• Home
  • International
  • Ivanka Trump, daughter of US President praises Bihar's Jyoti, says it reflects the sentiments of Indian people

સાયકલ પર 1200 કિમીનું અંતર કાપ્યું / અમેરિકન રાષ્ટ્રપતિની દીકરી ઇવાંકા ટ્રમ્પે બિહારની જ્યોતિના વખાણ કર્યા, કહ્યું- આનાથી ભારતના લોકોની ભાવનાઓ ખબર પડે છે

જ્યોતિના પિતા ઇજાગ્રસ્ત થતા, એટલે પોતે સાયકલ ચલાવી શકે તેમ નહોતો. દીકરીએ 7 દિવસ સાયકલ ચલાવી તેમને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા.
X

  • 15 વર્ષની જ્યોતિએ ઇજાગ્રસ્ત પિતાને સાયકલ પર બેસાડીને ગુડગાવથી દરભંગા પહોંચાડ્યા
  • સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આવતા મહિને જ્યોતિને ટ્રાયલ માટે બોલાવી છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 12:46 PM IST

નવી દિલ્હી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી અને સલાહકાર ઇવાંકા ટ્રમ્પે બિહારની 15 વર્ષની બાળકી જ્યોતિની પ્રશંસા કરી છે. જ્યોતિએ તેના ઘાયલ પિતાને સાયકલ પર બેસાડીને 1200 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. તેને સાયકલ ચલાવી ઘરે પહોંચતા 7 દિવસ થયા હતા. ઇવાન્કાએ કહ્યું છે કે જ્યોતિએ જે કર્યું તે સહનશીલતા અને એ પ્રિયજન માટે પ્રેમનું એક સુંદર ઉદાહરણ છે. આ ભારતના લોકોની ભાવનાઓને બતાવે છે.

જ્યોતિને સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ટ્રાયલ માટે બોલાવી છે. જો ટ્રાયલ સફળ જાય તો જ્યોતિને ફેડરેશનના ખર્ચે દિલ્હીની નેશનલ સાયકલિંગ એકેડેમીમાં ટ્રેનિંગ આપવામાં આવશે. જ્યોતિ કહે છે કે હું આ ઓફરથી ખૂબ ખુશ છું, હું આવતા મહિને ટ્રાયલ આપવા માટે જઇશ.

જ્યોતિ લોકડાઉન પહેલા પિતા પાસે ગઈ હતી
જ્યોતિના પિતા મોહન પાસવાન ગુડગાંવમાં રીક્ષા ચલાવતા હતા. જ્યોતિ માર્ચમાં તેના પિતા પાસે ગઈ હતી. આ પછી દેશભરમાં લોકડાઉન થયું હતું. દરમિયાન એક અકસ્માતમાં તેના પિતાને ઇજા પહોંચી હતી. મોહનનો ધંધો બંધ થયો, પૈસા નહોતા, મકાન માલીકે તેને ઘરમાંથી કાઢી નાખવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. પિતા-પુત્રીને ખાવા માટે પણ બીજા પર આધાર રાખવા લાગ્યા હતા. આથી, જ્યોતિએ તેના પિતાને ઘરે લઈ જવાનું નક્કી કર્યું. જ્યોતિનું ઘર દરભંગાના સિરહુલ્લી ગામમાં છે.

પિતા જ્યોતિને રોકવા માંગતા હતા, પણ તે માની નહિ
લોકડાઉનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે, તેથી જ્યોતિએ પૈસા ઉધાર લીધા અને સાયકલ ખરીદી અને ઘરે પાછા જવા માટે તૈયાર થઈ. ઈજાને કારણે મોહન પોતે સાયકલ ચલાવી શકે તેમ નહોતો, તેથી તેણે પુત્રીને તેમ કહીને રોકવાનો પ્રયાસ કર્યો કે તું મારુ વજન નહિ ખેંચી શકે. પરંતુ, જ્યોતિ નિર્ધારિત હતી અને તેણે કરી બતાવ્યું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી