ભાસ્કર ખાસ:ઇટાલીમાં યુવા માનસિક રોગીઓમાં 64 %નો વધારો જોઇ મનોવિજ્ઞાનીઓએ ‘સાઇકોપેન્ડેમિક’ નામ રાખી દીધું, સેલ્ફ-હાર્મના દાખલ દર્દીઓ બે ગણા વધ્યા

મિલાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીએ ઇટાલીના યુવાઓને તોડી નાખ્યા છે. મહામારી શરૂ થયા બાદ અહીં માનસિક બીમારીથી પીડિત યુવાઓની સંખ્યામાં રેકોર્ડ 64 ટકાનો વધારો થયો છે. આ ખતરનાક ટ્રેન્ડ જોતા મનોવિજ્ઞાનીઓ તેનું નામ જ સાઇકોપેન્ડેમિક રાખી દીધું છે. ઇટાલિયન સાઇકોલોજીકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડેવિડ લેજારીએ જણાવ્યું કે મહામારીના દુષ્પ્રભાવોથી બહાર આવવા માટે વર્ષો લાગી જશે. કિશોરોમાં ચિંતા અને ડિપ્રેશનનો ઊંચો દર લોકડાઉન અને મહામારી સંબંધી અન્ય પ્રતિબંધોના કારણે સામાજિક સંપર્ક તૂટી જવાનું પરિણામ છે.

મિલાનના ફેટબેનફ્રેટિલી-સાકો હેલ્થ કેર નેટવર્કમાં ન્યૂરોસાયન્સ એન્ડ મેન્ટલ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કલાઉડિયા મેંકાસીનું કહેવું છે કે વર્ચ્યુઅલ શિક્ષણના લીધે બાળકો જરૂરી હોવા છતાં પરસ્પર હળીમળી શકતા નથી, મહામારીએ યુવાઓને પ્રથમ પ્રેમ જેવી ઘટનાઓથી પણ વંચિત કરી દીધા છે. આ સ્થિતિમાં શોક, ચિંતા, તણાવ સ્વભાવિક પણ છે. ઇટાલીએ 2017 પછી આત્મહત્યા અંગેનું સાર્વજનિક સંશોધન કર્યું નથી. નિષ્ણાતો મુજબ ડેટાની વ્યવસ્થિત અછત ઇટાલી સરકારના વધતા જાહેર આરોગ્યના મુદ્દાને ઓછુ આંકવાનું દર્શાવે છે.

નેશનલ બોર્ડ ઓફ સાઇકોલોજિસ્ટના સભ્યો ફુલ્વિયા સિગ્નાની- ક્રિસ્ટિયન રામોનિએલોએ ઇટાલીની પ્રમુખ આરોગ્ય પત્રિકામાં લખ્યું છે કે આપણે એક કટોકટીની સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. રોમમાં બાળ ચિક્ત્સા હોસ્પિટલ બમ્બિનો ગેસોના એક રિપોર્ટમાં જણાયું કે મહામારી દરમિયાન આત્મહત્યાના પ્રયાસો અને વ્યકિતગત નુકસાન (સેલ્ફ હાર્ટ) માટે 15થી 24 વર્ષની વયના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા બમણીથી વધુ થઇ ગઇ છે. બાળ મનોરોગ એકમોમાં પથારીઓની સંખ્યા પણ વધારવી પડી હતી.

ડિપ્રેશન-ચિંતા વધી, યુરોપમાં મૃત્યુનું બીજુ મુખ્ય કારણ આત્મહત્યા
અમેરિકન મેડિકલ જર્નલ જામા પીડિયાટ્રિક્સે 29 અભ્યાસનું વિશ્લેષણ પ્રકાશિત કર્યું છે, જેમાં વૈશ્વિક સ્તરે 80,879 યુવાઓના સરવેમાં જણાયું કે મહામારી દરમિયાન બાળકો અને કિશોરોમાં ડિપ્રેશન અને ચિંતાના લક્ષણો બેગણા થઇ ગયા છે. યુરોપમાં યૂનિુસેફના તાજેતરના રિપોર્ટ મુજબ આત્મહત્યા યુવાઓના મૃત્યુનું બીજુ મોટુ કારણ છે.

અન્ય સમાચારો પણ છે...