જે ભવિષ્યને વર્તમાનમાં સાચવે છે અને જે સંસ્કારના રૂપમાં ઇતિહાસનું વર્તમાન છે તેને પરિવાર કહે છે. આ જ આ વિશ્વની ક્યારેય ખતમ ના થનારી કહાણી છે. આ કહાણી માતા-પિતાથી શરૂ થાય છે અને સમગ્ર દુનિયામાં કાયમ છે. આપત્તિઓ તેમજ યુદ્વ છતાં પરિવાર જ એ સંસ્થા છે જે સમગ્ર વિશ્વને બચાવે છે.
ગ્લોબલ ફેમિલી રિસર્ચ પ્રોજેક્ટની સંસ્થાપક અને હાર્વર્ડ ફેમિલી રિસર્ચ પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ નિર્દેશક રહેલા ડૉ. હેદર વાઇસનું કહેવું છે કે, સામવેદમાં વસુધૈવ કુટુમ્બકમનો ઉલ્લેખ છે. ભારતમાં આજે પણ આ પરંપરા છે. બુક્રિંગ્સના સેન્ટર ફોર યુનિવર્સલ એજ્યુકેશન સાથે જાન્યુઆરી, 2021માં ભારત સહિત 10 દેશોમાં 25,000 પરિવારોનો સરવે કરાયો. સવાલ હતો, બાળકોના શિક્ષણથી ક્યા પરિણામની આશા રાખો છો. ભારત સિવાય બધા દેશોના પરિવારોએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓના બાળકોને એવું શિક્ષણ મળે જે તેઓને પોતાના ઉદ્દેશ્યોથી અવગત કરાવે.
જ્યારે ભારતના સર્વાધિક પરિવારોનો મત હતો કે, તેઓના સંતાન શ્રેષ્ઠ વ્યક્તિ બને. ભારતીય સંસ્કાર જ પરિવારની તાકાત છે. કોરોના દરમિયાન ભારતે વિશ્વભરના દેશોને મદદ કરવા માટે ઉત્સુકતા દર્શાવી તે પારિવારિક મૂલ્યોને કારણે જ શક્ય બન્યું. મહામારી દરમિયાન વિશ્વએ પરિવારની પરિભાષાને જાગૃત થતી જોઇ છે. પશ્વિમી દેશોમાં પણ બાળકોએ પરિવાર સાથે વધુ સમય વ્યતિત કર્યો. મહામારીએ અહેસાસ કરાવ્યો કે, પરિવાર જ સ્કૂલ છે, રમતનું મેદાન છે.
બાળકોના વ્યક્તિત્વનો વિકાસ કરે છે પરિવાર
ડૉ. વાઇસનો અભિપ્રાય છે કે, બાળકો જ પરિવારનો પાયો હોય છે. જો બાળકો પ્રસન્ન રહેશો તો પરિવાર પણ ખુશહાલ રહેશે. માતા અને પિતા જો એકબીજાનું સન્માન કરશે તો તેમના બાળકો નિશ્વિતપણે જીવનમાં વધુ સફળ થશે. બાળકોને સફળ બનાવવા જ પરિવારનું પ્રથમ કર્તવ્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.