ઈઝરાયલની સીરિયા પર એર સ્ટ્રાઈક:ઈઝરાયલી સેના દ્વારા સીરિયાઈ એરપોર્ટ પર મિસાઈલો છોડવામાં આવી; 2 વિદેશ લડાકુંના મોત, 6 સૈનિક ઈજાગ્રસ્ત

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇઝરાયલે ફરી એકવાર સીરિયા પર હવાઈ હુમલો કર્યો છે. બે વિદેશી લડાકુંઓ માર્યા ગયા છે. આ હુમલામાં સીરિયાના છ સૈનિકો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બ્રિટનના વોર મોનિટરના જણાવ્યા અનુસાર ઇઝરાયલે સીરિયાની રાજધાની દમિશ્કના એક એરપોર્ટ પર મિસાઇલ છોડી હતી. જોકે, મૃતકો વિશે કોઈ માહિતી મળી શકી નથી.

સીરિયાના સરકારી મીડિયા સનાના જણાવ્યા અનુસાર આ હુમલો શુક્રવારે રાત્રે 9 વાગ્યે થયો હતો. ઇઝરાયલ તરફથી ટી-4 લશ્કરી એરબેઝ પર મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલામાં છ સૈનિકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઇઝરાયલે ડ્રોન ડેપોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં.

ઈઝરાયલના ટાર્ગેટ પર ઈરાન સાથે જોડાયેલ સૈન્ય ઠેકાણા
ઇઝરાયલના ડિફેન્સ અધિકારીએ આ હુમલાની કબૂલાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે વિદેશી મીડિયા અહેવાલો પર કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી. જોકે ઇઝરાયલે સીરિયામાં ઈરાન સાથે જોડાયેલા લશ્કરી મથકો સામે સેંકડો વખત કાર્યવાહી કરી છે, પરંતુ તેણે આ હુમલાને ક્યારેય સ્વીકાર્યો નથી. જણાવી દઈએ કે, ઇઝરાયલને તેની ઉત્તરી સરહદ પર ઇરાની ઘુસણખોરીનો ડર છે અને તે ઈરાની બેઝ અને લેબનાની આતંકવાદી સંગઠન હિઝ્બુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કરતા રહે છે.

લેબનાનનું આતંકી સંગઠન છે હિઝબુલ્લા
હિઝબુલ્લાનો શાબ્દિક અર્થ ઈશ્વરનું દળ થાય છે. હિઝબુલ્લા લેબનાનના શિયા મુસલમાનોનું આતંકવાદી સંગઠન અને રાજકીય પાર્ટી પણ છે. આ સંગઠન ઈરાનના શિયા મુસલમાનોના સિધ્ધાંતો પર ચાલે છે. 1982માં ઈરાનના રિવોલ્યૂશનરી ગાડ્સએ લેબનાનમાં ઘુસેલા ઈઝરાયલી લોકોને મારવા માટે હિઝબુલ્લાની સ્થાપના કરી હતી. હિઝબુલ્લા ઈરાન અને સીરિયાથી રાજકીય, સૈદ્ધાતિંક અને સૈન્ય સમર્થન હાંસલ કરતું રહ્યું છે. ઈઝરાયલ તે કારણથી ઈરાનના આ સંગઠનને પસંદ નથી કરતું.

અન્ય સમાચારો પણ છે...