બોલિવૂડના ગીતોથી વિદેશ મંત્રીનું સ્વાગત:ઇઝરાયેલના મ્યૂઝિક બેન્ડે એસ. જયશંકરના સન્માનમાં કુછ-કુછ હોતા હૈ અને કલ હો ન હોના ગીત ગાયા

તેલ અવીવ2 મહિનો પહેલા

વિદેશ મંત્રી એસ. જયશંકર 3 દિવસની વિદેશ યાત્રા અંતર્ગત ઇઝરાયેલ પહોંચ્યા છે. સોમવારે તેમના ડેલિગેશનનું સ્વાગત બોલિવૂડના ગીત સાથે કરવામાં આવ્યું. ઇઝરાયેલના સેન્ટર ફોર પર્સન્સ વિધ ડિસેબિલિટિઝ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કલ હો ન હો... અને કુછ કુછ હોતા હૈ... ફિલ્મના ગીત ગાવવામાં આવ્યા. મેનાશે સમુદાયની એક નેત્રહીન ભારતીય યહૂદ યુવતી દીનાંએ આ કાર્યક્રમમાં ગીત ગાય. તે શાલ્વાના બેન્ડનો ભાગ છે.

ગીત પૂર્ણ થયા બાદ વિદેશ મંત્રીએ તાળીઓ વગાડીને બેન્ડનું સ્વાગત કર્યું. આટલું શાનદાર સ્વાગત જોઈને વિદેશ મંત્રી અને તેમની સાથે ગયેલું ડેલિગેશન પણ ભાવુક થઈ ગયું. ઇઝરાયેલના વિદેશ મંત્રી યાર લેપિડે શાલ્વા સેન્ટરમાં જયશંકર માટે લંચનું આયોજન કર્યું હતું. આ સેન્ટર દિવ્યાંગ લોકોની સારસંભાળ રાખે છે.

કોચીન યહૂદ સમુદાયના લોકોને મળશે જયશંકર
વિદેશ મંત્રી કોચીન યહૂદી સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ ઇઝરાયેલના સંગ્રહાલય પણ જશે. અહીં એસ. જયશંકર કુદાવુંબગમ કોચીન સિનેગોગની રેપ્લિકા અને ડેડ સી સ્ક્રોલ પણ જોશે.

ઇઝરાયેલમાં મેનાશે સમુદાય કોણ છે
મેનાશે સમુદાયના મૂળિયા મણિપુર અને મિઝોરમ સાથે જોડાયેલા છે. તેઓને અહીં બેનઇ મેનાશે સમુદાયના નામથી ઓળખવામાં આવે છે. તેઓએ પોતાને ઇઝરાયેલી પુરવાર કરવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. આ સમુદાયના લોકો વર્ષો સુધી ઇઝરાયેલને અપીલ કરતા રહ્યાં છે કે તેઓ 10 કબીલામાંથી એક છે જેઓ ઇઝરાયેલથી વિખૂટા પડી ગયા હતા.

જો કે બાદમાં સેફારડિક યહૂદિઓએ મુખ્ય રબ્બી શલોમો અમારે મેનાશે સમુદાયના લોકોને પણ ઇઝરાયેલી ગણાવવામાં આવ્યા. આ યહૂદી જ્યારે ઈચ્છે ત્યારે ઇઝરાયેલમાં વસી શકે છે. કેમકે દુનિયાભરમાં ફેલાયેલા યહૂદીઓમાંથી કોઈ પણ ઇઝરાયેલ આવીને વસી શકે છે.

ભારતના કોવિડ સર્ટિફિકેટને માન્યતા આપશે ઇઝરાયેલ
આ પહેલા સોમવારે ઇઝરાયેલે ભારતના કોવિડ-19 વેક્સિનના સર્ટિફિકેટને પોતાને ત્યાં માન્યતા આપવાની મંજૂરી આપી હતી. એસ. જયશંકરની યાર લેપિડની સાથે બેઠક પછી આ જાણકારી સામે આવી હતી. આ ઉપરાંત FTA પર 2022ના મધ્યમાં સાઈન કરતાં પહેલાં અંદરોદરની સમજૂતી નક્કી કરવાને લઈને પણ સકારાત્મકતા દાખવી હતી. જયશંકર રવિવારે ઇઝરાયેલ પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...