તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • It Can Be Difficult To Set Goals After Coming Out Of An Epidemic, Learn From Experts How To Change Habits

શરીરની સાથે દિમાગની પણ વાટ લગાડે છે કોરોના:મહામારીમાંથી બહાર આવ્યા પછી લક્ષ્યો નક્કી કરવામાં મુશ્કેલી પડી શકે, નિષ્ણાતો પાસેથી જાણો- આદતો કેવી રીતે બદલી શકાય

ન્યુયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનોવિજ્ઞાનીઓની સલાહ, વ્યૂહનીતિ બદલીને મુશ્કેલીઓનો સામનો કરો, જરૂર સફળ થશો

દુનિયાના અનેક દેશોમાં વર્ક પ્લેસ, હેલ્થ સેન્ટર અને રેસ્ટોરન્ટ શરૂ થઈ ગયાં છે. આ સ્થિતિમાં લોકો મોટી સંખ્યામાં નિષ્ણાતોની મદદ લઈ રહ્યા છે કે, મહામારીમાં છૂટી ગયેલી આદતો ફરી કેવી રીતે અપનાવીએ.

આ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છે કે ઓફિસ હોય કે ઘર, સકારાત્મક ફેરફાર લાવવા માટે ‘એકદમ નવી શરૂઆત’ ખૂબ સારી પદ્ધતિ છે. સામાન્ય રીતે લોકો પ્લાનિંગ તો બહુ સારું કરે છે પરંતુ તેનો સંપૂર્ણપણે અમલ નથી કરી શકતા. તેથી નિષ્ણાતો પાસે એ વ્યૂહનીતિઓ વિશે જાણો, જે મહામારી પછી નવાં લક્ષ્ય પૂરાં કરવામાં મદદ કરશે.

1. લક્ષ્ય ટૂંકા ગાળાનાં રાખો: લક્ષ્ય હાંસલ કરવામાં સૌથી મોટી મુશ્કેલી લાલચ છે. ઉદાહરણ તરીકે આપણે જિમ જવું છે, પરંતુ ઓટીટી પ્લેટફોર્મમાં એવા ડૂબી જઈએ છીએ કે હેલ્થ સાથે ચેડાં કરી લઈએ છીએ. આપણે કોઈ મહત્ત્વનું પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું છે, પરંતુ ફેસબુક સ્ક્રોલિંગમાંથી ધ્યાન નથી હટી શકતું. મનોવિજ્ઞાની યેલેટ ફિસભેચ અને કેટલિન વૂલી કહે છે કે લોકો ખાસ કરીને લાંબા ગાળાનાં લક્ષ્ય બનાવવાની ભૂલ કરે છે. એ માટે તેઓ એક કેસ સ્ટડીનું ઉદાહરણ આપતા કહે છે કે અમે બે જૂથ બનાવ્યા. એકને ટૂંકા ગાળાનું લક્ષ્ય આપ્યું અને તેમની પસંદગીનું ભોજન-વર્કઆઉટ પસંદ કરવા દીધું, જ્યારે બીજા જૂથને એવું રૂટિન આપ્યું, જેમાં લાંબા ગાળે ફાયદો હતો. તેનાં પરિણામ આશ્ચર્યજનક હતાં. જેમને ટૂંકા ગાળાનાં લક્ષ્ય આપ્યાં હતાં તેઓ વર્કઆઉટ કરતા રહ્યા. એટલે કે લાંબા ગાળાનાં લક્ષ્ય માટે લોકો ઓછા સજાગ રહે છે. આ ઉપરાંત લાલચને લક્ષ્ય સાથે જોડવાથી પણ નિષ્ફળ થવાની શક્યતા ઘટી જાય છે.
2. પ્લાનિંગ સ્પષ્ટ હોવું જોઈએ: જેમ કે ફોનથી નજીકના લોકો સાથે સંપર્કમાં રહેવું, મેડિકલ ચેકઅપ કરાવવું વગેરે જેવા પ્લાનિંગ કરવા કંટાળાજનક છે. એટલે આપણે તેને લઈને ગંભીર નથી હોતા. મનોવિજ્ઞાની પીટર ગોલવિટ્ઝર કહે છે કે,મોટા ભાગના લોકો લક્ષ્ય માટે પ્લાનિંગ જ બરાબર નથી કરતા. તમારી બધી યોજનાઓ સ્પષ્ટ હોવી જોઈએ. જેમ કે, નિવૃત્તિ માટે બચત વધારીશ, તો તેમાં કશું સ્પષ્ટ નથી. પરંતુ જ્યારે તેઓ એમ કહે કે સેલરી વધતા જ હું બચત વધારીશ, જેમાં ચોક્કસ સમય અને કામ કરવાનો ભાવ દેખાય છે.

નાની-નાની નિષ્ફળતાથી નિરાશ ના થાઓ, તે ભરપાઈ કરવાનું વિચારો
વ્હોર્ટન સ્કૂલના માસિરા શરીફ કહે છે કે અનેક લોકો નાની નાની નિષ્ફળતાથી નિરાશ થઈ જાય છે. તેઓ લક્ષ્ય પૂરાં નથી કરી શકતાં. જેમ કે રોજ દોડવું હતું, પરંતુ ના કર્યું. ડાયેટિંગ કરવામાં શિસ્ત ના આવી. આ બધી વાતોથી અપરાધભાવ (ગિલ્ટ) આવે છે. એટલે વ્યૂહનીતિ બદલવી પડશે. જોગિંગ ના થઈ શક્યું, તો તે ભરપાઈ કરવા અઠવાડિયામાં અમુક દિવસ કાઢો. ડાયેટ ના થઈ શક્યું, તો બીજા દિવસે શિસ્તમાં રહો. આ પ્રકારની મુશ્કેલીઓ આવશે, પરંતુ તેનો ઉકેલ કેવી રીતે કરવો તે વિચારશો તો સફળ થશો.

અન્ય સમાચારો પણ છે...