તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેતન્યાહુની માઇન્ડ ગેમ:ઇઝરાયેલ જાણે છે કે સીઝફાયર જલદીથી થશે, પરંતુ એ પહેલાં તે હમાસને નેસ્તનાબૂદ કરવા માગે છે

તેલ અવીવ/વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે ગાઝાપટ્ટી નજીક સરહદ પર તહેનાત ઇઝરાયેલી આર્મી. - Divya Bhaskar
શુક્રવારે ગાઝાપટ્ટી નજીક સરહદ પર તહેનાત ઇઝરાયેલી આર્મી.

ઇઝરાયેલ અને હમાસ (ઇઝરાયેલ અને પશ્ચિમી દેશ તેને પેલેસ્ટાઈની આતંકી સંગઠન ગણે છે) વચ્ચે જંગ યથાવત્ છે. શુક્વારે રાત્રે લગભગ 118 લોકો ઠાર થયા છે. ઇઝરાયેલમાં માત્ર 8 લોકોનાં જ મોત નીપજ્યાં છે, જ્યારે હમાસના કબજાવાળી ગાઝાપટ્ટી કાટમાળમાં ફેરવાઈ ગઈ છે.

જો ગાઝાથી ઇઝરાયેલ પર રોકેટ છોડવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ ઇઝરાયેલી એરફોર્સ 600થી વધુ વખત ગાઝાપટ્ટી અને આસપાસના વિસ્તારોમાં બોમ્બ ફેંકી ચૂક્યા છે. ઇઝરાયેલનુંં વલણ કેટલું આક્રમક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે પોતાનાં ટેન્ક્સ અને આર્મીને જંગમાં ઉતારી દીધાં છે. હમાસ અને પેલેસ્ટાઈન માટે આ ઘણી જ ખતરનાક સ્થિતિ છે. અત્યારસુધીમાં ઇઝરાયેલી આર્મીએ કોઈ જ કાર્યવાહી નથી કરી, પરંતુ ટૂંક સમયમાં જ આ કામને થાળે પાડશે. અંતે ઇઝરાયેલ આટલી ઉતાવળ અને આક્રમક મૂડમાં કેમ છે? આવો જાણીએ...

પહેલા ખાતમો, પછી વાતચીત
આગળ વધતાં પહેલાં ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના એક નિવેદન પર ધ્યાન આપવું જરૂરી છે. ગુરુવારે મોડી રાત્રે તેમણે કહ્યું હતું કે- હમાસે ઘણી જ મોટી ભૂલ કરી દીધી છે. આ ભૂલની તેને ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે. આતંકીઓના ખાતમા પછી જ શાંતિ શક્ય છે. આ બાજુ નિવેદન આવ્યું અને શુક્રવારે ઇઝરાયેલની આર્મી સંપૂર્ણ તૈયારી સાથે ગાઝાપટ્ટી અને પેલેસ્ટાઈનની સરહદ પાસે એકઠી થઈ ગઈ.

ઇઝરાયેલની રણનીતિ શું
આ અંગે કોઈ બે મત નથી કે ઇઝરાયેલ સૈન્ય રૂપથી મહાશક્તિ છે. અમેરિકા અને સમગ્ર વેસ્ટર્ન વર્લ્ડ તેની સાથે છે. અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ટોપ લેવલ પર વાતચીત પણ ચાલી રહી છે. હમાસે વર્ષો પછી ઇઝરાયેલ પર આટલો મોટો હુમલો કર્યો છે, જોકે ઇઝરાયેલ તેને છોડવાના મૂડમાં જરા પણ નથી.

'ન્યૂૂયોર્ક ટાઈમ્સ'ના એક રિપોર્ટ મુજબ, ઇઝરાયેલ ઘણી સારી રીતે જાણે છે કે બંને પક્ષોમાં સીઝફાયર કરાવવા માટે દુનિયાના મોટા દેશ એક્ટિવ થઈ ગયા છે અને એ દિવસો વધુ દૂર નથી જ્યારે સીઝફાયર થઈ જશે. આ પહેલાં ઇઝરાયેલ હમાસની કમર તોડી દેવા માગે છે, જેથી ભવિષ્ટમાં માથું ન ઊંચકી શકે. આ જ કારણ છે કે ઇઝરાયેલની આર્મી પણ હુમલા માટે તૈયાર છે.

