તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના:ઈઝરાયલ વેક્સિનનો ત્રીજો ડોઝ આપનારો પહેલો દેશ

વોશિંગ્ટન13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 57% વસતીના પૂર્ણ રસીકરણ પછી જરૂર પડી

ઈઝરાયલ તેના નાગરિકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપનારો પહેલો દેશ બની ગયો છે. અહીં સોમવારે ફાઈઝર-બાયોએનટેક રસીનો ત્રીજો ડોઝ આપવાનું શરૂ કરાયું. સરકારે કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટના કેસ વધતા આ નિર્ણય કર્યો છે. ઈઝરાયલના આરોગ્ય મંત્રાલયના મતે, નપળી ઈમ્યુનિટી ધરાવતા લોકોને ત્રીજો ડોઝ આપી શકાય છે. આ ઉપરાંત હૃદય, ફેફસાં, કેન્સર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેવા લોકોને પણ ત્રીજો ડોઝ આપી શકાય. ઈઝરાયલમાં શેબા મેડિકલ સેન્ટરના નિષ્ણાત પ્રો. ગાલિયા રહવે કહ્યું કે, હાલની સ્થિતિમાં ત્રીજો ડોઝ આપવાનો નિર્ણય યોગ્ય છે. અમે ત્રીજા ડોઝની અસરો પર અભ્યાસ કરી રહ્યા છે. ઈઝરાયલમાં એક મહિના પહેલા ડેલ્ટા વેરિયેન્ટના રોજ દસથી ઓછા દર્દી મળતા હતા, જે હવે 452 થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયના મતે, હાલ દેશની હોસ્પિટલોમાં કોરોનાના 82 દર્દી ભરતી છે, જેમાંથી 58%ને રસી અપાઈ છે. જોકે, સંશોધનોમાં માલુમ પડ્યું છે કે, ડેલ્ટા વેરિયેન્ટ વિરુદ્ધ કોરોનાની રસી અસરકારક છે. નોંધનીય છે કે, ઈઝરાયલમાં રસીકરણ અભિયાનની ગતિ તેજ રહી છે. અહીંની 57% વસતીને બે ડોઝ અપાઈ ચૂક્યા છે.

બ્રિટનમાં 19મીથી અનલૉક, પરંતુ માસ્ક અનિવાર્ય
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, સરકાર 19 જુલાઈથી અનલૉકની તૈયારી કરી ચૂકી છે. આપણે વધુ એક આઝાદી હાંસલ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ જાહેર સ્થળોએ તમામે ફરજિયાત માસ્ક પહેરવું પડશે. માસ્ક ન પહેરનારને ઓફિસમાંથી પાછા મોકલવાના રહેશે. એ પણ જરૂરી છે કે, મોટા કાર્યક્રમો માટે કોરોના સર્ટિફિકેટ ફરજિયાત રાખવાનો નિયમ પણ રખાશે.

અમેરિકા: સ્થિતિ હજુ વધુ બગડી શકે, યુવાનો રસીથી દૂર
અમેરિકામાં કોરોનાની સ્થિતિ વધુ બગડી શકે છે. તેનું મોટું કારણ યુવાનો કોરોના રસી નથી લેતા તે છે. દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના 9.74 કરોડ લોકોએ રસીનો એક પણ ડોઝ નથી લીધો. તેઓ માસ્ક પણ નથી પહેરતા. ન્યૂયોર્ક સિટી સેન્ટ્રલ પાર્કમાં ઓગસ્ટમાં મોટો કાર્યક્રમ થવાનો છે. તેનાથી સ્થિતિ બગડી શકે છે.

દુનિયા: ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ કેસ, ફ્રાન્સમાં રસી ફરજિયાત
ઓસ્ટ્રે.માં સોમવારે કોરોનાના 121 નવા દર્દી નોંધાયા. તે 10 મહિનામાં એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 9 સપ્ટેમ્બર 2020ના રોજ 91 દર્દી મળ્યા હતા.

ફ્રાંસમાં આરોગ્યકર્મીઓ માટે રસી ફરજિયાત કરાઈ છે. ચોથી લહેરની આશંકાને પગલે આ નિર્ણય કરાયો છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...