યે દોસ્તી હમ નહીં તોંડેગે:ભારતના કોવિડ સર્ટિફિકેટને માન્યતા આપશે ઇઝરાયેલ, 2022માં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે તૈયાર

2 મહિનો પહેલા

ઇઝરાયેલમાં સત્તા બદલાયા બાદ ભારતની સાથે તેમની મિત્રતા યથાવત રહેશે કે નહીં તેના પર શંકા વ્યક્ત કરવામાં આવતી હતી. પરંતુ સોમવારે આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે બંનેની મિત્રતા યથાવત છે.

ઇઝરાયેલે એક તરફ ભારતની કોવિડ-19 વેક્સિનના સર્ટિફિકેટને પોતાને ત્યાં માન્યતા આપવાની તૈયાર દર્શાવી છે, તો બીજી બાજુ બંને દેશ વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર પણ 2022ના મધ્યમાં સાઈન કરવાને લઈને સહમતિ વ્યક્ત કરી છે.

વિદેશ મંત્રીઓની બેઠકમાં લેવાયો નિર્ણય
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે ઇઝરાયેલના વિદેશ મંત્રી યાર લાપિડની સાથે બેઠક કરી. બેઠકમાં ભારત અને ઇઝરાયેલે એક બીજાને કોવિડ-19 સર્ટિફિકેટને માન્યતા આપવાને લઈને સહમતિ દાખવી છે.

FTA પર 2022ના મધ્યમાં સાઈન કરતા પહેલાં અંદરોદરની શરતો નક્કી કરવાને લઈ બંને દેશોએ તૈયારી દાખવી છે. તેના માટે ચાલી રહેલી વાતચીતને બંને દેશ નવેમ્બરથી બીજી વખત શરૂ કરશે.

જયશંકર ત્રણ દિવસની યાત્રા અંતર્ગત રવિવારે ઇઝરાયેલ પહોંચ્યા છે. તેઓએ ઇઝરાયેલી વિદેશ મંત્રીને તેમના દેશને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સનો ભાગ બનાવવા માટે આભાર માન્યો છે. આ એલાયન્સ વડાપ્રધાન મોદીની પહેલ પર બનાવાયું છે, જેનું હેડક્વાર્ટર ગુરુગ્રામમાં છે.

ઇઝરાયેલી ઉદ્યોગપતિને આપ્યું રોકાણનું આમંત્રણ
આ પહેલાં રવિવારે જયશંકરે ઇઝરાયેલના ચેમ્બર્સ ઓફ કોમર્સના સભ્યો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેઓએ ઇઝરાયેલના ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણનું આમંત્રણ આપ્યું હતું. જયશંકરે ટ્વીટ કરી આ બેઠક અંગેની જાણકારી શેર કરી હતી.

તેઓએ લખ્યું, ઇઝરાયેલી ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ત્યાંના ઈનોવેશન ઈકોસિસ્ટમની સાથે ઘણી જ મહત્વની બેઠક મળી. તેમની ભારતની સાથે પાર્ટનશિપ કરવાને લઈને ઉત્સુકતા પ્રશંસા કરવાને લાયક છે. અમારા અંદરોદરના સહયોગ માટે ઘણી બધી પોસ્ટ કોવિડ પ્રાથમિકતાઓ છે, જેમાં ડિજિટલ, સ્વાસ્થ્ય, એગ્રીકલ્ચર અને ગ્રીન ગ્રોથ સામેલ છે.

આ થશે સર્ટિફિકેટ માન્યતા આપવાનો લાભ

  • આ દેશોની યાત્રા કરવા માટે કોરોન્ટિન નથી થવું પડતું.
  • આગમન પર કોવિડ-19 ટેસ્ટ કરાવવાની પણ બાધ્યતા નથી.
  • કોરોના સાથેના ખાસ નિયમોનું પાલન નથી કરવું પડતું.
  • કોરોનાના કાળમાં એકબીજાના દેશમાં આવવા જવાનું આસાન બને છે.
  • ભણતર-વેપાર માટે યાત્રા કરનારાઓને આસાની રહેશે.

30થી વધુ દેશ આપી ચુક્યા છે સર્ટિફિકેટને માન્યતા
ઇઝરાયેલથી પહેલાં લગભગ 30 દેશ ભારતની કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટને અંદરોદરની સહમતિના આધારે માન્યતા આપી ચુક્યા છે. હંગેરી અને સર્બિયા આ લિસ્ટમાં સૌથી તાજા નામ હતા, જેની જાણકારી વિદેશ મંત્રાલયે આ મહિનાની શરૂઆતમાં શેર કરી હતી.