બોંબવર્ષા થયા બાદ ધ્વસ્ત થયેલા પોતાના ઘરની બહાર બેઠેલા 2 પેલેસ્ટાઈની બાળકો. બંને તરફના હુમલામાં અત્યારસુધીમાં 27 બાળકોનાં મોત થયાં છે.
બોંબવર્ષા થયા બાદ ધ્વસ્ત થયેલા પોતાના ઘરની બહાર બેઠેલા 2 પેલેસ્ટાઈની બાળકો. બંને તરફના હુમલામાં અત્યારસુધીમાં 27 બાળકોનાં મોત થયાં છે.

કોણ કરાવશે અમન
રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઇજિપ્તની સરકાર સીઝફાયર કરાવવા માટે એક્ટિવ થઈ ગઈ છે. હાલ તેમના ડિપ્લોમેટ્સ સીઝફાયરની શરતો નક્કી કરવા માટે મીટિંગ્સ કરી રહ્યા છે, પરંતુ ઇઝરાયેલ આ તકને અવસરમાં પરિવર્તિત કરવા માગે છે. તેઓ સીઝફાયર થાય તે પહેલાં જ હમાસને તબાહ અને નેસ્તનાબૂદ કરવા માગે છે.

પેલેસ્ટાઈન સરકાર અને હમાસ વચ્ચે રણનીતિને લઈને ગંભીર મતભેદ છે. પેલેસ્ટાઈન સરકાર હમાસના દબાણ હેઠળ છે. રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ જાણે છે કે હમાસ તેમના માટે પણ પડકાર છે. હમાસ તાકાતના જોર ઇઝરાયેલથી પોતાનો વિસ્તાર પરત લેવા માગે છે. અબ્બાસ મૌન રાખીને બધું જ જોઈ રહ્યા છે.

આ તસવીર સિરિયાની યાદ અપાવેે છે. ઇઝરાયેલી એરસ્ટ્રાઈક પછી હવે ગાઝાપ્ટ્ટીનાં આ બિલ્ડિંગમાં પિલર જ બચ્યાં છે. ઇઝરાયેલે ગાઝાપટ્ટી પર 600 એરસ્ટ્રાાઈક કરી છે.
આ તસવીર સિરિયાની યાદ અપાવેે છે. ઇઝરાયેલી એરસ્ટ્રાઈક પછી હવે ગાઝાપ્ટ્ટીનાં આ બિલ્ડિંગમાં પિલર જ બચ્યાં છે. ઇઝરાયેલે ગાઝાપટ્ટી પર 600 એરસ્ટ્રાાઈક કરી છે.

બાઈડન પણ ઇઝરાયેલની સાથે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરુવારે નેન્યાહુ સાથે વાતચીત કરી. બાદમાં કહ્યું- ઇઝરાયેલને પોતાની સુરક્ષા કરવાનો પૂરો હક છે. તેની થોડી કલાક બાદ જ બાઈડેને આરબ-ઇઝરાયેલ મામલાના ડે. સેક્રેટરી હૈડી એમ્રનો ઈજિપ્તની સાથે મળીને સીઝફાયર કરાવવાની કમાન સોંપી દેવાઈ. આ પહેલાં ઇઇઝરાયેલ માત્ર ગાઝા ટ્ટી જ નહીં ,પરંતુ પેલેસ્ટાઈનના મોટા વિસ્તારોને ધૂળમાં મેળવી ચૂક્યું હશે. પેલેસ્ટાઈનના સામાન્ય નાગરિકો માટે આ મુશ્કેલ સમય છે.

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકેને કહ્યું હતું કે અમે ઈચ્છીએ કે વાતચીત ખુલ્લા મગજથી થાય. એ માટે અમે આગામી સપ્તાહની રાહ જોવી પડશે. ડિપ્લોમસી માટે સમય મળવો જોઈએ. આ નિવેદનનો સ્પષ્ટ અર્થ છે કે ઇઝરાયેલ હવે વધુ તેજ અને ખતરનાક રીતે હમાસ વિરુદ્ધ હુમલાઓ કરશે.

અન્ય સમાચારો પણ છે...