક માએ કંપનીમાં પોતાની ભૂમિકા ઘટાડતા 2019માં કાર્યકારી અધ્યક્ષ પદ છોડી દીધું હતું. તેમણે ઓક્ટોબર 2020માં શાંઘાઈમાં આપેલા ભાષણમાં ચીનના નાણાકીય નિયામકો અને સરકારી બેન્કોની ટીકા કરી હતી. તેને કોમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાના પર હુમલાના રૂપમાં લીધી હતી. ત્યાર પછી જેક માના વિવિધ બિઝનેસ વિરુદ્ધ તપાસ થઈ હતી. નવેમ્બરમાં તેમના એન્ટ ગ્રૂપે રૂ. 2.7 લાખ કરોડના આઈપીઓને રદ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો