• Home
  • International
  • Italy tightly controls the situation, the rate of infection increases 8%, the lowest in 1 month

કોરોનાવાઈરસ / ઈટાલીએ કડકાઈથી સ્થિતિ કાબૂમાં લીધી, સંક્રમિત કેસ વધવાનો દર 8% ઘટ્યો, 1 માસમાં સૌથી ઓછો

ઈટાલીમાં ઈમર્જન્સી છે. અહીં શાકભાજી અને ફળ વિક્રેતા વેનિસ નદીના માર્ગે લોકો સુધી પહોંચી રહ્યા છે.
ઈટાલીમાં ઈમર્જન્સી છે. અહીં શાકભાજી અને ફળ વિક્રેતા વેનિસ નદીના માર્ગે લોકો સુધી પહોંચી રહ્યા છે.
X
ઈટાલીમાં ઈમર્જન્સી છે. અહીં શાકભાજી અને ફળ વિક્રેતા વેનિસ નદીના માર્ગે લોકો સુધી પહોંચી રહ્યા છે.ઈટાલીમાં ઈમર્જન્સી છે. અહીં શાકભાજી અને ફળ વિક્રેતા વેનિસ નદીના માર્ગે લોકો સુધી પહોંચી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 06:42 AM IST
મિલાન: ઈટાલીમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. છેલ્લા એક અઠવાડિયામાં અહીં એક લાખથી વધુ લોકોએ નિયમો તોડ્યા છે. આ સ્થિતિમાં કડકાઈ વધારવાની સાથે દંડ પણ 25 ગણો વધારી દેવાયો છે. હવે લૉકડાઉનના નિયમો તોડવા બદલ રૂ. 17 હજારના બદલે રૂ. 2.5 લાખ દંડ ભરવો પડે છે. લોકોને રોકવા રસ્તા પર સૈનિકો તહેનાત છે, જેની અસર વર્તાઈ રહી છે. સંક્રમિતોના કેસ વધવાનો દર 8% થઈ ગયો છે, જે 21 ફેબ્રુઆરી પછી સૌથી ઓછો છે. વડાપ્રધાન જિજેજ્પી કૌંટેએ ખુદ આ જાહેરાત કરી છે. આ સિવાય લૉકડાઉનના નિયમો વધુ કડક કરાયા છે. 
ઈટાલીની એકતાના ગીત ગવાઈ રહ્યા છે
લોકો પોતાના ઘરના 200 મીટરના વિસ્તારમાં જ પાલતુ શ્વાનને લઈ જઈ શકશે. ઈટાલીના મિલાનમાં ઓનલાઈન સ્ટોરમાં 21 દિવસનું વેઈટિંગ છે. અહીં સુપરમાર્કેટમાંથી સામાન્ય વસ્તુ ખરીદવામાં પણ છ-સાત કલાક થઈ જાય છે. અહીં લોકો બાલ્કની અને બારીઓમાં ઊભા રહીને એકબીજાને હિંમત આપી રહ્યા છે. ઈટાલીની એકતાના ગીત ગવાઈ રહ્યા છે. મોટા ભાગના લોકો રાષ્ટ્રીય ગીત ગાય છે. અનેક લોકોએ ઘરો પર ઈટાલીનો ધ્વજ પણ ફરકાવ્યો છે. જોકે, અહીંના બિઝનેસમેન અને ઈન્ડસ્ટ્રીના લોકો હોસ્પિટલોને જંગી દાન કરી રહ્યા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી