તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રિટન અને અમેરિકા સહિત વિશ્વના ઘણાં દેશોમાં કોરોના વેક્સિનેશન શરૂ થઇ ચૂક્યું છે. ઓછા સમયમાં ઝડપથી રસી આપવામાં ઇઝરાયલ હાલ સૌથી આગળ છે. ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 7.44% વસતીને રસી આપી દેવાઇ છે. 3.29% વસતીને રસી સાથે સાથે બહેરીન બીજા સ્થાને છે. ફાઇઝરની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની સૌથી પહેલાં મંજૂરી આપનારું બ્રિટન 1.18% વસતીને રસી સાથે ત્રીજા સ્થાને છે. અમેરિકામાં હજુ 0.64% વસતીને જ રસી અપાઇ છે, જેથી ટ્રમ્પ સરકારની ટીકા થઇ રહી છે.
જોકે, અપાયેલા વેક્સિન ડોઝની દૃષ્ટિએ અમેરિકા સૌથી આગળ છે. ત્યાં અત્યાર સુધીમાં 21.3 લાખ ડોઝ અપાયા છે. ચીન 10 લાખ ડોઝ સાથે બીજા ક્રમે છે. બ્રિટનમાં 8 લાખ અને ઇઝરાયલમાં 6.43 લાખ ડોઝ અપાયા છે. ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બુધવારે 1.52 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો.
કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં રસીકરણની ઝડપ ધારણા કરતા ઘણી ધીમી છે. બુધવાર સુધીમાં ત્યાં માત્ર 21.3 લાખ લોકોને જ પહેલો અપાયો છે. ત્યાંના સ્વાસ્થ્ય વિભાગે સ્વીકાર્યું કે રસીકરણ ધારણા કરતા ધીમું છું. બુધવાર સુધીમાં અમેરિકામાં 1.14 કરોડ ડોઝ વહેંચાઇ ચૂક્યા હતા પણ અપાયેલા ડોઝ અંદાજે 20% જ છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.