હવામાન:ઓસ્ટ્રેલિયા સહિત પૂર્વીય પેસિફિકમાં ગરમીનું પ્રમાણ વધશે એવી આશંકા

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લા નીનાનો દોર ખતમ થઇ રહ્યો છે, દુનિયાનાં હવામાન પર અસર થશે

વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થાએ વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપી છે. સાથે જ કહ્યું છે કે, લા નીના બાદ હવે ગરમી વધારનાર અલ નીનો વિકસિત થઇ શકે છે. આ વરસાદના પેટર્નને પણ માઠી અસર કરી શકે છે. પર્યાવરણનાં મુદ્દા પર કામ કરનાર ડાઉન ટૂ અર્થનાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, અલ નીનો ત્રણ વર્ષ બાદ ખુબ જ અસામાન્ય હવામાનનો તબક્કો પૂર્ણ કરવા તરફ છે. આના કારણે દુનિયામાં હવામાન પર ખુબ જ માઠી અસર થઇ શકે છે. અલ નીનોની ઘટના દરમિયાન પ્રશાંત ક્ષેત્રનાં પૂર્વીય દેશો ઓસ્ટ્રેલિયા, ફિલીપાઇન્સ, થાઇલેન્ડ, મલેશિયા, ચીનમાં સામાન્ય કરતા વધારે ગરમી હતી. બીજી બાજુ પશ્ચિમી ક્ષેત્રનાં દેશો જેમાં આર્જેન્ટિના, બ્રાઝિલ જેવા દેશ છે ત્યાં ઠંડી રહી હતી. ગયા વર્ષે 2022માં લા લીનાની સતત ત્રીજા વર્ષે સ્થિતિ રહી હતી.

પ્રશાંત ક્ષેત્રમાં હવામાનમાં ફેરફાર દુનિયાને અસર કરે છે
જળવાયુ વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, પ્રશાંત ક્ષેત્રમાં થતા હવામાન સાથે સંબંધિત ફેરફાર દુનિયા પર સીધી રીતે અસર કરે છે. આ કડીઓને ટેલીકનેક્શન કહેવામાં આવે છે. આનો પ્રથમ દાખલો 1920નાં દશકમાં ભૌતિક વૈજ્ઞાનિક ગિલ્બર્ટ વોકરે આપ્યો હતો. વોકરે જોયુ કે, ઓસ્ટ્રેલિયાનાં ઉત્તરીય દરિયાકાઠાના વિસ્તાર ડાર્વિનમાં વાયુમંડળીય દબાણમાં પરિવર્તન અને પ્રશાંતનાં મધ્યમાં 8000 કિમીનાં અંતરે આ સ્થિતીના કારણે જોડાયા હતા. ટેલિકનેક્શન પેટર્ન હવે સમગ્ર દુનિયામાં જોઇ શકાય છે. વૈશ્વિક ટેલીક્લેક્શન પેટર્નને ઢોલનાં માધ્યમથી સમજી શકાય છે. અમારું વાતાવરણ ઢોલ સમાન છે. કારણ કે જ્યારે ઢોલના કોઇ એક હિસ્સા પર સ્પર્શ કરવામાં આવે છે ત્યારે તે કંપન કરે છે. તેનો અવાજ એ બાબત પર આધારિત રહે છે કે, ઢોલનાં તાર કેટલા કસાયેલા છે.

આફ્રિકામાં પ્રથમ હીટ ઓફિસર : લોકોને ગરમીથી લડવાનાં ઉપાય દર્શાવશે

  • આફ્રીકી દેશ સિયારા લિયોનમાં યૂજેનિયા કારગબોની હીટ ઓફિસર તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ આ પદ પર પહોંચનાર આફ્રીકાની પણ પ્રથમ ઓફિસર છે.
  • શહેરો અને દેશમાં હરિયા‌ળીને પ્રોત્સાહન અપાશે. આફ્રીકી શહેરોની વસ્તી ખુબ વધારે છે. આવી સ્થિતિમાં વર્ટિકલ સિસ્ટમ લાગુ કરવાની જરૂર રહેશે.
  • વધારે પડતી ગરમીથી આરોગ્ય ખરાબ થાય છે. આવી સ્થિતિમાં લોકોને ઓછા ખર્ચે બચાવની માહિતી અપાશે.
  • ગરમી સાથે સંબંધિત ચેતવણી ,પ્રભાવને લઇને અપડેટ કરશે.
  • જ્ઞાન અને અનુભવની આપલે કરાશે. લોકો ગરમીને લઇને સાવધાન રહી શકે તે અંગે માહિતી અપાશે
  • પર્યાવરણને લઇને વિકસિત દેશોનાં ઉપાયોને દેશભરમાં પહોંચાડવાનું પણ કામ કરશે
અન્ય સમાચારો પણ છે...